- તૌકતે વાવાઝોડાના જોખમ અંતર્ગત અમરેલી વહીવટી તંત્રની પૂર્વ તૈયારી
- જાફરાબાદ-રાજુલાના 20 ગામના લોકોને સ્થળાંતરિત કરાશે
- NDRF તથા SDRFની ટીમ તૈનાત કરી દેવામાં આવી
અમરેલી : જિલ્લાના દરિયાકિનારા જાફરાબાદ રાજુલા ને સંભવિત તૌકતે વાવાઝોડા થી નુકશાન પોહચે એવી શક્યતા છે. વાવાઝોડું 19-20 તારીખના રોજ દરિયા કિનારા સાથે અથડાય એવી આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે, ત્યારે અમરેલી ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, અમરેલી દ્વારા અલગ અલગ 5 ક્લસ્ટરની રચના કરી નોડલ ઓફિસરની નિમણૂક કરવામાં આવી છે.
આ પણ વાંચો - અમરેલી જિલ્લામાં વાતાવરણમાં પલટો, ખેડૂતોમાં ચિંતા
જાફરાબાદના 12 અને રાજુલાના 8 ગામોનો સમાવેશ
શિયાળબેટ, વારાહસ્વરૂપ, ભાંકોદર, બાબરકોટ, જાફરાબાદ, મિતિયાળા, વાંઢ, વઢેરા, બલાના, કડિયાળી, રોહિશા, ધારાબંદર, ચાંચ, ખેરા, પટવા, સમઢિયાળા -1, વિક્ટર, કોવાયા, રામપરા -2 અને ભેરાઇનો સમાવેશ કરવામાં આવ્યો છે. ટોટલ 20 ગામમાં કલસ્ટરની રચના કરી સંભવિત વાવાઝોડાની આગાહીના પગલે આપતી વ્યવસ્થાપન અને સુદ્રઢ સંચાલન કરી શકાય છે.
આ પણ વાંચો - તૌકેતે વાવાઝોડાને પગલે વલસાડ જિલ્લામાં પડી શકે છે હળવાથી મધ્યમ વરસાદ
NDRF તથા SDRFની ટીમ તૈનાત કરી દેવામાં આવી
ETV BHARATની ટીમ દ્વારા જાફરાબાદ ક્લસ્ટર ઓફિસર કે. જી. ચાવડાનો સંપર્ક કરતા તેમને જણાવ્યું હતું કે, હાલ NDRF તથા SDRFની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે. આ ઉપરાંત દરિયા કિનારાથી 3 KM સુધીના વિસ્તારોમાં આવતા 20 ગામોના લોકોને આપાતકાલીન પરિસ્થિતિમાં જરૂર પડે, તો સલામત સ્થળે સ્થાળાંતર કરવામાં આવશે. જેથી સંભવિત વાવાઝોડામાં જાનહાનિથી બચી શકાય.
આ પણ વાંચો - તૌકતે વાવાઝોડાના જોખમ અંતર્ગત ભાવનગર વહીવટી તંત્રની પૂર્વતૈયારી - અંદાજીત 6,761 લોકોનું કરાશે સ્થળાંતર