ETV Bharat / state

બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં નડેશ્વરી માતાના મંદિરે આર્મીના જવાનો કરે છે પૂજા - આર્મી જવાનો પુજારી

ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય બોર્ડર પર બનાસકાંઠા જિલ્લાના અફાટ રણમાં આવેલા નડાબેટ ખાતે નડેશ્વરી માતાનું મંદિર આવેલું છે, જે સમગ્ર દેશની રક્ષક દેવી તરીકે પૂજાય છે. જેની પૂજા અર્ચના પણ ભારતીય સૈન્યના જવાનો કરી રહ્યા છે. દેશની રક્ષા કરતી દેવીના ચમત્કારો અને ઇતિહાસની ઝાંખી કરાવતો જુઓ વિશેષ અહેવાલ...

banaskantha
banaskantha
author img

By

Published : Dec 28, 2020, 8:07 AM IST

Updated : Dec 28, 2020, 1:45 PM IST

  • નડાબેટ ખાતે આવેલ નડેશ્વરી માતાના મંદિરે આર્મીના જવાનોની અનોખી ભક્તિ
  • કચ્છના રણમાં અનેક બેટ દ્વીપ આવેલા છે જેમાં નડાબેટ એક ઐતિહાસિક પ્રાચીન બેટ છે
  • દર વર્ષે નડાબેટ ખાતે દર્શનાર્થીઓ મોટી સંખ્યામાં દૂર દૂર થી આવે છે
  • કોરોના વાયરસના કારણે પર્યટકોની સંખ્યામાં ઘટાડો

    સુઈગામઃ ભારત પાકિસ્તાન બોર્ડર પર કચ્છના રણમાં બનાસકાંઠા જિલ્લામાં સુઈગામ તાલુકા નડાબેટ ખાતે નડેશ્વરી માતાનું સ્થાનક આવેલું છે. નડેશ્વરી માતા આ વિસ્તાર ઉપરાંત સમગ્ર દેશમાં રક્ષક દેવી તરીકે પૂજાય છે. માતાજીના પરચા અને વૈભવનો અનોખો ઇતિહાસ છે. રણનો વિશાળ પટ માભોમને રક્ષતા સૈનિકો અને શ્રદ્ધાળુઓથી ઉભરાતો આ રણધ્વિપ ભકિત અને શકિતનો સુભગ સમન્વય છે. વાવ તાલુકાના સુઇગામથી 20 કી.મી. દુર જલોયા ગામની પાસે સૈનિક છાવણીનું સ્થળ નડાબેટ લાખો લોકોની શ્રધ્ધાનું કેન્દ્ર છે. દર વર્ષ ચૈત્ર નોમના દિવસે ભરાતા આ મેળામાં હજારો યાત્રિકો નડેશ્વરી માતાના દર્શને ઉમટી પડે છે. નડાબેટ નજીક આવેલા બી.એસ.એફ.કેમ્પના જવાનો પણ શ્રધ્ધાથી માતાજીની પુજા-આરાધના કરે છે. કોઈ પૂજારી નહિ પણ દેશના જવાનો જ આરતી ઉતારતા હોય તેવું આ અલૌકીક સ્થાનક છે.

    કચ્છના રણમાં અનેક બેટ દ્વીપ આવેલા છે જેમાં નડાબેટ એક ઐતિહાસિક પ્રાચીન બેટ છે

    દેશની સરહદે આવેલા રક્ષક દેવીનો ઇતિહાસ અનોખો છે. એક દંતકથા મુજબ જુનાગઢના રાજા નવધણે પોતાના વિશાળ લશ્કરી કાફલા સાથે પોતાની બહેન જાસલને સિંધના મુસલમાન રાજાની કેદમાંથી છોડાવવા આક્રમણ કરેલ ત્યારે અહીંથી પસાર થતાં નડાબેટ મુકામે મુકામ કરેલ તે વખતે ચારણ કન્યાએ લશ્કરી કાફલાને જમાડી રણનો સલામત રસ્તો બતાવી વિજયના આશીર્વાદ આપેલા હતા. આ ચારણ કન્યા શ્રી નડેશ્વરી માતાજી તરીકે પુજાય છે. કચ્છના રણમાં અનેક બેટ દ્વીપ આવેલા છે જેમાં નડાબેટ એક ઐતિહાસિક પ્રાચીન બેટ છે.
    બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં આવેલું નડેશ્વરી માતાના મંદિરે શા માટે આર્મીના જવાનો પૂજા કરે છે

    દર વર્ષે નડાબેટ ખાતે દર્શનાર્થીઓ મોટી સંખ્યામાં દૂર દૂર થી આવે છે

    હાલ ભલે આ અફાટ રણ હોય પણ આઝાદી પહેલાં નડાબેટની ખુબજ જાહોજલાલી હતી. પુષ્કળ ખડીધાસ થતું. જાગીરદારો તથા માલધારીઓ અહીં રહેતા હતા. કુદરતી ઝરણાં વહ્યા કરતા હતા. દુષ્કાળના વખતમાં લોકો સિંધ પ્રદેશ તરફ મજુરી માટે જતા ત્યારે નડેશ્વરી માતાને વંદન કરીને પ્રસાદી ચડાવીને જતાં હતાં. હાલમાં નડેશ્વરી માતાજીના મંદિરની બાજુએ ગૌશાળા પણ આવેલી છે. જ્યારે બી.એસ.એફ.નો કેમ્પ ઉપરાંત બોર્ડર આઉટ પોસ્ટ ચોકી પણ છે. જ્યાં તાજેતરમાં જ સરકાર દ્વારા સીમા દર્શન માટે વિશેષ વ્યવસ્થા કરેલી છે.

કોરોના વાયરસના કારણે પર્યટકોની સંખ્યામાં ઘટાડો

નડાબેટની રણભૂમિ દેશની રક્ષકદેવી ઉપરાંત આ ભુમિ ઉપર ધણા સંતોએ તપ કરેલી છે. માટે પવિત્ર તપોભુમિ કહેવામાં આવે છે. ત્યારે હાલમાં કોરોના વાયરસની મહામારીના કારણે અહીં પર્યટકોની સંખ્યામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે અન્ય પર્યટક સ્થળ તરીકે ગુજરાતમાં મોટા મોટા સ્થળો આવેલાં છે. જ્યાં દર વર્ષે ગુજરાત અને ગુજરાત બહારની અનેક પર્યટકો અહીં આણંદ માણવા માટે આવતા હોય છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં આવેલા નડેશ્વરી મંદિરને પણ પર્યટક સ્થળ તરીકે લઈ અને તેનું ડેવલોપમેન્ટ કરવામાં આવે તો આગામી સમયમાં પર્યટક લોકો માટે મોટો ફરવાનું સ્થળ બની શકે તેમ છે.

Last Updated : Dec 28, 2020, 1:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.