ETV Bharat / state

અમરેલી LCBએ માથા વગરના મૃતદેહનો ભેદ 'ટેટૂ માર્ક' પરથી ઉકેલ્યો - amreli LCB

અમરેલીઃ 04 નવેમ્બર 2018ના દિવસે સાવરકુંડલા તાલુકાના બોઘરીયાણી ગામની સીમ વિસ્‍તારમાં આવેલી સાવરકુંડલા નગરપાલિકાના ડમ્‍પીંગ સ્‍ટેશનની પૂર્વ બાજુના શેડની પાસે ખાડામાંથી એક અજાણી સ્‍ત્રીનો માથા વગરનો મૃતદેહ મળી આવ્યો હતો.

amr
author img

By

Published : May 5, 2019, 10:53 PM IST

મૃત્યુ પમનાર યુવતીની ઉંમર આશરે 25થી 30 વર્ષની હતી. મૃતદેહના જમણા હાથ ઉપર અંગુઠા પાસે ‘‘S.S.’’ તથા કલાઇના ભાગે ‘‘M.S.’’ તથા કાંડાથી ઉપર અને કોણીથી નીચે વચ્‍ચેના ભાગે સ્‍ટાર તથા તેની બાજુમાં ‘‘S’’ ત્રોફાવેલ હતું અને તેની નીચે ત્રાજવું ત્રોફાવેલ તે ચેકાવેલ હતું. ડાબા હાથના અંગુઠા પાસે ‘‘કાનો’’ તથા કલાઇના ભાગે ‘‘રાજુ’’ ત્રોફાવેલ હતું. અંદાજે 36 કલાક પહેલા આ અજાણી સ્‍ત્રીનું કોઇ અજાણ્યા ઇસમે ધારદાર હથિયારથી ગળાના ભાગે ઘા કરી માથું ધડથી અલગ કરી મોત નિપજાવેલું હોવાનું સામે આવ્યું હતું. અજાણ્યા ઇસમ અંગે સાવરકુંડલા રૂરલ પોલીસ સ્‍ટેશનના હેડ કોન્‍સ્ટેબલ ગજેન્‍દ્રભાઇ રામભાઇ ધાધલે ઇ.પી.કો. કલમ 302, 201, જી.પી.એક્ટ કલમ 135 મુજબનો ગુનો રજીસ્ટર થયો હતો.

માથા વગરના મૃતદેહનો ભેદ 'ટેટૂ માર્ક' પરથી અમરેલી LCBએ ઉકેલ્યો

પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે, મૃત્યુ પામનાર ફિરોજા ઉર્ફે સોનલ ઉર્ફે મનિષા છુટાછેડા બાદ આરોપી કાનાની બહેનની ઘરે ગઈ હતી. ત્યાં તેનો પરિચય કાના સાથે થયો અને તે કાના સાથે રહેવા લાગી પરંતુ કાનાના ઘરના સભ્યોને તે મંજૂર ન હતું. તેથી કાનો સોનલ તથા તેની દીકરી છાયાને લઈને ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના ગુંદાળા ગામે રહેવા જતો રહ્યો અને ત્યાં ખેત મજુરી કામ કરવા લાગ્યા હતા. કાનો દારૂ પીતો હોવાથી તેના સોનલ સાથે અવાર નવાર ઝગડા થતા હતા અને કાનો દારૂ પીને સોનલને ખુબ જ માર મારતો હતો.

6 માસ પહેલા ગુંદાળા ગામે વાડીએ કાનાએ સોનલને ખુબ માર મારતા તે મૃત્યું પામી હતી અને કાનાએ બિમારીનું કારણ જાહેર કરી સોનલના મૃતદેહની અંતિમ વિધી કરવાના બહાને ગુંદાળાથી વાહન કરાવી મૃતદેહને સાવરકુંડલા સુધી લાવ્યો હતો. કુટુંબને જાણ ન થાય અને મૃતદેહની ઓળખ ન થાય તે માટે કરવત વડે સોનલનું માથું કાપી ધડથી અલગ કરી ધડને ત્યાં જ મુકી માથું થેલીમાં મુકી ધજડી ગામના નાળામાં ખાડો કરી દાટી દીધું હતું.

