આણંદ જિલ્લામાં બીજા તબક્કાના મતદાનમાં પ્રથમ 8 વાગ્યાથી 9 વાગ્યા સુધીમાં 6 ટકા (Anand Assembly Candidate) મતદાન નોંધાયું છે. આણંદ જિલ્લાના વિધાનસભા બેઠક પ્રમાણે નજર કરીએ તો 108 ખંભાત 4.58 ટકા, 109 બોરસદ 3.88 ટકા, 110 આંકલાવ 5.99 ટકા, 111 ઉમરેઠ 4.70 ટકા,112 આણંદ 5.23 ટકા,113 પેટલાદ 4.72 ટકા, 114 સોજીત્રા 5.48 ટકા એમ કુલ મડી આણંદ જિલ્લાનું મતદાન 6 ટકા થવા પામ્યું છે. સૌથી વધુ મતદાન આંકલાવ બેઠક પર નોંધાયું 5.99 ટકા છે જ્યારે સૌથી ઓછું બોરસદ માં 3.88 ટકા નોંધાયું છે. (Second phase polling 2022)
સાંસદ મિતેષ પટેલ દ્વારા વાસદ ખાતે મતદાન કરવામાં આવ્યું મહત્વનું છે કે જે પ્રમાણે આજે મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, ત્યારે જિલ્લાના આગેવાનો અને ચૂંટણીના ઉમેદવારો દ્વારા પણ વહેલી સવારથી મતદાનની કામગિરી પૂર્ણ કરી દીધી હતી. જેમાં સૌ પ્રથમ આણંદ (Voters in Anand) જિલ્લાના સાંસદ મિતેષ પટેલ દ્વારા સવારે 8 વાગે મતદાન પ્રક્રિયા શરૂ થતાંની સાથે પરિવાર સાથે વાસદ ખાતે મતદાન કરીને લોકશાહીના પર્વની ઉજવણી કરી હતી. સાથે જ તેમણે પ્રજાને પણ વધુમાં વધુ મતદાન કરવા માટે અપીલ કરી હતી.(Anand Assembly Candidate)
ભરતસિંહ સોલંકીએ દેદરડા ગામે કર્યું મતદાન પાર્ટીના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને પુર્વ કેન્દ્રીય પ્રધાન સોલંકીએ દેદરડા ખાતે મતદાન કરીને (Mitesh Patel voted in Anand) લોકોને વધુમાં વધુ મતદાન કરવા માટે સંદેશ આપવામાં આવ્યો હતો. ભરતસિંહ સોલંકી જ્યારે મતદાન કરવા પહોંચ્યા ત્યારે સ્થાનિક નાગરિકો દ્વારા તેમને ફૂલહાર કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું. આણંદ જિલ્લાની સાત વિધાનસભા બેઠકો પર ઉમેદવારો દ્વારા પણ મતદાનના શરૂઆતના પ્રથમ કલાકમાં જ મતદાન પ્રક્રિયામાં ભાગ લેવામાં આવ્યો હતો. જેમાં આણંદ બેઠકના ભાજપના ઉમેદવાર યોગેશ પટેલે આણંદ ખાતે મતદાન કર્યું હતું, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર કાંતિ સોડા પ્રમાણે તેમના ગામ વાસખિલીય ખાતે મતદાન કર્યું હતું. 108 ખંભાત વિધાનસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મયુર રાવલે મિતલી ગામે મતદાન પ્રક્રિયામાં ભાગ લીધો હતો. (Gujarat Assembly Election 2022)