ETV Bharat / state

વિદ્યાનગરમાં બંધના નિર્ણયને પરત ખેંચવા વેપારીઓ દ્વારા આવેદન - ANAND LOCAl news

આજે શુક્રવારથી વિદ્યાનગરની બજારમાં બંધનું અમલીકરણ કરવા માટેની મુદતની શરૂઆત થઈ હતી. ત્યારે વિદ્યાનગર નગરપાલિકા દ્વારા લેવાયેલા નિર્ણયને વિદ્યાનગરના વેપારીઓ દ્વારા નકારવામાં આવ્યો છે. વેપારીઓની માગ છે કે, બજારની જે પ્રમાણેની પરિસ્થિતિ છે તે સમજીને નગરપાલિકા દ્વારા વેપારીઓને આપવામાં આવેલી વેપાર મર્યાદામાં વધારો કરી આપવો જોઈએ.

વિદ્યાનગરમાં બંધના નિર્ણયને પરત ખેંચવા વેપારીઓ દ્વારા આવેદન

author img

By

Published : Apr 9, 2021, 11:50 AM IST

Updated : Apr 9, 2021, 1:10 PM IST

  • વિદ્યાનગર નગરપાલિકા એ 3 વાગે બંધની કરી જાહેરાત
  • વેપારીઓએ નગરપાલિકાના નિર્ણયને વખોડયો
  • બંધના નિર્ણયને પરત ખેંચવામાં આવે તેવી માગ

આણંદ: વિદ્યાનગર નગરપાલિકા એ 3 વાગે બંધની કરી જાહેરાત કરી છે. ત્યારે સમય મર્યાદામાં વધારો કરવા વેપારીઓએ પાલિકાને રજૂઆત કરી હતી. વિદ્યાનગર નગરપાલિકા દ્વારા કોરોનાના વધતા સંક્રમણને ધ્યાને રાખીને બજારમાં બપોરે 3 વાગ્યા બાદ દુકાનો બંધ રાખવા માટે પત્ર જાહેર કરીને વેપારીઓને બંધનું પાલન કરવા અપીલ કરવામાં આવી હતી.

કરમસદ અને વિદ્યાનગર શહેરમાં પણ બજાર બંધ રાખવાનો નિયમ લાગુ કરવામાં આવ્યો

આજથી બજારમાં બંધનું અમલીકરણ કરવા માટેની મુદતની શરૂઆત થઈ હતી. ત્યારે નગરપાલિકા દ્વારા લેવાયેલા નિર્ણયને વિદ્યાનગરના વેપારીઓ દ્વારા નકારવામાં આવ્યો છે. વેપારીઓની માગ છે કે, બજારની જે પ્રમાણેની પરિસ્થિતિ છે તે સમજીને નગરપાલિકા દ્વારા વેપારીઓને આપવામાં આવેલી વેપાર મર્યાદામાં વધારો કરી આપવો જોઈએ. ઉલ્લેખનીય છે કે, હાલમાં જ સરકાર દ્વારા વિવિધ 20 શહેરોમાં લગાવવામાં આવેલા રાત્રી કરફ્યૂમાં આણંદ શહેરનો સમાવેશ થાય છે. ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શહેરને અડીને આવેલા કરમસદ અને વિદ્યાનગર શહેરમાં પણ બજાર બંધ રાખવાનો નિયમ લાગુ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: કોરોનાના કહેરને લઈને કરફ્યૂનો ટાઈમ લંબાવતા વેપારીઓ નારાજ

બંધના નિર્ણયથી વેપારીઓને પણ ખૂબ મોટું આર્થિક નુકસાન

વિદ્યાનગર નગરપાલિકા દ્વારા જાહેર કરાયેલા 3 વાગ્યાના બંધના નિર્ણયને પરત ખેંચવામાં આવે તેવી માગ સાથેનું આવેદનપત્ર આજે નગરપાલિકાના સત્તાધીશોને વેપારીઓ દ્વારા આપવામાં આવ્યું હતું. ETV Bharat સાથે થયેલી ખાસ વાતચીતમાં વિદ્યાનગરના વેપારીઓએ જણાવ્યું હતું કે, વિદ્યાનગર ઘણા વિદ્યાર્થીઓ શિક્ષણ અર્થે આવતા હોય છે. જેમને જમવા અને જીવન જરૂરી વસ્તુઓની ખરીદી માટે નગરપાલિકાના આ નિર્ણયથી ઘણી જ મુશ્કેલીઓ વેઠવી પડી શકે છે. આ નિર્ણયથી વેપારીઓને પણ ખૂબ મોટું આર્થિક નુકસાન વેઠવું પડે તેમ હોવાની વાત વેપારીઓએ કરી હતી.

આ પણ વાંચો: રાત્રી કરફ્યૂને લઈને ભાવનગરના વેપારીઓએ નોંધાવ્યો પોતાનો મત

Last Updated : Apr 9, 2021, 1:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.