- 1 કલાકમાં 1500 થી વધુ યુવતીઓને કરી તૈયાર
- 1500 થી વધુ મહિલાઓને બ્રાઇડલ મેકઅપ કરી ગિનિસ વલ્ડ રેકોર્ડમાં મેળવ્યું સ્થાન
- દેશભરમાંથી 2000 જેટલી બ્યુટિશિયને લીધો હતો ભાગ
- આણંદ શહેરમાંથી 200 ઉપરાંત આર્ટિસ્ટ બ્યુટિશિયનએ લીધો હતો ભાગ
આણંદઃ વર્તમાન કોરોના મહામારીને કારણે ઘણી બધી પ્રવૃત્તિઓ ઓનલાઇન થતી બની છે. વર્ચ્યુઅલી આયોજન કરવામાં આવેલી આવી જ એક પ્રવૃત્તિમાં ભારત દેશનું નામ ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધવામાં આવ્યું છે. દેશમાં હાલમાં યોજાયેલા એક ચેલેન્જ સ્પર્ધામાં 2000 જેટલી મહિલાઓએ ઓનલાઇન એક જ પ્લેટફોર્મ પર એક કલાકની અંદર 1500 યુવતીઓને બ્રાઈડલ મેકઅપ કરી અનોખી સિદ્ધિ દેશને નામ કરી છે.
2000 થી વધુ મેકઅપ આર્ટિસ્ટએ ચેલેન્જને સ્વીકારી
ઓલ ઇંડીયા ફેર એન્ડ બ્યુટી અસોસિએશન દ્વારા બ્યુટી સલૂન ઇન્ટરનેશનલ ટ્રેડ થકી આયોજિત ચેલેન્જ ટાસ્કમાં દેશભરના મેકઅપ આર્ટિસ્ટને એક કલાકમાં 1500થી વધુ યુવતીઓને બ્રાઈડલ મેકઅપ કરી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે. જેમાં દેશના મહાનગરો જેવા કે દિલ્હી, મુંબઈ,કલકત્તા, ચેન્નાઈ તથા રાજ્યમાંથી રાજકોટ, સુરત, અમદાવાદ, આણંદ, વડોદરા, ભાવનગર, જામનગર અને ઠાસરા સહિતના શહેરોમાંથી 2000 થી વધુ મેકઅપ આર્ટિસ્ટએ ભાગ લીધો હતો. જેમાં આણંદ શહેર અને જિલ્લામાંથી પણ 200થી વધુ મેકઅપ આર્ટિસ્ટો પોતાના બ્યુટીપાર્લર પરથી બ્રાઇડલને તૈયાર કરી લાઈવ આ સ્પર્ધામાં જોડાયા હતા.