ETV Bharat / state

Police Dog Old Age Home: નિવૃત્ત પોલીસ ડોગ માટે આણંદમાં રાજ્યનું પ્રથમ શ્વાન વૃદ્ધાશ્રમ શરુ કરાયુ - ડોગ સેન્ટર

દેશમાં પ્રથમ ઉત્તરપ્રદેશ રાજ્યના મેરઠ બાદ ગુજરાત રાજ્યના આણંદ ખાતે બનેલા દેશના બીજા અને રાજ્યના પ્રથમ ઓલ્ડ એજ હોમ ફોર પોલીસ ડોગ સેન્ટરનું આજે 25 જુલાઈના રોજ રાજ્યના DGP આશિષ ભાટીયા દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું, આ સેન્ટરમાં હાલના તબક્કે 20થી 25 જેટલા નિવૃત્ત ડોગને રાખીને વેટરનરી નિષ્ણાંતો દ્વારા તેમની દેખભાળ રાખવામાં આવશે.

aPolice Dog Old Age Home
aPolice Dog Old Age Home
author img

By

Published : Jul 25, 2021, 8:56 PM IST

Updated : Jul 25, 2021, 9:02 PM IST

  • રાજ્યનું પ્રથમ અને દેશનું બીજું સેન્ટર થયું શરૂ
  • રાજ્યના DGP આશિષ ભાટિયાએ કર્યું ઉદઘાટન
  • 11 જેટલા નિવૃત ડોગને મળ્યું પોતાની ઘર
  • રાજ્યની ખ્યાતનામ વેટરનરી હોસ્પિટલના કારણે આણંદ સેન્ટરની થઈ પસંદગી

આણંદ: પોલીસ વિભાગમાં વર્ષોથી ગુનાઓનો ભેદ ઉકેલવા આરોપીનું પગેરું શોધવા માટે ગુજરાત પોલીસના તમામ પોલીસ મથકોએ ગુનાઓનો ભેદ ઉકેલવા માટે શ્વાનનો ઉપયોગ થતો આવે છે, જેને આપવામાં આવેલી સ્પેશિયલ ટ્રેનિંગની મદદથી આ શ્વાન તેની સૂંઘવાની શક્તિથી બોમ્બ સહિતની એક્સપ્લોઝીવ વસ્તુઓ શોધવા સાથે નશીલા પદાર્થો તેમજ દુર્ઘટના સમયે પણ આરોપીને શોધવામાં મદદરૂપ થતાં સ્નીફર ડોગની મહત્વપુર્ણ ભુમિકા હોય છે. સરકારી નિયમ મુજબ આ શ્વાનને ચોક્કસ સમય બાદ નિવૃત્તિ આપવામાં આવતી હોય છે, જેથી નિવૃત્ત થઈ ગયેલા આવા ડોગને આ સેન્ટરમાં રાખીને નિષ્ણાંતો અને તબીબો દ્વારા તેમની દેખભાળ રાખવામાં આવશે. આ માટે વેટરનરી સાયન્સ કોલેજ સાથે ગુજરાત સરકાર દ્વારા MOU કર્યા છે અને ડોગની સાચવણી, મેડીકલ તપાસ સહિત તમામ પ્રકારની સેવાઓ બજાવશે.

નિવૃત્ત પોલીસ ડોગ માટે આણંદમાં રાજ્યનું પ્રથમ શ્વાન વૃદ્ધાશ્રમ શરુ કરાયુ

આ પણ વાંચો- હવે ડોગ-ક્વોડ પકડશે ગાંજો, સ્વાનને અપાશે નારકોટિક્સ અને રેસ્ક્યૂની ટ્રેનિંગ

આણંદ પર ઉતારાઈ પસંદગી

ઉલ્લેખનીય છે કે, ગુજરાત પોલીસમાંથી નિવૃત્ત થયેલા અધિકારીઓને સરકારી લાભો સહિતની તમામ પ્રકારની સુવિધાઓ મળતી હોય છે. જ્યારે પોલીસને ગુનાઓ શોધવામાં મદદરૂપ થનારા ડોગ નિવૃત્ત થઈ ગયા બાદ રખડતા ન થઈ જાય તે માટે ગુજરાત સરકારે આ પહેલ કરી છે અને તેના માટે આણંદ પર પસંદગી ઉતારી છે. તેની પાછળ અહીંયા વેટરનરી હોસ્પિટલ સહિત તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ હોવાનું જાણવા મળ્યું છે.

Police Dog Old Age Home
શ્વાનની યાદી

હેડક્વાર્ટર માટે બીજી જગ્યા ફાળવવામાં આવશે

દેશમાં આ પ્રકારનું પ્રથમ ડોગ સેન્ટર ઉત્તરપ્રદેશના મેરઠમાં ઈન્ડિયન આર્મી દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. ત્યારબાદ આ બીજુ સેન્ટર ગુજરાતમાં અને તે પણ આણંદમાં કાર્યરત કરાયું છે. આ માટે આણંદની DSP કચેરીએ આવેલા ક્વાર્ટર ખાતે તમામ પ્રકારની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. આગામી સમયમાં હેડક્વાર્ટર માટે બીજી જગ્યા ફાળવવામાં આવશે ત્યારે તેનો વ્યાપ વધારવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.

આ પણ વાંચો- વડોદરા શહેર પોલીસના વફાદાર સ્નિફર ડોગ મીનાને અંતિમ સન્માન

હાલ 11 ડોગને આણંદના સેન્ટરમાં લાવવામાં આવ્યા: DGP

DGP આશિષ ભાટિયાએ જણાવ્યું હતુ કે, ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા સ્નીફર, જર્મન-બેલ્જીયમ સેફર્ડ સહિતના નેશલના ડોગ દસ વર્ષ સુધી ફરજ બજાવે છે. ત્યારબાદ ગુજરાત પોલીસનું મેડિકલ બોર્ડ તેમને નિવૃત્ત કરવાનો નિર્ણય લે છે. ગુજરાતમાં હાલમાં કુલ 143 જેટલા આવા સ્નીફર ડોગ વિવિધ પોલીસ મથકો અને એજન્સીમાં કાર્યરત છે. અત્યાર સુધીમાં કુલ 23 જેટલા ડોગ નિવૃત્ત થઈ ગયા છે. જે પૈકી 11 ડોગને આણંદના સેન્ટરમાં લાવી પણ દેવામાં આવ્યા છે. જેમાં 7 લેબ્રાડોર અને 4 જર્મન સેફર્ડ પ્રજાતિના ડોગ છે. આણંદના સેન્ટરમા 25 જેટલા ડોગ રાખવાની ક્ષમતા છે.

Last Updated : Jul 25, 2021, 9:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.