- વીજળીના અભાવે માણસો ઘણા પ્રકારની હાલાકીનો સામનો કરી રહ્યા છે
- પીવાના પાણીથી અનાજ દળવા સુધી પ્રશ્નો સતાવી રહ્યા છે
- જાફરાબાદ પંથકમાં વીજળી હજી સુધી આવી નથી
અમરેલી: ગુજરાતના દરિયા કિનારે તૌકતે વાવાઝોડાએ તબાહી મચાવ્યા બાદ ઘણા પ્રકારના નુકસાન થયા છે. એમાં અમરેલી જિલ્લાના રાજુલા જાફરાબાદ તાલુકામાં નુકસાન થયું છે. સમગ્ર જિલ્લો 2થી 3 દિવસ અંધારપટ નીચે જીવ્યો. રાજુલા જાફરાબાદ પંથકમાં વાવાઝોડાના કારણે વૃક્ષો, વીજ પોલ ધરાશાયી થયા છે. જેના કારણે આ પંથકમાં વીજળી હજી સુધી આવી નથી.
આ પણ વાંચો: તૌકતે વાવાઝોડાને લઈને વીજ તંત્રની તમામ તૈયારીઓ પૂર્ણ: સૌરભ પટેલ
ફરી ગામડા અને શહેરો પ્રકાશિત થાય એવા પ્રયત્નો રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે
વીજ પુરવઠો ફરી યોગ્ય પ્રમાણમાં મળી રહે અને ફરી ગામડા અને શહેરો પ્રકાશિત થાય એવા પ્રયત્નો રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે. ત્યારે જાફરાબાદની મુલાકાતે ગુજરાત રાજ્ય ઊર્જા પ્રધાન સૌરભભાઇ પટેલ આવી પહોંચ્યા હતા. સૌરભભાઇ પટેલે જાફરાબાદના માછીમારો સાથે મુલાકાત કરી હતી. તૂટેલી બોટો, પડેલા મકાન વગેરેનું નિરીક્ષણ કરી થયેલા નુકસાનનો ચિતાર મેળવ્યો હતો. સૌરભભાઇ પટેલે માછીમારો ભાઈઓને ધરપત આપી વીજળી ફરીથી વહેલી તકે ઘર-ઘર સુધી પહોંચે એવા સરકાર દ્વારા પ્રયત્નો કરવા આવી રહ્યા છે. એવું આશ્વાશન આપવામાં આવ્યું હતુ. જાફરબાદમાં ઊર્જા પ્રધાન સૌરભભાઇ પટેલ સાથે નારણભાઈ કાછડીયા, મહેશભાઈ કસવાલા, કૌશિકભાઈ વેકરીયા, હીરાભાઈ સોલંકી સહિતના અગ્રણી નેતાઓ રહ્યા હાજર હતા.
આ પણ વાંચો: તૌકતે વાવાઝોડાના પગલે વિજતંત્રને કરોડો રૂપિયાનું નુકસાન: સૌરભ પટેલ