આમ આરોપી કાના 6 માસ પહેલા કરેલા ગુનાની પૂછપરછ કરવામાં આવી હતી. આરોપીને કોર્ટમાંથી રીમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી હતી.

તા.૦૫/૦૪/૨૦૧૯
આરોપી ઝડપાયો
ધવલ આજુગિયા
અમરેલી

એન્કર.....

છ માસ અગાઉ સાવરકુંડલા નજીકથી મળેલ અજાણી યુવતીની માથા વગરની લાશની હત્યાનો ભેદ '' ટેટૂ માર્ક'' ઉપર થી ઉકેલતી અમરેલી એલ.સી.બી. ટિમ ઝડપી પાડેલ..

      ગઇ તા.૦૪/૧૧/૨૦૧૮ ના રોજ સાવરકુંડલા તાલુકાના બોઘરીયાણી ગામની સીમ વિસ્‍તારમાં આવેલ સાવરકુંડલા નગરપાલિકાના ડમ્‍પીંગ સ્‍ટેશનની પૂર્વ બાજુના શેડની પાસે ખાડામાંથી એક અજાણી સ્‍ત્રીની માથા વગરની લાશ મળી આવેલ હતી. મરણ જનાર યુવતીની ઉંમર આશરે ૨૫ થી ૩૦ વર્ષની હતી. લાશના શરીરે લીલા કલરનું કુર્તી, કુર્તી નીચે સફેદ તથા કાળા કલરની ઉભી લીટી વાળો શર્ટ અને લીલા કલરની ચોરણી પહેરેલ હતી. યુવતીની લાશના જમણા હાથ ઉપર અંગુઠા પાસે ‘‘S.S.’’ તથા કલાઇના ભાગે ‘‘M.S.’’ તથા કાંડાથી ઉપર અને કોણીથી નીચે વચ્‍ચેના ભાગે સ્‍ટાર તથા તેની બાજુમાં ‘‘S’’ ત્રોફાવેલ હતું. અને તેની નીચે ત્રાજવું ત્રોફાવેલ તે ચેકાવેલ હતું. ડાબા હાથના અંગુઠા પાસે ‘‘કાનો’’ તથા કલાઇના ભાગે ‘‘રાજુ’’ ત્રોફાવેલ હતું. અને અંદાજે ૩૬ કલાક પહેલા આ અજાણી સ્‍ત્રીનું કોઇ અજાણ્યા ઇસમે ધારદાર હથિયારથી ગળાના ભાગે ઘા કરી માથું ધડથી અલગ કરી મોત નિપજાવેલ હોય, અજાણ્યા ઇસમ અંગે સાવરકુંડલા રૂરલ પો.સ્‍ટે.ના હેડ કોન્‍સ. ગજેન્‍દ્રભાઇ રામભાઇ ધાધલે શ્રી સરકાર તરફે ફરિયાદ આપતાં સાવરકુંડલા રૂરલ પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં. ૧૦૪/૨૦૧૮, ઇ.પી.કો. કલમ ૩૦૨, ૨૦૧, જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબનો ગુન્‍હો રજી. થયેલ

