અરવલ્લીઃ જિલ્લાના મોડાસા ખાતે સર પી. ટી. સાયન્સ કોલેજમાં સીલેમ રંગા રેડી સ્ટાર્ટ અપ ક્ષેત્રે દેશ દુનિયામાં પ્રખ્યાત છે. તેમણે યુવાનોને ડિફેન્સ ક્ષેત્રમાં ઈનોવેશનની ભુમિકા વિષયે સ્ટાર્ટ અપની માહિતી આપી હતી. આ રાજ્યકક્ષાના સેમિનાર માટે ગુજકોસ્ટ ગાંધીનગર ઈનોવેશનના એડવાઈઝર અને મેમ્બર સેક્રેટરી ડૉ. નરોત્તમ સાહૂ “નવો શૈક્ષણિક યુગ” વિષયે વિધાર્થીઓને પ્રેરિત થવા સંદેશો પાઠવી શુભેચ્છાઓ પાઠવી હતી.
આ સેન્ટરના ઉપક્રમે 15થી વધુ પ્રોજેક્ટને આર્થીક સહાય અને માર્ગદર્શન આપવામાં આવેલું છે. શોધ એક દિવસીય સ્ટેટ લેવલ સેમીનારમાં 25થી વધુ પ્રોજેક્ટ, 50 પોસ્ટ પ્રોજેક્ટ, 10 ઓરલ પ્રેજેન્ટેશન અને 300થી વધુ ઇનોવેટર વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.