ETV Bharat / state

આણંદનો ભાલ પ્રદેશ આજે પણ કેટલીક સુવિધાઓથી છે વંચિત, જૂઓ વીડિયો

આણંદઃ આણંદ જિલ્લો જે ચરોતરનું હ્રદય છે, પરંતુ એ આણંદ જિલ્લાનો છેવાડાનો વિસ્તાર એટલે ભાલ પ્રદેશ. જે આજે પણ કેટલીક સુવિધાઓથી વંચિત છે. આ વિસ્તારના લોકોનો વ્યવસાય મુખ્યત્વે ખેતી અને પશુપાલન છે, પરંતુ એકવીસમી સદીના યુગમાં જાણે 19મી સદીમાં જીવી રહ્યા હોય તેવું લાગે છે.

author img

By

Published : Apr 9, 2019, 8:16 AM IST

Updated : Apr 9, 2019, 1:13 PM IST

anand

પાયાની સુવિધાઓ જેમકે પીવાનું પાણી, વાહન-વ્યવહાર, શિક્ષણ, આરોગ્ય, પાકા રસ્તા વગેરે જેવી જરૂરિયાતો માટે આ વિસ્તારના લોકો વંચિત છે. જેના કારણે સ્થાનિકો પારાવાર મુશ્કેલીનો સામનો કરે છે. આ ગામના મુખ્ય માર્ગ પર આજે પણ રાત્રી દરમિયાન અંધકારનું સામ્રાજ્ય પથરાઈ જાય છે. કેમ કે રસ્તાઓ પર સ્ટ્રીટ લાઈટ જેવી પાયાની સુવિધાઓનો અભાવ છે. જે આજે પણ ભાલ પંથકના મોટા ભાગના ગામોમાં અવરજવર માટેના ગામના મુખ્ય રસ્તા જર્જરિત કાચા અને બેહાલ છે.

આણંદ જિલ્લાનો ભાલ પ્રદેશ આજે પણ કેટલીક સુવિધાઓથી છે વંચિત

તો આરોગ્યની સુવિધાઓ શુન્યને બરાબર છે. ગામડાંઓમાં શિક્ષણનું સ્તર ચિંતાજનક નીચું છે. તો આજે પણ પીવાના પાણી માટે ગામની બહેનોને બેડા લઈને ગામથી દુર આવેલા કુવામાંથી માથા પર ઉંચકીને પીવાનું અને ઘર વપરાશનું પાણી લાવવું પડે છે. ત્યારે એવું લાગે કે વિકાસ માત્ર શહેરોમાં જ છે ગામડાના રહીશો માટે તો આજે પણ એ જ જૂની સમસ્યાઓ જેમની તેમ ઉભી છે.

આ વિસ્તારમાં દેશના ઈમાનદાર નાગરિકોના ભરેલા ટેક્સના નાણાંમાંથી સરકાર વિકાસના કામો માટે ગ્રાન્ટ અને પ્રોજેક્ટ તો પાસ કરે છે, પરંતુ ક્યાંકને ક્યાંક બ્રસ્તાચરમાં ગળાડૂબ એવા કર્મભ્રષ્ટ કર્મચારીઓ અને તેમના કહેવાતા વહીવટદારો તે પ્રજાના હીતના લાભ પ્રજા સુધી પહોંચવા દેતા નથી. તેવો ગણગણાટ સ્થાનિકો પાસે સાંભળવા મળે છે.

લોકસભા ચૂંટણીમાં મત આપતા સમયે વિસ્તારના નાગરિકોને રાજનેતાઓ અનેક વાયદાઓ આપે છે. તેમાંથી કેટલા સાચા નીકળે છે તે તો આવનારો સમય જ બતાવશે.

Intro:આણંદ જીલ્લો જે ચરોતરનું હાર્ડ છે પણ એ આણંદ જિલ્લા નો છે વાળાનો વિસ્તાર એટલે ભાલ પ્રદેશ જે આજે પણ કેટલીક સુવિધાઓ થી વંચિત છે આ વિસ્તારના લોકો નો વ્યવસાય મુખ્યત્વે ખેતી અને પશુપાલન છે પણ એકવીસમી સદીના યુગમાં જાણે 19મી સદીમાં જીવી રહ્યા હોય તેવું લાગે છે પાયાની સુવિધાઓ જેમકે પીવાનું પાણી, વાહન-વ્યવહાર, શિક્ષણ , આરોગ્ય,પાકા રસ્તા વગેરે જેવી જરૂરિયાતો માટે આ વિસ્તારના લોકો વંચિત છે જેના કારણે સ્થાનિકો પારાવાર મુશ્કેલીનો સામનો કરે છે.આ ગામ ના મુખ્ય માર્ગ પર આજે પણ રાત્રી દરમ્યાન અંધકાર નું સામ્રાજ્ય પથરાઈ જાય છે કેમ કે રસ્તાઓ પર સ્ટ્રીટ લાઈટ જેવી પાયાની સુવિધાઓ નો અભાવ છે.

આજે પણ ભાલ પંથક ના મોટા ભાગ ના ગામો માં આવન જવાન માટેના ગામ ના મુખ્ય રસ્તા જર્જરિત છે કાચા અને બેહાલ છે તો આરોગ્ય ની સુવિધા ઓ શુન્ય ને બરાબર છે ગામડાં ઓ માં શિક્ષણ નું સ્તર ચિંતા જનક નીચું છે તો આજે પણ પીવાના પાણી માટે ગામની બહેનોને બેડા લઈને ગામ થી દુર આવેલા કુવા માંથી, માથા પર ઉચકીને પીવાનું અને ઘર વપરાશ નું પાણી લાવવું પડે છે. ત્યારે એવું લાગે કે વિકાસ માત્ર શહેરોમાં જ છે ગામડાના રહીશો માટે તો આજે પણ એ જ જૂની સમસ્યાઓ જેમની તેમ ઉભી છે.

Body:આ વિસ્તાર માં દેશ ના ઈમાનદાર નાગરિકો ના ભરેલા ટેક્સ ના નાણાં માંથી સરકાર વિકાસ ના કામો માટે ગ્રાન્ટ અને પ્રોજેક્ટ તો પાસ કરેછે. પરંતુ ક્યાંક ને ક્યાંક બ્રસ્તાચર માં ગળાડૂબ એવા કર્મબ્રસ્ત કર્મચારીઓ અને તેમના કહેવાતા વહીવટ દારો તે પ્રજાના હીત ના લાભ પ્રજા સુધી પહોંચવા દેતા નથી, તેવો ગણગણાટ સ્થાનિકો પાસે સાંભળવા મળે છે,

Conclusion:હવે.... આ ચૂંટણી માં મત આપતા સમયે સુ વિસ્તાર ના નાગરિકો રાજનેતાઓ દ્વારા કરવામાં આવેલા વાયદા જેવાકે" આ પ્રદેશ ની તકલીફો દૂર કરશે" તે કેટલા સાચા નીકળે છે અથવાતો..... જેસે થે ની સ્થિતિ યથાવત રહેશે તે તો સમયજ બતાવશે.
Last Updated : Apr 9, 2019, 1:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.