ETV Bharat / state

હાર્દિક પંડ્યા પિતા બન્યા, નતાશાએ આણંદમાં આપ્યો પુત્રને જન્મ - હાર્દિક પંડ્યા પિતા બન્યા

ભારતીય ક્રિકેટ જગતના ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યાના ઘરે નવા મહેમાનની એન્ટ્રી થઇ છે. હાર્દિકે પોતાના ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટ પર પિતા બનવા અંગેની પોસ્ટ શેર કરી છે. જેથી તેમના ચાહક વર્ગમાં ખુશીનો માહોલ સર્જાયો છે.

ETV BHARAT
હાર્દિક પંડ્યા બન્યા પિતા, નતાશાએ આણંદમાં આપ્યો પુત્રને જન્મ
author img

By

Published : Jul 30, 2020, 8:42 PM IST

Updated : Jul 30, 2020, 8:48 PM IST

આણંદ : નતાશા અને હાર્દિક પંડ્યાની જોડી ભારતીય ક્રિકેટ જગતમાં ખૂબ ચર્ચિત છે, ત્યારે નતાશાને પુત્ર પ્રાપ્તિ થતાં હાર્દિકે સોશિયલ મીડિયામાં ટ્વીટ કરીને ઘરના નવા સભ્યને આવકાર આપ્યો છે.

ઉલ્લેખનીય છે કે, હાર્દિક પંડ્યા અને નતાશાએ થોડા દિવસો અગાઉ સોશિયલ મીડિયા પર નતાશાના ગર્ભવતી હોવા અંગે માહિતી શેર કરી હતી. જેના કારણે બન્ને સ્ટાર ખૂબ ચર્ચામાં આવ્યાં હતા, ત્યારે ગુરુવારે હાર્દિક પંડ્યાએ પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ ખુશખબર જાહેર કરી છે. જેથી તેમના ચાહક વર્ગમાં ખુશીની લહેર પ્રસરી છે.

હાર્દિક પંડ્યા પત્ની નતાશાની સારવાર આણંદની પ્રખ્યાત હોસ્પિટલમાં કરાવતા હતા. જેથી બુધવારે હાર્દિક અને નતાશા આણંદ આવી પહોંચ્યા હતા અને ડૉ.નયના પટેલની આકાંક્ષા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયાં હતા.

હાર્દિક પંડ્યા બન્યા પિતા, નતાશાએ આણંદમાં આપ્યો પુત્રને જન્મ

ગુરુવારે બપોરના સમયે હાર્દિકની પત્ની નતાશાએ બાળકને જન્મ આપ્યો હતો. જે અંગેની જાહેરાત હાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયાના માધ્યમથી કરી હતી.

વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી હોસ્પિટલ પ્રશાસન દ્વારા હાર્દિક પંડ્યા અને તેના બાળકને મળવા માટે મીડિયાને પરવાનગી આપવામાં આવી નથી, પરંતુ ડૉક્ટર નયના પટેલના જણાવ્યા અનુસાર આગામી સમયમાં હાર્દિક તેના સમગ્ર પરિવાર સાથે મીડિયા સમક્ષ આવી શકે છે.

નતાશા અને હાર્દિક પંડ્યાની જોડી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ સાથે જ ક્રિકેટની રમતના ચાહકો માટે ખૂબ જ આકર્ષણ ઉભું કરનારી જોડી છે. હાર્દિક પંડ્યાએ નવા વર્ષે નતાશાને રિંગ પહેરાવી અલગ રીતે પ્રપોઝ કર્યો હતો.

ETV BHARAT
આકાંક્ષા હોસ્પિટલ

નતાશા વ્યવસાયે એક્ટ્રેસ છે. આ સાથે જ તે સારી ડાન્સર અને લોકપ્રીય મોડેલ પણ છે. નતાશાએ બૉલિવૂડની સત્યાગ્રહ ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું. આ સાથે જ તે લોકપ્રીય શો 'બિગ બોસ' તથા 'નચ બલિયે'માં પણ ભાગ લઈ ચૂકી છે. પ્રખ્યાત ગીતકાર બાદશાહ દ્વારા બનાવવામાં આવેલા 'ડીજે વાલે બાબુ' ગીતમાં પણ નતાશા દેખાઈ હતી.

નતાશા અને હાર્દિકની જોડી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને ક્રિકેટ જગતની ખૂબ લોકપ્રિય જોડી માનવામાં આવે છે, ત્યારે આણંદની આકાંક્ષા હોસ્પિટલમાં હાર્દિક પંડ્યા અને નતાશા માતા-પિતા બન્યા છે. હાર્દિકના પરિવારમાં નવા મહેમાનના આગમનના કારણે હાર્દિક અને નતાશાના લાખો ફ્રેન્સ સોશિયલ મીડિયાના માધ્યમથી તેમને શુભેચ્છાઓ આપી રહ્યા છે.

Last Updated : Jul 30, 2020, 8:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.