ETV Bharat / state

અરવલ્લી SOGએ સગીરાનું અપહરણ કરનારા આરોપીને રાજકોટથી ઝડપ્યો

અરવલ્લી જિલ્લાના મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બે વર્ષ અગાઉ સગીરાનું અપહરણ થયું હતું. આ અંગે મોડાસા તાલુકાના મહાદેવપુરા ગામના કરણસિંહ ઉર્ફે પિંટો બાલુસિંહ ચૌહાણ સામે ફરિયાદ નોંધાઇ હતી. જો કે, છેલ્લા બે વર્ષથી આરોપી પોલીસની પકડથી દૂર હતો. પોલીસે આ આરોપીને રાજકોટથી ઝડપી પાડ્યો છે.

સગીરાનું અપહરણ કરનાર આરોપી કરણસિંહ ઉર્ફે પીન્ટો બાલુસિંહ ચૌહાણ

author img

By

Published : Feb 4, 2021, 5:54 PM IST

  • મોડાસામાં બે વર્ષ અગાઉ સગીરાનું અપહરણ થયું હતુ
  • મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી
  • રાજકોટના પડવાલ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાંથી મળ્યો હતો

મોડાસા (અરવલ્લી) : જિલ્લાના મોડાસામાં બે વર્ષ અગાઉ સગીરાનું અપહરણ થતા ચકચાર મચી હતી. સગીરાના પરિવારજનોએ આરોપી કરણસિંહ ઉર્ફે પીન્ટો બાલુસિંહ ચૌહાણ પર આક્ષેપ કરી મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં આરોપી વિરૂદ્વ ગુન્હો નોંધાયો હતો. જોકે, આ ગુન્હાનો આરોપી કરણસિંહ ઉર્ફે પીન્ટો બાલુસિંહ ચૌહાણ છેલ્લા બે વર્ષથી ફરાર હતો. પોલીસને બાતમી મળી હતી કે, આરોપી રાજકોટ જિલ્લાના પડવાલા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં રહે છે. પોલીસે બાતમીના આધારિત સ્થળ પર તપાસ કરતા આરોપી મળી આવતા તેને ઝડપી લીધો હતો.

મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો

મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં છેલ્લા બે વર્ષથી ફરાર આરોપીની અટકાયત કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.