ETV Bharat / state

પાલનપુર પાલિકાની ચૂંટણીમાં અત્યારસુધીમાં 38 ઉમેદવારોએ ફોર્મ ભર્યાં - બનાસકાંઠાના તાજા સમાચાર

પાલનપુર નગરપાલિકાની ચૂંટણી 28 ફેબ્રુઆરીએ યોજાવાની છે, ત્યારે ચૂંટણી ફોર્મ ભરવાના ચોથા દિવસે 22 વ્યક્તિઓએ ફોર્મ ભર્યા હતાં. જેથી 4 દિવસમાં કુલ 38 ફોર્મ ભરાઈ ચૂક્યાં છે. જેમાં કોંગ્રેસના કેટલાંક ઉમેદવારોએ પણ મેન્ડેટ મળવાની આશાએ ફોર્મ ભર્યું હતું, તો પાલનપુર પાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના પણ ઉમેદવારોએ ફોર્મ ભરી એન્ટ્રી કરી છે.

પાલનપુર પાલિકાની ચૂંટણીમાં અત્યારસુધીમાં 38 ઉમેદવારોએ ફોર્મ ભર્યાં

author img

By

Published : Feb 11, 2021, 9:01 PM IST

  • ચાર દિવસમાં કુલ 38 ફોર્મ ભરાયાં
  • આમ આદમી પાર્ટીના 09 ઉમેદવારોએ ભર્યાં ફોર્મ
  • ભાજપના ઉમેદવારો યાદી જાહેર થવાની જુએ છે રાહ
  • ફોર્મ ભરવાના ચોથા દિવસે કોંગ્રેસ, AAP તેમજ અપક્ષે ભર્યાં ફોર્મ
  • અત્યાર સુધીમાં 27 કોંગ્રેસ, AAP 09 તેમજ 02 ફોર્મ અપક્ષે ભર્યાં

બનાસકાંઠા: પાલનપુર નગરપાલિકામાં અત્યારસુધી 44 બેઠકો માટે 284 ફોર્મનું વિતરણ થઈ ચૂક્યું છે. 284 લોકોએ ફોર્મ લીધાં બાદ બીજા દિવસથી ફોર્મ ભરવાનું શુભ મુહૂર્ત નેતાઓએ કર્યું હતું. જેમાં ગત 4 દિવસમાં કુલ 38 ફોર્મ ભરાયાં છે. ચોથા દિવસે વોર્ડ નંબર 1થી 6માં 11 ફોર્મ અને 6થી11માં પણ 14 ફોર્મ ભરાયાં હતા. જેમાં હવે AAP એટલે કે, આમ આદમી પાર્ટીની પણ એન્ટ્રી થઈ ચૂકી છે. AAP પાર્ટીમાંથી અત્યારસુધી 09 ફોર્મ ભરાઈ ચૂક્યાં છે. જો કે, હજુ સુધી કોંગ્રેસ-ભાજપે ઉમેદવારોની યાદી જાહેર નહીં કરી હોવાથી ભાજપ તરફથી કોઈ જ ફોર્મ ભરાયું નથી, જ્યારે કોંગ્રેસ પક્ષે ઉમેદવારી કરવા માંગતા તમામ લોકોને ચૂંટણી ફોર્મ ભરવાની સૂચના આપતાં અત્યારસુધી કોંગ્રેસ પક્ષમાંથી 27 વ્યક્તિઓએ મેન્ડેટની આશાએ ફોર્મ ભર્યું હતું.

અત્યાર સુધી કયા પક્ષમાંથી કેટલાં ફોર્મ ભરાયાં

વોર્ડકોંગ્રેસAAPઅપક્ષ
01020100
02000000
03000000
04070000
05050001
06000200
07040100
08010001
09040100
10000100
11040300
કુલ270902

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.