ETV Bharat / state

આણંદ: બાળકીએ બનાવી ગણેશજીની ઈકોફ્રેન્ડલી મૂર્તિ, જાણો શું છે ખાસિયત - Mogri village

કોરોના મહામારીના કારણે આગામી સમયમાં ગણેશ મહોત્સવમાં ગણેશજીની નાના કદની પ્રતિમાઓની માગ બજારમાં ખૂબ જ વધી છે, જેના કારણે આણંદની એક વિદ્યાર્થિનીએ નાની ઉંમરમાં જ પોતાની આવડત અને કોઠાસૂજથી માટીના ગણેશજીની પ્રતિમા બનાવી છે.

eco-friendly Ganeshji
આણંદમાં એક બાળકીએ બનાવી ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ
author img

By

Published : Aug 13, 2020, 10:21 PM IST

આણંદઃ કોરોના મહામારીના કારણે આગામી સમયમાં ગણેશ મહોત્સવમાં ગણેશજીની નાના કદની પ્રતિમાઓની માગ બજારમાં ખૂબ જ વધી છે. જેના કારણે આણંદની એક વિદ્યાર્થિનીએ નાની ઉંમરમાં જ પોતાની આવડત અને કોઠાસૂજથી માટીના ગણેશજીની પ્રતિમા બનાવી છે.

eco-friendly Ganeshji
આણંદમાં એક બાળકીએ બનાવી ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ

કોરોનાને કારણે હાલ ધાર્મિક ઉત્સવો ઉજવવા સમાજ માટે મૂંઝવણ રૂપ બન્યા છે, ત્યારે આગામી ગણેશ મહોત્સવ ઉજવવા અંગે પણ ધર્મપ્રેમી જનતા તેમજ સરકાર નિયમો બનાવવામાં અનેક મૂંઝવણ અનુભવી રહી છે.

આ મહામારીના કારણે ગણેશ ઉત્સવ ફીકો રહેવાની સંભાવનાઓ પણ સેવાઇ રહી છે, ગણેશ ઉત્સવ દરમિયાન આ વખતે મોટી મૂર્તિઓની જગ્યાએ નાની ગણેશજીની પ્રતિમાનું સ્થાપન કરવા નાગરિકો આગ્રહ કરી રહ્યા છે, ત્યારે ધર્મપ્રેમી જનતા ગણેશજીની નાની મૂર્તિઓ સોસાયટી તેમજ તેમના ઘરે સ્થાપન કરી શકે તે પ્રકારની મૂર્તિઓની માગ બજારમાં ખૂબ વધી છે.

આણંદ પાસે આવેલા મોગરી ગામની રહેવાસી નિરાલી પટેલ કે, જે હાલ PTCનો અભ્યાસ કરે છે, સાથે સાથે એનસીસી તેમજ અન્ય પ્રવૃતિઓમાં પણ પોતે રસ ધરાવે છે, તેમણે માટીના ગણેશજીની મૂર્તિઓ બનાવી છે. તેઓ એક ફૂટ, બે ફૂટ તેમજ ત્રણ ફૂટ ઉંચાઈ ધરાવતી ગણેશજીની હેન્ડમેડ પ્રતિમાઓ બનાવી રહ્યા છે. નિરાલી પટેલ ત્રણ કલાકમાં એક મૂર્તિ બનાવે છે, સામાન્ય રીતે પીઓપીની મૂર્તિઓ બનાવતા કારીગરો આ મૂર્તિને વધુ આકર્ષિત બનાવવા તેમાં કેમિકલયુક્ત કલર સાથે જ પીઓપીને વધુ મજબૂત કરવા કેમિકલનો ઉપયોગ કરતા હોય છે, જે મૂર્તિનું વિસર્જન પાણી અથવા પ્રાકૃતિક જળ સ્ત્રોતમાં થતાં તે ઘણા લાંબા સમય સુધી પાણીમાં ઓગળતી નથી, સાથેજ આ મૂર્તિમાં વપરાશમાં લેવાયેલા કેમિકલ જળ સૃષ્ટિ માટે જોખમરૂપ સાબિત થાય છે, ત્યારે નિરાલી દ્વારા બનાવવામાં આવેલી માટીની મૂર્તિઓ વિસર્જન કર્યા બાદ તે માટીનો ઉપયોગ ફૂલછોડ વાવવા અથવા કુંડામાં કરી શકાય છે. સાથે જ તે પર્યાવરણને પણ નુકસાન નથી કરતી.

બાળકીએ બનાવી ગણેશજીની ઈકોફ્રેન્ડલી મૂર્તિ, જાણો શું છે ખાસિયત

કોરોના મહામારીના કારણે આગામી ગણેશ મહોત્સવમાં નાની મૂર્તિઓની સ્થાપના કરવાની સંભાવનાઓ ખુબ રહેલી છે. નિરાલી પટેલે આગામી ગણેશ મહોત્સવ માટે ગણેશજીની શુદ્ધ માટીમાંથી મૂર્તિઓ બનાવવાનું અત્યારથી જ શરૂ કરી દીધું છે અને બજાર કરતાં ઓછા ભાવે વિતરણ કરવાનું આયોજન કર્યું છે. તેઓ છેલ્લા બે વર્ષથી મૂર્તિઓ બનાવી રહ્યા છે. ગત વર્ષે તેમના દ્વારા માત્ર બે મૂર્તિ બનાવી પરિવારમાં જ સ્થાપના કરવામાં આવી હતી, જ્યારે આ વર્ષે કોરોના પ્રકોપના કારણે પોતે ઘરે બેઠા હતા ,ત્યારે વડાપ્રધાનના આત્મનિર્ભર ભારતના આહવાનને આવકારી તેને સાર્થક કરવા માટે તેમના દ્વારા સાયકલ સ્ટોર ચલાવતા તેમના પિતાને મદદ રૂપ થવા માટે, સાથે જ પિતા ગામ પંચાયતના સભ્ય તરીકે પણ ગામમાં સેવા આપી રહ્યા છે, ત્યારે ગામની દીકરીનું કામ તેઓએ ગામના રહીશોને જણાવવા સાથે બીજેથી મૂર્તિ ખરીદવાને બદલે આ દીકરીને પ્રોત્સાહન આપવાની અપીલ કરી હતી.

ગ્રામજનો દ્વારા તેમજ આસપાસના રહેઠાણ વિસ્તારોના નાગરિકો દ્વારા આ દીકરીના આત્મનિર્ભર બનવાના પ્રયાસને સાર્થક કરવા માટે મૂર્તિઓના ઓર્ડર આપવામાં આવી રહ્યા છે, ઉલ્લેખનીય છે કે, બાળકમાં રહેલી કલા કુશળતાને ઓળખી તેના સ્વપ્નોને સાકાર કરવામાં દેશ એકજૂથતા દાખવી રહ્યો છે, ત્યારે આપણો દેશ વિશ્વમાં નામના મેળવશે સાથે જ બાળકોમાં રહેલી આવી કલા કુશળતાઓ બહાર લાવી એક અજોડ પ્રતિભાનું નિર્માણ થશે તેવો આશાવાદ બાળકીના પરિવાર દ્વારા વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.