- વિટામીન સી વાળા ફળોની માગ વધતા ભાવ આસમાને
- લીબુંના ડબલ જ્યારે મોસંબી અને સંતરાના ચાર ગણા ભાવ
- ગુજરાત સહિત અરવલ્લીમાં પોઝિટિવ કેસમાં સતત વધારો
અરવલ્લી: ગુજરાત સહિત અરવલ્લીમાં પોઝિટિવ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોના વાઇરસ સામે રક્ષણ મેળવવા તબીબો અને નિષ્ણાંતો દ્રારા શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવાની સતત સલાહ આપવામાં આવી રહી છે. જેમાં નિયમીત વ્યાયામ અને આર્યુવેદીક જડીબુટ્ટીઓનું સેવન પણ ફાયદાકારક છે. તેવું નિષ્ણાંતોનું માનવું છે. સાથે-સાથે રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે વિટામીન સી પણ એટલું જ આવશ્યક હોવાથી લોકો લીંબુ, સંતરા અને મોસંબીનું સેવન વધુ પ્રમાણમાં કરી રહ્યા છે. આ ફળોની માગની સામે સપ્લાય ઓછી હોવાથી ભાવમાં ધરખમ વધારો થયો છે.
આ પણ વાંચો: કોરોના કાળમાં લીલા નાળિયેરના ભાવમાં સતત વધારો
લીંબુ-સંતરા અને મોસંબીના સેવનથી રોગપ્રતિકારક શક્તિ વધે છે
લીંબુમાં વિટામીન સીનું પ્રમાણ ઘણું જ હોય છે. જેનાથી શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારવામાં મદદ મળે છે. સંતરા અને મોસંબીમાં વિટામિન સી સાથે ફાઇબર પણ વિપુલ માત્રામાં મળે છે. તેથી કોરોનાથી બચવા માટે લોકોએ રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે વિટામિન સી વાળા ફળોનો ઉપયોગ વધારી દીધો છે.અગાઉ 50થી 60 રૂપિયા કિલો મળતા લીંબુ આજે 100થી 120 રુપિયે મળી રહ્યા છે. જ્યારે મોસંબી અને સંતરા 50 રૂપિયા કિલો મળતા હતા. જે આજે 200 રૂપિયા કિલો બજારમાં વેચાઇ રહ્યા છે.
આ પણ વાંચો: કોરોના કાળમાં વિટામીન-Cના સૌથી મોટો સ્ત્રોત લીંબુનો ભાવ સાતમા આસમાને