આણંદમાં રહેતાં ધીરુભાઈ ગોહિલે 19 તારીખના રોજ બીગ બજારમાંથી 15 ઈંડાની ટ્રે 125 રૂપિયામાં ખરીદી હતી. જેની પર એક્સપાયરી ડેટ 9-09-2019 લખેલી હતી. પણ જ્યારે ધીરુભાઈ ઈંડા ઘરે લઈ ગયા ત્યારે તેમાંથી દુર્ગંધ આવતી હતી.
એક જાગ્રત નાગરીક તરીકે ધીરુભાઈએ મદદનીશ કમિશ્નર ખોરાક અને ઔષદ નિયમન તંત્રમાં ફરિયાદ નોંધાવી છે. ત્યારે તંત્રએ ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવા જણાવ્યું છે.