ગણપતિ વિસર્જનના દિવસે પ્રકૃતિપ્રેમી લોકોને શ્રીજી સ્વરૂપે આ વૃક્ષોના રોપાનું વિતરણ કરી પ્રકૃતિના જતન માટે સોગંદ લેવડાવવામાં આવશે. આ પ્રયાસ થકી લોકોમાં વૃક્ષોનું જતન કરવાની જાગૃતતા લાવી શકાશે. વ્રજભૂમિ આશ્રમ પરિસરમાં આવેલ એક લીમડા ના વૃક્ષ માં આબેહૂબ ગણેશજીની પ્રતિકૃતિનું સર્જન કારવામાં આવ્યુ છે. સંસ્થામાં 700થી પણ વધુ વૃક્ષો આવેલા છે. પ્રાકૃતિક વાતાવરણમાં અહીં બાળકોમાં શિક્ષણ સાથે સંસ્કારોના પણ પાઠ ભણાવવામાં આવે છે. બાળકોને પ્રકૃતિ સાથે અલગ જ પ્રકારનો લગાવ કેળવાય જાય છે.
વ્રજભૂમિ સ્કૂલના સંચાલકોનું માનવું છે કે, હર છોડમાં રણછોડનો વાસ છે. જે વિશ્વાસને આ વર્ષે ગણેશ ઉત્સવમાં વૃક્ષમાં ગણેશ સ્થાપન કરી અને 151 રોપાવોના હાર થકી વિસર્જનના દિવસે 151 નવા છોડ રોપવાના સંદેશથી ખુબ જ ઉમદા કાર્ય હાથ ધરવામાં આવી રહ્યું છે.