ETV Bharat / state

ખંભાતની વિદ્યાર્થીનીઓ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં નવી દિલ્હી ખાતે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે

ખંભાતની શ્રીમતી કે. ડી. પટેલ હાઇસ્કૂલની વિદ્યાર્થીનીઓએ સમગ્ર રાજ્યમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરતા રાજ્યની શ્રેષ્ઠ કૃતિમાં સ્થાન મેળવી ખંભાત તેમજ આણંદ જિલ્લાનું ગૌરવ વધાર્યુ છે, ત્યારે શાળા દ્વારા તેમને અને તેમના માર્ગદર્શક શિક્ષકોને શાળા તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

ખંભાત
ખંભાત
author img

By

Published : Jun 27, 2021, 10:57 PM IST

  • ખંભાતના રાલેજની કે.ડી.પટેલ હાઈસ્કૂલનું ગૌરવ
  • નિબંધ લેખન તથા પોસ્ટર પેઇન્ટિંગ સ્પર્ધામાં સમગ્ર રાજ્યમાં પ્રથમ
  • આગામી સમયમાં રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં નવી દિલ્હી ખાતે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે

આણંદ: PCRA તથા Ministry Of Petroleum and Natural Gas- Govt. Of India- New Delhi દ્વારા ઉર્જા બચાવ અને પુન:નિર્મિત ઉર્જાના ઉપયોગ અનુસંધાને આયોજિત નિબંધ લેખન તેમજ પોસ્ટર પેઈન્ટીંગ સ્પર્ધામાં શ્રીમતી કે. ડી. પટેલ હાઇસ્કૂલ-રાલેજની ધોરણ 9ની વિદ્યાર્થીની હિનલ ભાવિનભાઈ પટેલે સમગ્ર રાજ્યમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરતા રાજ્યની શ્રેષ્ઠ કૃતિમાં સ્થાન મેળવી ખંભાત તેમજ આણંદ જિલ્લાનું ગૌરવ વધાર્યુ છે.

આ પણ વાંચો: Exclusive: રીક્ષા ડ્રાઇવરની દીકરી બોક્સિંગમાં રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે

શાળાએ પાઠવ્યા અભિનંદન

આ ઉપરાંત શાળાની ધોરણ 9ની અન્ય બે વિદ્યાર્થીની વિધિ સંજયભાઈ પટેલ તથા ખુશી રાજુભાઈ પટેલ નિબંધ લેખન તેમજ પોસ્ટર પેઈન્ટીંગ સ્પર્ધામાં ઉત્તમ પ્રદર્શન કરતા આ બંને કૃતિઓને પણ રાજ્યની શ્રેષ્ઠ પાંચ કૃતિઓમાં સ્થાન મળ્યું છે. શાળાની આ અપ્રતિમ સિદ્ધિ બદલ કેળવણી મંડળ પરિવાર તથા શાળા પરિવાર વિદ્યાર્થીનીઓ તથા તૈયાર કરનાર શિક્ષકોને અભિનંદન આપતા અત્યંત આનંદ અને ગૌરવની લાગણી અનુભવે છે અને આગામી રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા માટે શુભેચ્છા પાઠવે છે. આ પ્રસંગે શાળાના આચાર્ય ડો. કમલેશ પટેલ તથા પ્રમુખ સંજયભાઈ પટેલે ત્રણે દીકરીઓ તથા તેમને તૈયાર કરનાર શિક્ષકો દીપક પટેલ તથા મગનભાઈ દરબારને અભિનંદન પાઠવ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.