ETV Bharat / state

ખુબ જ ગંભીર મ્યુકરમાઇકોસિસ: જાણો વર્લ્ડમાં ત્રીજી અને દેશની પ્રથમ સર્જરી આણંદમાં આવી સામે - anand in mucormycosis

કોરોનાની મહામારીએ માનવ જીવન પર ગંભીર અસરો ઉભી કરી છે. સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારો માટે આ બીમારીની પીડા ન કહેવાય કે ના સેહવાઈ એ હદ સુધી હાવી બની રહી છે. અમુક પરિવારમાં દર્દીનો જીવ બચાવવો કે આર્થિક સ્થિતિ સાચવવી તે એક પ્રશ્ન બની જાય છે. દર્દીઓ કોરોના સામે ઝઝૂમતા ખર્ચાળ બીમારી એવી મ્યુકરમાઇકોસિસ (mucormycosis)નો ભોગ બને છે. જેમાં પરિવારને આર્થિક સંકડામણ સાથે માનસિક તણાવમાંથી પસાર થવું પડે છે, આવો જ એક કિસ્સો આણંદમાં સામે આવ્યો છે.

ખુબ જ ગંભીર મ્યુકોરમાઇકોસિસ
ખુબ જ ગંભીર મ્યુકોરમાઇકોસિસ
author img

By

Published : May 26, 2021, 3:31 PM IST

  • મ્યુકરમાઇક્રોસિસની બીમારીએ પરિવારની મુસીબત વધારી
  • ઘરના આધાર સમા વિમલ દોશી પર થઈ 7થી વધુ સર્જરી
  • સામાન્ય પરિવારે 41.75 લાખનો ખર્ચ કર્યો

આણંદઃ મૂળ રાજકોટના અને છેલ્લા થોડા વર્ષોથી અમદાવાદમાં સ્થાયી થયેલા દોશી પરિવારે કોરોના અને મ્યુકરમાઇકોસિસ(Mucormycosis)બન્ને બીમારીઓની આર્થિક, માનસિક અને શારીરિક આપદાનો સામનો કરવાનો વારો આવ્યો છે. જેમાં પરિવારની આર્થિક અને માનસિક સ્થિતિ ડામાડોળ બની ગઈ છે.

ખુબ જ ગંભીર મ્યુકોરમાઇકોસિસ

આ પણ વાંચોઃ રાજ્ય સરકાર મ્યુકરમાઇકોસિસની સારવાર માટે સજ્જ, બાળકો માટે અલગ બેડની વ્યવસ્થા

કોરોના મહામારીની ઝપેટમાં આખું દોશી પરિવાર સપડાયું હતું

સામાન્ય વર્ગમાંથી આવતા દોશી પરિવારના મોભી એવા વિમલભાઈ ખાનગી ફાર્મા કંપનીમાં એમ.આર.તરીકે નોકરી કરતા હતા. કોરોના મહામારીની ઝપેટમાં આખું દોશી પરિવાર સપડાયું હતું.

વિમલભાઈની સ્થિતિ ગંભીર બનતા તેમને 40થી 45 દિવસ સુધી હોસ્પિટલમાં સારવાર લીધી હતી

શરૂઆતના સમયમાં પરિવારે હોમ ક્વોરન્ટાઇન રહી કોરોનાને હરાવ્યો હતો. પરંતુ વિમલભાઈની સ્થિતિ ગંભીર બનતા તેમને 40થી 45 દિવસ સુધી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. તે દરમિયાન તે કોરોનાને હરાવી મ્યુકરમાઇકોસિસનો ભોગ બન્યા અને આજે 7 મહિના જેટલા લાંબા સમયથી આ બીમારી સામે મક્કમ મનોબળથી લડી રહ્યા છે.

ખુબ જ ગંભીર મ્યુકોરમાઇકોસિસ
ખુબ જ ગંભીર મ્યુકોરમાઇકોસિસ

વિમલભાઈ પર એક બાદ એક 7 જેટલી સર્જરી થઈ ચૂકી છે

વિમલભાઈના પરિવાર પર આવી પડેલી આ મુસીબતમાં પરિવાર ખુબજ નાજુક આર્થિક સંકડામણમાંથી પસાર થઈ રહ્યો છે. વિમલભાઈ પર એક બાદ એક 7 જેટલી સર્જરી થઈ ચૂકી છે. અત્યારસુધી દોશી પરિવાર દ્વારા 41.75 લાખનો ખર્ચ કરી ચૂક્યો છે. હજુ પરિવારના જણાવ્યા પ્રમાણે 10થી 12 લાખનો ખર્ચ કરવો પડે તેમ છે.

