અમરેલી: ગીરની ઓળખ એટલે હાવજ.... પરતું આ હાવજ એટલે કે સિંહ દિવસે દિવસે ઓછા થઈ રહ્યા છે. જેના ઘણા બધા કારણો છે. પરંતુ ગીરમાં હવે એવું ના થઈ જાય કે સિંહ નામની હરિયાળી જ લુપ્ત થઈ જાય. કારણ કે સિંહના મોત થવાના બનાવ ગીરમાં વધી રહ્યા છે. હવે વન વિભાગ પોતાની કામગીરી માં ઢિલાશ રાખી રહ્યુ છે કે પછી બીજા કારણો જવાબદાર છે તેવું કહેવું મુશ્કેલ છે. ફરી એક વાર સિંહબાળનું મોત થયા હોવાનું સામે આવ્યું છે. અમરેલીમાં આવેલા સાવરકુંડલા રેન્જમાં આવેલી બોરાળા રેલવે ફાટક પાસે આ જે એક સિંહબાળ રેલવે ટ્રેક પર મહુવા-ભાવનગર પેસેન્જર ટ્રેન હેઠળ આવી ગયું હતું. કપાઈ ગયેલા સિંહ બાળની ઉમર 3 થી 4 માસની હોવાનું જાણવા મળ્યું છે.
"આ વસ્તુ ત્યારે શક્ય બને કે જ્યારે ટ્રેક પર મોનીટરીંગ કરતા લોકો પર ઉચ્ચ અધિકારીઓ પર પણ મોનીટરીંગ કરી પેટ્રોલિંગ કરે તેમજ સિંહોના વિસ્તારમાં આવતી ટ્રેનમાં વનવિભાગના કર્મચારી ટ્રેનમાં સાથે રહીને ગતિ નું મોનીટરીંગ કરે આ ત્રણ બાબતો ધ્યાન માં રાખીને જો રેલવે અને વનવિભાગ સાથે મળીને અસરકારક નીતિ ઘડવામાં આવે તો સિંહ મોત અટકી જશે" જયદેવ ધાધલ ( નિવૃત જજ સિંહ નિષ્ણાંત )
વનવિભાગે શરૂ કરી તપાસ: સિંહ બાળના મોત બાદ વનવિભાગ દ્વારા સિંહબાળનો મૃતદેહ કબજે કરવામાં આવ્યો હતો. બાદમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. છેલ્લા દશેક વર્ષથી અમરેલી જિલ્લામાં વ્યાપાર ઉદ્યોગ વધતા ટ્રેન અકસ્માત માં સિંહો અડફેટે આવતા મૃત્યુ થવાના બનાવોમાં પણ વધારો થયો છે. 2016 માં કોર્ટ દ્વારા સિંહોના અકુદરતી રીતે મોત મુદ્દો સુવો મોટો હાથ પર લીધેલો છતાં પણ આ મુદ્દો વિવાદમાં છે. ત્યારે આ મુદ્દા નિવારવા વનવિભાગ દ્વારા સતત મોનીટરીંગ કરવું તેમજ સિંહો ના વસવાટ નજીક વિસ્તાર માં ટ્રેનની ઝડપ ધીમી ગતિએ ચલાવવુ જોઈએ તેમજ વનવિભાગે ટ્રેનના ટ્રેક પર આવતા સિંહો પર મોનીટરીંગ કરવું જોઈએ.