ETV Bharat / state

અરવલ્લીના મોડાસામાં કોરોનાના કારણે શબ-એ-બારાતની સાદગીપૂર્ણ કરાઇ ઉજવણી - કોરોનાની અસર

સમગ્ર દેશમાં કોરોનાની મહામારી વધતી જાય છે, ત્યારે હોળી-ધૂળેટી, શબ-એ-બારાત જેવા તહેવાર પણ છે. પરંતું કોરોનાના કારણે સમગ્ર દેશમાં બન્ને તહેવારોની ઉજવણી સાદગીપૂર્ણ જોવા મળી રહી છે. કોરોનાના કારણે સરકારે તહેવારોને ઉજવવાની મનાઇ ફરમાવી નથી પણ તેમાં કાળજી રાખવાનું જણાવવામાં આવ્યું છે. અરવલ્લી જિલ્લાના મોડાસામાં શબ-એ-બારાતની સાદગીપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવામાં આવતા મસ્જીદ તેમજ કબ્રસ્તાનમાં પાંખી હાજરી જોવા મળી હતી.

અરવલ્લીના મોડાસામાં કોરોનાના કારણે શબ-એ-બારાતની સાદગીપૂર્ણ કરાઇ ઉજવણી

author img

By

Published : Mar 29, 2021, 3:29 PM IST

Updated : Mar 29, 2021, 6:13 PM IST

  • કોરોનાના પગલે સાદગીપૂર્ણ ઉજવણી કરાઇ
  • આ રાત્રે લોકો તેમના પરિવારના મૃતકો માટે પણ પ્રાર્થના કરે છે
  • આ દિવસ પવિત્ર રમજાન મહિનાની શરૂઆતના 15 દિવસ પહેલા ઉજવવામાં આવે છે

અરવલ્લીઃ જિલ્લાના મોડાસામાં શબ-એ-બારાતની ઉજવણી કરવામાં આવી હતી. મોડાસાના મુસ્લિમ લોકોએ રવિવારના રોજ સૂર્યાસ્ત પછી તહેવારની ઉજવણી કરી હતી. જોકે કોરોનાની ગાઇનલાઇનનું પાલન કરી મોટા ભાગના લોકોએ કબ્રસ્તાનમાં જીયારત કરવાનું ટાળ્યુ હતું અને ઘરે રહીને ઇબાદત કરી હતી. શબ-એ-બારાતના દિવસે શ્રદ્વાળુઓ ઉપવાસ કરે છે અને વર્ષ દરમિયાન કોઇના સાથે ઝઘડો કે મનદુ:ખ થયું હોય તો માફી માંગે છે. આ દિવસ પવિત્ર રમજાન મહિનાની શરૂઆતના લગભગ 15 દિવસ પહેલા ઉજવવામાં આવે છે. શબ-એ-બરાત શબ અને બારાત એમ બે શબ્દોથી બનેલો છે. શબ એટલે રાત અને બારાત એટલે નિર્દોષ છૂટકારો અથવા મુક્તિ. મુસ્લિમો માટે આ રાત ઇબાદતની દ્રષ્ટિએ ખૂબ મહત્વની છે. એવું માનવામાં આવે છે કે આ પવિત્ર રાત્રે, બધા માણસોનું ભાગ્ય આગામી વર્ષ માટે નક્કી કરવામાં આવે છે.

અરવલ્લીના મોડાસામાં કોરોનાના કારણે શબ-એ-બારાતની સાદગીપૂર્ણ કરાઇ ઉજવણી

આ પણ વાંચોઃ અંબાજીમાં કોરોના ગાઇડલાઇનના પાલન સાથે હોલિકા દહન કરવામાં આવ્યું

શબ ક્યારે શરૂ થાય છે ?

ઇસ્લામમાં શબ-એ-બારાતને ઇબાદતની રાત માનવામાં આવે છે. તે ઇસ્લામિક કેલેન્ડરના આઠમા મહિનાના શાબાનની 15 મી તારીખે આવે છે. આ વખતે રવિવાર સૂર્યાસ્ત પછી તરત જ શબ-એ- બારાત શરૂ થઇ હતી અને સોમાવારના સૂર્યોદય સુધી ઉજવણી કરવામાં આવી હતી . ઇસ્લામિક કેલેન્ડર મુજબ તારીખમાં પરિવર્તન સૂર્યાસ્ત પછી થાય છે. આ દિવસે મુસ્લિમો તેમના ઘરોમાં વિવિધ પ્રકારની વાનગીઓ બનાવે છે.

આ પણ વાંચોઃ શબ-એ-બરાતની રાત્રે ઘરમાં જ નમાઝ-ઈબાદત કરવાની વકફ બોર્ડે કરી અપીલ

આ રાત્રે ઇબાદતનું મહત્વ

ઇસ્લામિક માન્યતાઓ અનુસાર, એવું માનવામાં આવે છે કે અલ્લાહ તેના શ્રદ્વાળુ પર શબ-એ-બારાતનાં દિવસે ઘણા ખુશ હોય છે અને આ રાત્રે પ્રાર્થના કરનારાઓને તે માફ કરે છે. આ દિવસે મુસ્લિમો અલ્લાહની આરાધના કરે છે. તેઓ પાપોને યાદ કરી અલ્લાહ સમક્ષ ક્ષમા માંગે છે. આ જ કારણ છે કે તેને મુક્તિની રાત પણ કહેવામાં આવે છે. શબ-એ-બારાતમાં રાતભર નમાઝ અને કુરાનનું પઠન કરવામાં આવે છે. આ રાત્રે લોકો તેમના પરિવારના મૃતકો માટે પણ પ્રાર્થના કરે છે .

Last Updated : Mar 29, 2021, 6:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.