વિમલ દોશીને દિવાળીમાં કોરોના થયો હતો. કોરોનાની સારવાર લીધી ત્યારબાદ મ્યુકરમાઇક્રોસિસ થયો હતો. તેના માટે તેમણે 7થી 8 હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ લીધી હતી. આ ટ્રીટમેન્ટ પછી તેઓ મારી પાસે શરીરનો દુઃખાવાને લઇને સારવાર માટે આવ્યા હતા.

શરીરના દુઃખાવાને લઇને અમે સીટીસ્કેન અને એમઆરઆઇ દ્વારા તપાસ કરીતો ખબર પડી કે મ્યુકરમાઇક્રોસિસ માથામાં ફેલાઇ ગયો છે. તેના લીધે ઓક્સુમાલિટીસ થઇ ગયો છે. ઓક્સુમાલિટીસ એ મ્યુકરમાઇક્રોસિસ પછી રેર કેસમાં થાય છે. આ વર્લ્ડ લિટરેચરમાં ત્રીજો તેનો કેસ છે. ભારતના લિટરેચરમાં હજુ સુધી પોસ્ટ મ્યુકરમાઇક્રોસિસ ફ્રન્ટલ ઓક્સુમાલિટીસનો કોઇ કેસ નોંધાયો નથી.

આ વિશે તેમના પરિવાર સાથે વાત કરીને તેમની સર્જરી કરવામાં આવી. જેમાં માથાનો આગળનો ભાગ કાઢી નાખ્યો અને મગજ અને નાક વચ્ચે સ્ક્રલબેઝ રહે છે તેને પણ કાઢીને રેઇનફોર્સ કર્યો હતો. તે પછી તેને ઇન્જેક્શન લાઇપોઝોમલ એમ્ફોટરીશીન-બી પર રાખવામાં આવ્યા. આ ઇન્જેક્શનનો ડોઝ વધારીને 6 અઠવાડિયા માટે આપ્યો. ત્યારબાદ ફરી એમઆરઆઇ કરવામાં આવી તેમાં ઘણો ફરક જોવા મળ્યો હતો.

હવે તેમને ઇન્જેક્શન આપવામાં આવતા નથી. પોસાગોનાઝોન દવા પર જ રાખવામાં આવે છે. તેમની ક્લીનીકલ કન્ડીશન સ્ટેબલ છે. તેમને હજુ પણ 3થી 4 સર્જરીની જરૂર છે. જેમાં ઇએનટી લીબ્રાઇમેન્ટ છે. બાકી જે સ્કલબોન કાઢ્યા છે તે ભવિષ્યમાં ટાઇટેનિયમ ઇન્પ્લાન્ટથી રિપ્લેસ કરવાના છે. તેને આ કન્ડીશનમાં દર્દીને સ્કલ અને ફોરહેડમાં સ્વેલિંગ થયુ તે પેઇનફુલ હતું. ઓપરેશન દરમિયાન સ્કીનને હટાવી તો બોર્નમાંથી સતત પરૂ નીકળી રહ્યું હતું- ડો. સંદિપ માવાણી, ન્યુરોસર્જન ઝાયડસ હોસ્પિટલ

ઘણા કિસ્સામાં લોકો નિયમો નેવે મૂકી મહામારીની ગંભીરતા સમજતા નથી

કોવિડ-19ને WHO દ્વારા મહામારી જાહેર કરવામાં આવી છે. સરકાર દ્વારા અવાર-નવાર મહામારી માટેની ગાઈડલાઈન જાહેર કરી લોકોને સલામત રહેવા અપીલ કરવામાં આવે છે. તેમ છતાં, ઘણા કિસ્સામાં લોકો નિયમો નેવે મૂકી મહામારીની ગંભીરતા સમજતા નથી. તેવા વ્યક્તિઓ માટે ઉદાહરણરૂપ ઘટના આણંદમાં સામે આવી છે.

ખુબ જ ગંભીર મ્યુકોરમાઇકોસિસ
ખુબ જ ગંભીર મ્યુકોરમાઇકોસિસ
મ્યુકરમાઇકોસિસની બીમારીએ પરિવારને અઢળક સમસ્યાઓમાં મૂકી દીધો છે

દોશી પરિવારના દુઃખ વિશે વાત કરતા વિમલભાઈના પત્નિ ચાંદનીબેને લોકોને અપીલ કરી હતી કે, આ બિમારી સહેજપણ હળવાશમાં લેવા જેવી નથી, આમ પરિવારની સ્થિતિ બદલાઈ જાય છે. તેમના સુખી જીવનને યાદ કરતા ચાંદની બેને કહ્યું હતું કે, કોરોના અને બાદમાં થયેલા મ્યુકરમાઇકોસિસની બીમારીએ પરિવારને અઢળક સમસ્યાઓમાં મૂકી દીધો છે.

