અરવલ્લીઃ જિલ્લામાં કોરોના મહામારીના સમયે સામજીક સંસ્થાઓ, કંપનીઓ તેમજ વ્યક્તિગત રીતે લોકો સરકારને મદદરૂપ થવા માટે ખૂલ્લા મને મદદ કરી રહ્યા છે, ત્યારે મોડાસા શહેરની ધી સર્વોદય સહકારી બેંક લી. ના ચેરમેન ઇકબાલહુસેન.જી.ઇપ્રોલીયા હસ્તે મુખ્યપ્રધાન ગુજરાત રાજ્યના રાહત ફંડમાં 1 લાખ રૂપિયા તેમજ વડાપ્રધાન રાહત ફંડમાં 1 લાખ રૂપિયાનો ચેક જિલ્લા કલેક્ટર અમૃતેશ ઔરંગાબાદકરને સોંપવામાં આવ્યો હતો.
![મોડાસાની સર્વોદય બેંકે રાહત ફંડમાં 1-1 લાખનો આપ્યો ચેક](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-arl-02-bank-donation-photo-gj10013jpg_04042020185615_0404f_1586006775_966.jpg)