ETV Bharat / state

આણંદમાં નવરાત્રીના આયોજનને લઈ ખેલૈયાઓમાં પ્રસરી નવી ઉર્જા - Navratri in Anand

નવરાત્રીનો તહેવાર તે મા દુર્ગાની પૂજા અને ઉપાસના માટે પ્રચલિત છે. તેની સાથે ગુજરાતીઓ દુર્ગાની પૂજા સાથે તેમના પરંપરાગત નૃત્ય ગરબાનું પણ નવરાત્રીના નવ દિવસ સુધી આયોજન કરી ઉત્સવ ઉજવતા હોય છે. વર્ષોથી ચાલી આવતી ગરબાની પરંપરા હવે શેરી મહોલ્લામાંથી નીકળી પાર્ટી પ્લોટ અને મોટા સમોહિક ભવ્ય ઉજવણીમાં પરિવર્તન પામ્યું છે. શહેરોમાં હજારો ખેલૈયાઓની મેદની સાથે થતા મોટા ગરબાના આયોજનો પર કોરોનાએ ગ્રહણ લગાવી દીધું છે. કોરોના મહામારી બાદ સૌ પ્રથમ વખત સરકાર દ્વારા નિયત નીયમોના પાલન સાથે પરંપરાગત શેરી ગરબાનું આયોજન કરવા માટે છૂટછાટ આપવામાં આવી છે. આણંદ જિલ્લામાં ગરબા રસિકોએ જોર શોરથી ગરબાની પ્રેક્ટિસ શરૂ કરી દીધેલી જોવા મળી રહ્યું છે.

Anand's latest news
Anand's latest news
author img

By

Published : Oct 6, 2021, 10:27 PM IST

  • કોરોનાકાળ બાદ યોજાશે નવરાત્રી
  • 400 ખેલયાઓ સાથે શેરી ગરબા માટે મંજૂરી
  • શક્તિની ઉપાસના સાથે ગરબા માટે ગરબપ્રેમીઓ થયા તૈયાર

આણંદ: શહેરના વિદ્યાનગર રોડ પર આવેલ ગરબાનું વર્કશોપ ચલાવતા આયોજકોને ત્યાં ગરબાના અવનવા સ્ટેપ શીખવા માટે ગરબા રસિકોનો ઘસારો વધી ગયો છે, ત્યારે Etv Bharat દ્વારા આવા ગરબાના અવનવા સ્ટેપ શીખવીને ગરબા રસિકોને નવરાત્રીના તહેવાર માટે તૈયાર કરતા એક વર્કશોપ આયોજક દીપિકા ભક્તાએ જણાવ્યું હતું કે, ગરબા રમવા માટેના નવા સ્ટેપ શીખવા માટે ખેલૈયાઓ નવા ઉત્સાહ સાથે ગરબા વર્કશોપમાં આવી રહ્યા છે. આ સાથે તેમણે નિયમો સાથે ગરબાના આયોજનને આવકાર્યું હતું.

આણંદમાં નવરાત્રીના આયોજનને લઈ ખેલૈયાઓમાં પ્રસરી નવી ઉર્જા

આ પણ વાંચો: નવરાત્રીમાં અસામાજિક તત્વોને ડામવા અમદાવાદ શહેર પોલીસ તૈયાર

ગરબા પ્રેમીઓમાં આનંદ જોવા મળી રહ્યો છે

છેલ્લા 15 વર્ષથી આણંદ અને આસપાસના વિસ્તારોમાં ગરબાના વર્કશોપનું આયોજન કરતા હિતેશ પરમારે જણાવ્યું હતું કે, કોરોનાને કારણે સામાજિક અંતર આવશ્યક બન્યાને કારણે ગરબાનું આયોજન શક્ય બનતું ન હતું. આ વર્ષે જ્યારે કોરોનાનું સંક્રમણ મંદ પડ્યું હોવાને કારણે નિયત નિયમોને ધ્યાને રાખી શેરી ગરબાનું આયોજન થવા જઈ રહ્યું છે, ત્યારે ખેલૈયાઓને નવા સ્ટેપ શીખવી તેમનામાં નવી ઉર્જાનું સંચાર થતો જોવા મળી રહ્યો છે. તેમણે કહ્યું હતું કે, ગરબાનો શોખ હોવો તે એક અલગ જ અહેસાસ હોય છે. નવરાત્રીમાં ખેલૈયાઓને ઢોલ ને તાલે ઝૂમવા મળે છે. તેનાથી ગરબા પ્રેમીઓમાં આનંદ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: "મોકે પે ચોંકા" સરકારે તલાટીની હડતાળમાં ટેકાના ભાવે ખરીદી કરી : હવે દાખલા માટે ખેડૂતોની માગ

પરંપરાગત ગરબાની ઝાંખી આ વર્ષે જોવા મળે તેવી શક્યતા વધારે

આણંદ જિલ્લામાં ગરબા ન થતા તમામ મોટા ગરબાના આયોજકોએ ગરબાનું આયોજન કર્યું નથી. આણંદ શહેરના 5 જેટલા મોટા ગરબા આયોજકોએ મોટા પાયે થતા ગરબાના આયોજનો મુલતવી રાખવામાં આવતા, નાના પાયે થતા શેરી ગરબાના આયોજનોમાં પરંપરાગત ગરબાની ઝાંખી આ વર્ષે જોવા મળે તેવી શક્યતા વધારે જોવા મળી રહે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.