- મોડાસામાં ગઈકાલે રવિવારના રોજ કોંગ્રેસે વિજય સંકલ્પ સંમેલન યોજ્યું
- AICCના સભ્ય મધુસુદન મિસ્ત્રી સાથે જિલ્લાના તથા પ્રદેશના નેતાઓ ઉપસ્થિત
- આત્મવિશ્વાસમાં વૃદ્વિ કરવા માટે વિજય સંકલ્પ સંમેલનનું આયોજન
અરવલ્લી: મોડાસામાં ગઈકાલે રવિવારના રોજ કોંગ્રેસે વિજય સંકલ્પ સંમેલન યોજાયું હતું. જેમાં AICCના સભ્ય મધુસુદન મિસ્ત્રી સાથે જિલ્લાના તથા પ્રદેશના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસ દ્રારા ઉમેદવારો અને કાર્યકરોમાં ઉત્સાહ સાથે આત્મવિશ્વાસમાં વૃદ્વિ કરવા માટે આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઉમેદવારો અને કાર્યકરોમાં ઉત્સાહ સાથે આત્મવિશ્વાસમાં વૃદ્વિ કરવા માટે વિજય સંકલ્પ સમંલેનનું આયોજન
અરવલ્લીના મોડાસામાં કોંગ્રેસ દ્રારા ઉમેદવારો અને કાર્યકરોમાં ઉત્સાહ સાથે આત્મવિશ્વાસમાં વૃદ્વિ કરવા માટે વિજય સંકલ્પ સમંલેનનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં AICCના સભ્ય મધુસુદન મિસ્ત્રી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સંમેલનમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓના ઉમેદવારો તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. નોંધનીય છે કે, ગત વખતે જિલ્લા પંચાયતમાં કોગ્રેસે 30માંથી 22 કબજે કરીને ભવ્ય જીત મેળવી હતી. જ્યારે મોડાસા તેમજ બાયડ નગરપાલિકામાં કોંગ્રેસની હાર થઇ હતી. વળી 6 તાલુકા પંચાયતોમાંથી 4માં કોંગ્રેસનું શાસન રહ્યુ હતું.
કોંગ્રેસ માટે પડકાર
કોંગ્રેસ સામે આ વખતે BTP અને AIMIM એક પડકાર સમાન છે. BTPના ઉમેદવારો ભિલોડા અને મેઘરજમાં કોંગ્રેસના વોટોનું ધ્રુવીકરણ કરી શકે છે. તો મોડાસા નગરપાલિકામાં AIMIMના ઉમેદવારો સામે સીધી ટક્કર છે.