ETV Bharat / state

ફી નહીં તો ઓનલાઇન શિક્ષણ નહીં, અરવલ્લી જિલ્લાની ખાનગી શાળાઓનો નિર્ણય - Opposition to the government's circular

રાજ્ય સરકાર દ્વારા શાળાઓમાં શૈક્ષણિક કાર્ય શરૂ ન થાય ત્યાં સુધી બાળકો પાસેથી ફી વસુલવા પર પ્રતિબંધ મુકતો પરિપત્ર બહાર પાડયો છે. જેની સામે રાજ્યભરની ખાનગી શાળાઓ વિરોધ નોંધવી રહી છે. ત્યારે અરવલ્લી જિલ્લાની 50 શાળાઓના પ્રતિનિધિઓએ ઓનલાઈન શિક્ષણ બંધ કરવાનો નિર્ણય કર્યો છે, તેમજ તેમણે સરકાર પરિપત્ર પાછો ખેંચે તેવી માગ કરી હતી.

rivate schools in Aravalli
ફી નહી તો ઓનલાઇન શિક્ષણ નહિ, અરવલ્લી જિલ્લાની ખાનગી શાળાઓનો નિર્ણય
author img

By

Published : Jul 23, 2020, 5:32 PM IST

અરવલ્લીઃ રાજ્ય સરકાર દ્વારા શાળાઓમાં શૈક્ષણિક કાર્ય શરૂ ન થાય ત્યાં સુધી બાળકો પાસેથી ફી વસુલવા પર પ્રતિબંધ મુકતો પરિપત્ર બહાર પાડયો છે. જેની સામે રાજ્યભરની ખાનગી શાળાઓ વિરોધ નોંધવી રહી છે. ત્યારે જિલ્લાની 50 શાળાઓના પ્રતિનિધિઓએ ઓનલાઈન શિક્ષણ બંધ કરવાનો નિર્ણય કર્યો છે, તેમજ તેમણે સરકાર પરિપત્ર પાછો ખેંચે તેવી માગ કરી હતી.

ફી નહી તો ઓનલાઇન શિક્ષણ નહિ, અરવલ્લી જિલ્લાની ખાનગી શાળાઓનો નિર્ણય

રાજ્ય સરકાર દ્વારા પરીપત્ર જાહેર કરી ખાનગી શાળાઓને જ્યાં સુધી શાળામાં શૈક્ષણિક કાર્ય શરૂ ન થાય ત્યાં સુધી શિક્ષણ ફી નહી વસુલવાની તાકીદ કરી છે. સરકારના આ નિર્ણયના વિરોધમાં અરવલ્લી જિલ્લાના 6 તાલુકામાં આવેલી 50થી વધુ ખાનગી શાળાઓના સંચાલક પ્રતિનિધિઓની નગરની સર્વોદય હાઇસ્કુલમાં બેઠક મળી હતી.

આ બેઠકમાં ઓનલાઇન શિક્ષણ તાત્કાલીક ધોરણે બંધ કરી દેવાનો નિર્ણય કર્યો હતો. આ ઉપરાંત બિન શૈક્ષણિક કાર્ય પણ બંધ કરવાનું નક્કી કરવામાં આવ્યુ હતું.

ખાનગી શાળાના સંચાલકોના જણાવ્યા અનુસાર શિક્ષણ વિભાગે અન્યાયી પરીપત્ર જાહેર કર્યો છે, તેનાથી સ્વનિર્ભર શાળાઓ શિક્ષકોને પગાર નહી આપી શકે, જેથી મહામંડળના આદેશથી ઓનલાઇન શિક્ષણ બંધ કરવાનો નિર્ણય કર્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.