હાલ વિમલભાઈની સ્થિતિ સારી છે

હાલ વિમલભાઈની સ્થિતિ સારી છે, આગામી દિવસોમાં તેમને જરૂરી સર્જરી કરીને ટાઇટેનિયમ ધાતુનું ફોર હેડ મૂકીને સ્થિતિ યોગ્ય કરવામાં આવશે. ત્યાં સુધી વિમલભાઈની મ્યુકરમાઇકોસિસની સારવાર ચાલુ રહેશે.

ખુબ જ ગંભીર મ્યુકોરમાઇકોસિસ
ખુબ જ ગંભીર મ્યુકોરમાઇકોસિસ

દોશી પરિવાર 41.75 લાખની દવા અને ઓપરેશનનો ખર્ચ કરી ચૂક્યો છે

સામાન્ય પરિવારના મુખ્ય વ્યક્તિ જ્યારે આ ખર્ચાળ બીમારીની ઝપેટમાં આવી ગયા, ત્યારે ઘરની બચતના નાણાં, દાગીના વેચીને અને સબંધી-મિત્રો પાસેથી આર્થિક સહાય મેળવી 41.75 લાખની દવા અને ઓપરેશનનો ખર્ચ કરી ચૂક્યો છે.

આ પણ વાંચોઃ પોસ્ટવિભાગે નિવૃત્તિ અધિકારીના પત્નીને મ્યુકરમાઇકોસિસ થતા ત્રણ કલાકમાં પીએફના પૈસા અપાવ્યા

સરકારના નિયમોનું પાલન કરી કોરોના મહામારીમાં પરિવારને સુરક્ષિત રાખવી જરૂરી

ચાંદનીબેને લોકોને અપીલ કરી હતી કે, તમામ નિયમોનું પાલન કરતા હોવા છતાં તેમનો પરિવાર આજે આવી દયનિય સ્થિતિમાં મુકાયો છે. જેની નોંધ લઈ જાહેર જનતા સરકારના નિયમોનું પાલન કરે અને કોરોના મહામારીમાં પરિવારને સુરક્ષિત રાખે.

ખુબ જ ગંભીર મ્યુકોરમાઇકોસિસ
ખુબ જ ગંભીર મ્યુકોરમાઇકોસિસ

કેસની ગંભીરતાને ધ્યાને રાખીને ફોરહેડનું ઓપરેશન કરવાની ફરજ પડી

વિમલભાઈની સારવાર કરનાર ન્યુરો સર્જન ડોક્ટર સંદીપ માવાણી દ્વારા દેશની પ્રથમ સર્જરી આણંદની ઝાયડ્સ હોસ્પિટલમાં ખાતે કરવામાં આવી છે. આ બાબતે ડોક્ટરના જણાવ્યા અનુસાર, વિમાલભાઈને નવેમ્બરમાં કોરોના થયા બાદ મ્યુકરમાઇકોસિસનું ઇન્ફેક્શન લાગ્યું હતું. જેને લઈને અન્ય દવાખાનાઓમાં ઓપરેશન કરાવ્યા બાદ માર્ચ મહિનામાં આણંદની ઝાયડ્સ હોસ્પિટલમાં તેમની સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જે દરમિયાન, જરૂરી રિપોર્ટ કરાવી કેસની ગંભીરતા અંગે પરિવાર સાથે વાત કરી ફોરહેડનું ઓપરેશન કરવાની ફરજ પડી હતી.

ખુબ જ ગંભીર મ્યુકોરમાઇકોસિસ
ખુબ જ ગંભીર મ્યુકોરમાઇકોસિસ

અત્યાર સુધીમાં વિશ્વમાં આવા માત્ર 2 કેસ નોંધાયા હતા

ડોક્ટર માવાણી કહે છે કે મ્યુકરમાઇકોસિસમાં આ પ્રકારનું ઇન્ફેક્શન ખૂબ ઓછું જોવા મળે છે. અત્યાર સુધીમાં વિશ્વમાં આવા માત્ર 2 ઓપરેશન થયા છે. જેમાં, એક ઓપરેશન રશિયા અને અન્ય એક દેશમાં આવો કેસ સામે આવ્યો હતો. જે બાદ ભારતમાં આ ત્રીજો કેસ નોંધાયો છે. ડોક્ટર માવાણી એ જણાવ્યું હતું કે, આ સર્જરી અતિ જટિલ હોય છે. આ કેસમાં વિમલભાઈના ફોરહેડની સર્જરી કરી હાડકું કાઢી નાખવામાં આવ્યું છે. હજુ અન્ય 3થી 4 જેટલી સર્જરી કરી કાઢેલા હાડકાની જગ્યાએ ટાઇટેનયમનું બનેલી નવી સપોર્ટિવ પ્લેટ મૂકી ઓપરેશન કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.