*તપાસ દરમ્‍યાન ખુલવા પામેલ હકીકતઃ-*
મરણ જનાર યુવતીનું નામ ફિરોજા ઉર્ફે સોનલ ઉર્ફે મનિષા ડો/ઓ છોટુભાઇ મનજીભાઇ સાંગાણી હતું અને તે રાજકોટની રહેવાસી હતી. તેને સંતાનમાં બે દિકરીઓ અને એક દિકરો હતાં. અને પોતાના પતિ સાથે છુટાછેડાં થતાં મોટા દિકરી-દિકરો તેણીના પતિ પાસે રહેલ અને નાની દિકરી નામ છાયા મરણ જનાર પાસે રહેલ તથા મરણ જનાર સોનલબેન સાવરકુંડલા મુકામે આરોપી કાનાની બહેન દયાબેન અશોકભાઇના ઘરે આવેલ ત્યારે આરોપી કાના સાથે તેને પરિચય થયેલ અને બાદમાં સોનલબેન પોતાની દિકરી છાયાને લઇને કાનાના ઘરે રહેવા માટે જતી રહેલ. અને કાનાના નામનું ત્રાજવું પણ તેણીએ હાથમાં ત્રોફાવેલ હતું. સોનલબેન કાના સાથે રહે તે કાનાના ઘરના સભ્યોને મંજુર ન હોય કાનો સોનલબેન તથા તેની દિકરી છાયાને લઇ ભાવનગર જીલ્લાના શિહોર તાલુકાના ગુંદાળા ગામે રહેવા જતો રહેલ અને ત્યાં ખેત મજુરી કામ કરવા લાગેલ અને કાનો દારૂ પીતો હોય જેથી તેને સોનલબેન સાથે અવાર નવાર ઝગડા થતા હતા અને કાનો દારૂ પીને સોનલબેનને ખુબ જ માર મારતો હતો.

 છએક માસ પહેલા ગુંદાળા ગામે વાડીએ કાનાએ સોનલબેનને ખુબ માર મારતાં સોનલબેન મરણ પામેલ અને કાનાએ સોનલબેન બિમારીના કારણે મરણ પામેલ છે તેવું જાહેર કરી મરનાર સોનલબેનની લાશની અંતિમવિધી કરવાના બહાને ગુંદાળાથી વાહન બંધાવી સોનલબેનની લાશ લઇ સાવરકુંડલા ખાતરવાડી સુધી આવેલ અને ખાતરવાડી પાસે લાશ ઉતરાવી, વાહનને રવાના કરી દીધેલ તથા આ સોનલબેન સાથેના સબંધોની પોતાના કુટુંબમાં જાણ ન થાય અને લાશની ઓળખ ન થાય તે માટે કાનાએ રાત્રે જ નજીકની વાડીએથી  લાકડા કાપવાની કરવત મેળવી કરવત વડે સોનલબેનનું માથું કાપી ધડથી અલગ કરી નાંખેલ અને ધડ ત્યાં જ મુકી તેના ઉપર ગોદડું તથા કાંટા નાંખી માથું એક થેલીમાં મુકી ધજડી ગામના પાટીયા પાસે આવેલ નાળામાં નીચે ખાડો કરી દાટી દીધેલ અને પછી થોડા દિવસ પોતાના સબંધીના ઘરે રોકાય પાછા ગુંદાળા ગામે કામ કરતાં હતાં તે વાડીએ જતો રહેલ હતો. 

 *પકડાયેલ આરોપીઃ-*  
કાનો ઉર્ફે કાનજી ઉર્ફે પ્રકાશ ભીખાભાઇ ગોઠડીયા, ઉં.વ.૨૯, ધંધો.ખેત મજુરી, રહે.મુળ સાવરકુંડલા, બોઘરીયાણી રોડ, તા.સાવકુંડલા, જી.અમરેલી. હાલ.ગુંદાળા, મનિષભાઇ ભગવાનભાઇ વઘાસીયાની વાડીએ, તા.શિહોર જી.ભાવનગર

 આમ, આરોપી કાનાએ છએક માસ પહેલા સોનલબેનની હત્યા કરી તેની ઓળખ છુપાવવા કરવત વડે માથું ધડથી અલગ કરી ધડ ઉપર ગોદડું અને કાંટા નાંખી તથા માથું નાળામાં દાટી દઇ આરોપી કાનાએ ગુન્‍હો કરવા માટે ઉપયોગમાં લીધેલ કરવત તથા આરોપીના બનાવ સમયે પહેરેલ કપડાં હસ્‍તગત કરવા આરોપીની પુછપરછ કરવામાં આવેલ છે અને આરોપીના નામ.કોર્ટમાંથી રીમાન્‍ડ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવેલ

બાઇટ 1 . કે.જે.ચૌધરી (ડી.વાય.એસ.પી.સાવરકુંડલા)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.