ETV Bharat / state

લોકડાઉનમાં આઈસ્ક્રીમ વેચાણમાં ઘટાડો નોંધાયો: આર.એસ. સોઢી - ice cream selling

ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના MD ડૉક્ટર આર.એસ. સોઢીએ આઈસ્ક્રીમના વેચાણ અને ખરીદી પર કોરોના વાઇરસના સંક્રમણની થયેલી અસર પર મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું.

લોકડાઉનમાં આઈસ્ક્રીમ વેચાણમાં ઘટાડો નોંધાયો: આર એસ સોઢી

author img

By

Published : May 14, 2020, 4:52 PM IST

આણંદ: લોકડાઉનના કારણે છેલ્લા ઘણા સમયથી દેશમાં ધંધા-રોજગાર બંધ હોવાને કારણે આઈસ્ક્રીમના વેચાણ ઉપર થયેલી અસર પર નિવેદન આપતા ગુજરાત મિલ્ક માર્કેટિંગના MD ડૉ આર.એસ. સોઢીએ જણાવ્યું હતું કે, આઈસ્ક્રીમ ઇન્ડસ્ટ્રી રૂપિયા 5 હજાર કરોડની છે. જેમાં મહત્તમ વેચાણ માર્ચ, એપ્રિલ, મે, જૂન એટલે કે ગરમીની સિઝનમાં થતું હોય છે. પરંતુ લોકડાઉનને પગલે આ ઇન્ડસ્ટ્રીએ ઘણી મુસીબતો સહન કરવી પડી છે.

દેશમાં થતા આઈસ્ક્રીમના કુલ વેચાણમાંથી 1 હજાર કરોડનું વેચાણ ફક્ત ગુજરાતમાં થાય છે. જેમાં ગરમીમાં ચાર મહિનામાં 600 કરોડ ઉપરાંતનું વેચાણ થતું હતું, પરંતુ લોકડાઉનના કારણે આ વેચાણમાં 95 ટકા ઘટાડો નોંધાયો હતો. એપ્રિલમાં 85 ટકા વેચાણ ઓછું થયું હતું અને મે માસમાં અત્યારે 60 ટકા ઓછું થયું છે. જે મહિનાના અંત સુધી અંદાજીત 30 ટકા રહશે તેવું અનુમાન છે.

લોકડાઉનમાં આઈસ્ક્રીમ વેચાણમાં ઘટાડો નોંધાયો: આર એસ સોઢી
ડૉ. સોઢીએ જણાવ્યું હતું કે, WHO અને બાળકોના સ્વાસ્થ્ય માટે કાર્ય કરતી સૌથી મોટી સંસ્થા યુનિસેફએ તેમની વેબસાઈટ પર ચોખવટ કરી હતી કેસ, આઈસ્ક્રીમ ખાવાથી કોરોના વાઇરસ ફેલાતો નથી. તેમજ ભારતની સૌથી મોટી ખાદ્યપદાર્થોની સંસ્થા FSSAI એ પણ જાહેર કર્યું છે કે, આઈસ્ક્રીમ ખાવાથી કોરોના થતો નથી.અમૂલ ભારતમાં પ્રથમ નંબરની આઈસ્ક્રીમ વિક્રેતા કંપની છે. જે ગુજરાતમાં 40 ટકા બજાર કવર કરે છે. આથી ગુજરાત સરકારને સોઢી દ્વારા અપીલ કરવામાં આવી હતી કે, ગુજરાતમાં લોકોમાં આઈસ્ક્રીમની માગ વધી છે. તો આઈસ્ક્રીમ પાર્લરને પણ અન્ય આવશ્યક ચીજવસ્તુઓની જેમ વેચાણની અનુમતિ આપવામાં આવે. જેથી આવનાર સમયમાં ગ્રાહકો તેમના મનપસંદ સ્વાદનો આનંદ માણી શકે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.