રાજુલા તાલુકાનું ડોળિયા ગામના વતની વિજયભાઇ દવેએ જણાવ્યું કે,રોડ રસ્તા, પીવાના પાણી જેવા પ્રશ્નોને હલ કરવામાં આવ્યાહતા, પરંતુ હાલ ગામની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. જેના કારણે લોકોના હિત માટે 72 સરપંચો દ્વારા મને ટિકિટ અપાવીને કોંગ્રેસનું સંગઠન મજબૂત બનાવવાની તૈયારી બતાવી છે.
આ ઉપરાંત અન્ય ગામના સરપંચે જણાવ્યું કે, વિજયભાઈ દવેને ટિકિટ અપાવી તેમની સાથે ખભેથી ખભો મિલાવીનેતેમને જીતાડીશું અને અમારા યુવા ધારાસભ્ય અંબરીશ ડેર સાથે મળીને ગામના વિકાસ કરશે.