- મોડાસામાં વીજતંત્રનો ભ્રષ્ટાચાર બહાર આવ્યો
- યુજીવીસીએલના અધિકારીએ મીટર કૌભાંડ આચર્યુ
- ઝૂંપડાઓમાં લગાવવાના 800 મીટરની કામગીરીમાં ભ્રષ્ટાચાર
- મીટર દીઠ 6000 રુપિયા પડાવ્યાં
મોડાસાઃ અરવલ્લી જિલ્લાના મોડાસામાં યુજીવીસીએલના કર્મચારીઓ દ્રારા ઝૂંપડપટ્ટીમાં આવેલ છાપરાંઓ માટે મંજૂર થયેલાં 800 જેટલા મીટરોની કામગીરીમાં ભ્રષ્ટાચાર કરી પાકા મકાનોમાં લગાવ્યા આવ્યાં હોવાથી તપાસનો ધમધમાટ શરુ થયો છે. જાગૃત નાગરિકની ફરિયાદના આધારે હિંમતનગર સર્કલ વિજિલન્સની ટીમે મોડાસા યુજીવીસીએલ કચેરીમાં છેલ્લાં બે દિવસ ધામા નાખી આ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પરંતુ હાલ એક પણ અધિકારી મગનું નામ મરી પાડવા તૈયારી નથી.
એક જાગૃત નાગરિકની અરજીના આધારે હિંમતનગર સર્કલ વિજિલન્સની ટીમે મોડાસા યુજીવીસીએલ કચેરીમાં બે દિવસ ધામા નાખી તપાસ કરી હતી.જેમાં ગરીબોના મંજૂંર થયેલા 800 જેટલા વીજ મીટરના જોડાણ પૈસાદાર લોકોને ત્યાં નાખી દઈ કનેકશન દીઠ રૂ.6000ની રોકડી કરી લીધી હોવાનો પર્દાફાશ થયો છે. આ કૌભાંડમાં મોડાસા યુ.જી,વી.સી,એલ.ના એક અધિકારી સહિત કેટલાક કર્મચારીઓ, નગરપાલિકાના અધિકારી, વચોટીયા વાયરમેનની સંડોવણી હોવાનું બહાર આવ્યાં હોવાની ચર્ચાઓ થઇ રહી છે
વિજિલન્સ ટીમના અધિકારીઓએ બંધબારણે તપાસ કરી
વિજિલન્સ ટીમના અધિકારીઓએ કુલળીમાં ગોળ ભાંગ્યો છે ત્યારે સમગ્ર કૌભાંડ બહાર આવશે કે પછી દબાવી દેવામાં આવશેે તે તો આવનાર સમય જ બતાવશે.