અમરેલી: ગુજરાતમાં 3400થી વધુની જગ્યા માટે પંચાયતના તલાટીની પરીક્ષાને લઈને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. રાજ્યનાં 2697 પરીક્ષા કેન્દ્રમાં 28,814 વર્ગખંડમાં પરીક્ષા યોજાવા જઈ રહી છે. રાજ્યભરમાં તલાટીની પરીક્ષા વિવિધ કેન્દ્રો પર યોજાઈ હતી. આ પહેલા ગેરરીતિની ઘટનાઓને ટાળવા માટે તથા ઉમેદવારો પરીક્ષા કેન્દ્ર પર સરળતાથી પહોંચી શકે તેવી વ્યવસ્થા માટે સ્પેશિયલ બસો અને ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. શનિવારથી જ પરીક્ષાર્થી રવાના થયા હતા. વહેલી સવારથી જ પરીક્ષા કેન્દ્ર ઉપર પહોંચતા દેખાયા હતા. પરીક્ષાથીઓ પરીક્ષા કેન્દ્ર ઉપર પહોંચ્યા ત્યારે અનોખાં દૃશ્યો જોવા મળ્યાં હતાં.
પરીક્ષાર્થીઓએ પોલીસનો આભાર: આમ અન્ય જિલ્લા માંથી આવતા વિદ્યાર્થીનો માટે પોલીસ દ્વારા ઉમદા કાર્ય સામે આવ્યું હતું. તલાટી મંત્રીની પરીક્ષામાં લઈને પરીક્ષાર્થીઓની વ્હારે પોલીસ તંત્ર આવ્યું હતું. અન્ય જિલ્લાના અલગ અલગ પ્રાંત માંથી આવતા પરીક્ષાર્થીઓ ગીર સોમનાથ, જૂનાગઢ, ધોરાજી ના પરીક્ષાર્થીઓ માટે પોલીસ બની દેવદૂત બની પહોંચી હતી. પરીક્ષામાં બેસવામાં પાસપોર્ટ ફોટા ભૂલી ગયેલા 3 પરીક્ષાર્થીને ગામમાં ફોટો પડાવી પરત કેન્દ્ર સુધી પહોંચાડયા હતા. સાવરકુંડલાથી 3 કિલોમીટર દૂર પરીક્ષા કેન્દ્રથી ગામમાં બાદ કેન્દ્ર સુધી પહોચાડવામાં પોલીસે ગાડી દોડાવી. ફરી અને આ ત્રણેય વિધાર્થિનીઓને સમય સર પોતાના પરીક્ષા કેન્દ્રો પર પહોંચાડી દેવામાં આવતા એકવાર અમરેલી પોલીસ તંત્ર દ્વારા પરીક્ષાર્થીઓ માટે દેવદૂત બનતા પરીક્ષાર્થીઓએ પોલીસનો આભાર માન્યો હતો.
પ્રતિબંધ લગાવવામાં આવ્યો: જુનિયર ક્લાર્કની પરીક્ષાની જેમ અહીં પણ ગેરરીતિની ઘટનાને રોકવા માટે ખાસ પગલાં ભરવામાં આવ્યા છે. ગેરરીતિની માહિતી મળે તો તેની જાણ કરવા માટે હેલ્પલાઈન નંબરોની પણ જાહેરાત કરવામાં આવી હતી. આ સાથે પરીક્ષાની વીડિયોગ્રાફી પણ કરવામાં આવશે. જેથી ગેરરીરિતની ઘટનાઓને અવકાશ ના મળે.આ સિવાય પરીક્ષા આપતી વખતે ઈલેક્ટ્રિક સાધનો, સ્માર્ટ વોચ, ઈયર ફોન વગેરેના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. પરીક્ષા આપવા માટે જનારા ઉમેદવારોના જોડા ઉતારીને પણ તપાસ કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ
કર્મચારીઓનો બંદોબસ્ત: અમરેલી જિલ્લામાં તલાટીની પરીક્ષા યોજાઈ જિલ્લાના 48 કેન્દ્રો પર 511 ખંડમા 15330 પરીક્ષાર્થીઓ પંચાયત તલાટી ની પરીક્ષા આપવા માટે પહોંચ્યા હતા. અન્ય જિલ્લા માંથી પરીક્ષાર્થીઓ ગત રાત્રેથી પરીક્ષા આપવા પહોંચ્યા હતા. આમ વિદ્યાર્થીઓને કોઈ અગવડતા ના સર્જાય અને અન્ય જિલ્લામાંથી પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવા માટે 38 બસ અને 1 સ્પેશ્યલ ટ્રેન અમરેલીથી જૂનાગઢ માટે વ્યવસ્થા પણ કરવામાં આવેલી. અમરેલીના 18 તાલુકા,બગસરા તાલુકામાં 7,સાવરકુંડલા મા 11,બાબરામાં 5,લાઠીમાં 3, દામનગરમાં2 અને લીલીયામા 2 કેન્દ્રો પર પરીક્ષા લેવાઈ હતી. ચુસ્ત બંદોબસ્ત સાથે લોકો સરળતા રહે તે માટે સુરક્ષા સલામતી હેતુ 2 ડીવાયસેપી,10 પીઆઇ,28 પીએસઆઇ તેમજ 374 પોલીસ કર્મચારીઓનો બંદોબસ્ત કરવામાં આવ્યો હતો.