દિયોદરઃ આજથી ત્રણ ચાર દિવસ અગાઉ દિયોદરમાં અટલ ભુજલ યોજનામાં ખેડૂતોના પ્રશ્નોને લઈને રજૂઆત કરવા ગયેલા ખેડૂત આગેવાન પર હુમલો કરવામાં આવ્યો હતો. જેનાથી ખેડૂતો રોષે ભરાયા છે અને દીયોદરના સણાદર થી પગપાળા યાત્રા ગાંધીનગર જવા રવાના થયા છે. ગાંધીનગર પહોંચી મુખ્યમંત્રીને રજૂઆત કરશે કે ધારાસભ્ય તાત્કાલિક ધોરણે ધારાસભ્યથી રાજીનામું આપે.
અટલ ભૂજલ યોજનાના લાભ વિતરણમાં થઈ ગરબડઃ થોડા દિવસ અગાઉ દિયોદરમાં અટલ ભુજલ યોજનાની કાર્યક્રમ હતો. આ કાર્યક્રમમાં કેટલાક સરકારી અધિકારીઓ અને દિયોદરના ભાજપના ધારાસભ્ય કેશાજી ચૌહાણ પણ હાજર હતા.તે દરમિયાન ખેડૂત આગેવાન અમરાભાઇ ચૌધરી દ્વારા ખેડૂતોના પ્રશ્નોને લઈને રજૂઆત કરવા જતા ધારાસભ્યના સમર્થક દ્વારા ખેડૂત આગેવાન અમરાભાઇ ચૌધરીને જાહેરમાં લાફો મારવામાં આવ્યો હતો.ત્યારે ખેડૂત આગેવાન અને ખેડૂતોનું કહેવું છે કે ધારાસભ્ય કેશાજી ચૌહાણ ના ઇશારે આ સમગ્ર ષડયંત્ર રચી અને હુમલો કરવામાં આવ્યો છે.
અટલ ભુજલ યોજના કાર્યક્રમમાં હું ખેડૂતોના પ્રશ્નોને લઈને રજૂઆત કરવા માટે ગયો હતો ત્યારે ધારાસભ્ય કેશાજી ચૌહાણની હાજરીમાં તેમના ઇશારે મારી પર હુમલો કરવામાં આવ્યો છે તેથી તે સહન નહીં કરી લેવાય અને તે તાત્કાલિક ધારાસભ્યથી રાજીનામુ આપે, જેની માંગણીને લઈને અમે આજે સણાદર મા અંબાના દર્શન કરીને નીકળ્યા છીએ અને ગાંધીનગર મુખ્યમંત્રીને રજૂઆત કરવા પગપાળા નીકળ્યા છીએ...અમરાભાઈ ચૌધરી (ખેડૂત આગેવાન, સણાદર-દિયોદર)
ધારાસભ્ય રાજીનામું આપે તેવી માંગઃ જાહેર સભામાં ખેડૂત આગેવાન ખેડૂતોના પ્રશ્નોને લઈને રજૂઆત કરવા માટે ગયા હતા. દરમિયાન ધારાસભ્યના સમર્થક દ્વારા લાફો માર્યો હોવાનો આક્ષેપ આગેવાન દ્વારા કરવામાં આવ્યો છે. જાહેરમાં એક ખેડૂતોના પ્રશ્નો લઈને જનાર વ્યક્તિ ઉપર આ રીતે હુમલો કરવો તે યોગ્ય ન ગણાય ત્યારે આ બાબતે ધારાસભ્ય પણ અજાણ હોય તેવું સામે આવતા ખેડૂતો કહે છે કે ધારાસભ્યની હાજરીમાં અને ધારાસભ્યના ઇશારે લાફો મારવામાં આવ્યો છે.તેથી ધારાસભ્ય કે સાથે ચૌહાણ એ તાત્કાલિક ધારાસભ્ય પદ્ધતિ રાજીનામું આપવું જોઈએ.
ખેડૂતો સણાદર થી ગાંધીનગર જવા રવાનાઃ ધારાસભ્યના રાજીનામાની માંગ લઈને આજે ખેડૂતો હજારોની સંખ્યામાં સણાદર થી ગાંધીનગર જવા માટે રવાના થયા છે. ખેડૂતોની એક જ માંગ છે કે કેશાજી ચૌહાણ ધારાસભ્ય પદેથી રાજીનામું આપે. જો ધારાસભ્ય રાજીનામુ નહીં આપે અને સરકાર અમારું નહીં સાંભળે તો અમે આવનાર સમયમાં આંદોલન કરીશું.