ETV Bharat / state

World Cup 2023 : ભારત-પાકિસ્તાન મેચ સુરક્ષિત માહોલમાં યોજાશે - હર્ષ સંઘવી - વર્લ્ડ કપ મેચમાં ભારત પાકિસ્તાન

અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સુરક્ષા સંદર્ભે વિશેષ મુલાકાત ગૃહપ્રધાન હર્ષ સંઘવી દ્વારા લેવામાં આવી હતી. તેમણે ગુજરાત પોલીસ સાથે સમીક્ષા ઉપરાંત સ્ટેડિયમની અંદર જઇને પણ નિરીક્ષણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે અહીં વર્લ્ડ કપ મેચમાં ભારત પાકિસ્તાન ટકરાવાના છે.

World Cup 2023 : ટીમ ગુજરાત તૈયાર, ભારત પાકિસ્તાન મેચ સુરક્ષિત માહોલમાં યોજાવાનો હર્ષ સંઘવીનો સધિયારો

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 11, 2023, 2:12 PM IST

Updated : Oct 11, 2023, 7:26 PM IST

સુરક્ષા બંદોબસ્ત સમીક્ષા

અમદાવાદ : 14 ઓક્ટોબરના રોજ વર્લ્ડ કપની સૌથી મોટી અને દિગ્ગજ ગણાતી ટીમ એવી ભારત અને પાકિસ્તાનની મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે બપોરે બે કલાકે શરૂઆત થવાની છે. ત્યારે ભારત પાકિસ્તાન મેચમાં અનેક ધાકધમકી નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીને પ્રાપ્ત થઈ હતી ત્યારથી જ ગુજરાત પોલીસ એક્ટિવ બની છે. જેને ધ્યાનમાં લઈને આજે રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત પોલીસના વડા વિકાસ સહાય, અમદાવાદ પોલીસ કમિશનર અને ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી.

  • અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આઈ.સી.સી.ક્રિકેટ વર્લ્ડકપ અંતર્ગત આગામી સમયમાં યોજાનાર ભારત - પાકિસ્તાનની મેચના સંદર્ભમાં ઉચ્ચ સ્તરીય બેઠકનું ગૃહ રાજ્ય મંત્રી શ્રી @sanghaviharsh ની અધ્યક્ષીય ઉપસ્થિતિમાં આયોજન કરવામાં આવ્યું. જેમાં સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી. pic.twitter.com/4rNclTugxy

    — Gujarat Police (@GujaratPolice) October 11, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ટીમ ગુજરાત તૈયાર : બે કલાક સુધી ચાલેલી બેઠક બાદ રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવી સ્ટેડિયમની અંદર પણ પ્રવેશ કર્યો હતો અને ત્યાં પણ સુરક્ષાની દ્રષ્ટિએ અધિકારીઓએ પ્લાનિંગ બાબતે વિગતો પૂરી પાડી હતી. ત્યારબાદ સંઘવીએ મીડિયા સાથેની વાતચીતમાં નિવેદન આપ્યું હતું.

14 ઓક્ટોબર યોજનારી ઇન્ડિયા પાકિસ્તાનની મેચમાં ટીમ ગુજરાત તૈયાર છે અને તમામ પ્રકારની તૈયારીઓ ગુજરાત પોલીસ અને ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી છે.. અમદાવાદના સ્ટેડિયમ ખાતે મેચ જોવા આવતા તમામ પ્રેક્ષકો કોઈપણ બીક અને ડર વગર મેચનો આનંદ માણી શકશે..હર્ષ સંઘવી (રાજ્યકક્ષાના ગૃહપ્રધાન)

પોતાના વાહનનો ઉપયોગ ટાળી મેટ્રોનો ઉપયોગ કરે: ટ્રાફિક સમસ્યાને લઈને રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ મીડિયા સાથેની વાતચીતમાં નિવેદન આપ્યું હતું કે 14 ઓક્ટોબરના દિવસે જે પણ લોકો મેચ જોવા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આવી રહ્યા છે તેઓ પોતાના વાહનનો ઉપયોગ ટાળે અને મેટ્રો સર્વિસનો ઉપયોગ કરે. જેથી ટ્રાફિકની સમસ્યા ન રહે આ ઉપરાંત અમદાવાદ પોલીસ દ્વારા અમદાવાદ એરપોર્ટ રેલવે સ્ટેશન અને બસ સ્ટેશનથી સ્ટેડિયમ માટે આવવાની તમામ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જેથી કોઈપણ પ્રકારનો ટ્રાફિક સમસ્યા ન સર્જાય.. આમ ગુજરાત અને ગુજરાત બહારથી આવતા તમામ પ્રેક્ષકો માટે ટીમ ગુજરાત તૈયાર હોવાનું નિવેદન સંઘવીએ આપ્યું હતું.

પ્રેક્ષકો માટે વિશેષ વ્યવસ્થા વિશ્વ કપની પ્રથમ મેચમાં જ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 81 જેટલા લોકોને ગરમી અને બફારાના કારણે ડીહાઈડ્રેશન થતાં પ્રાથમિક સારવાર આપવાની જરૂર પડી હતી અને હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યા હતાં. ત્યારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 14 ઓક્ટોબરના દિવસે ભારત પાકિસ્તાનની મેચ રમાવા જઈ રહી છે અને સ્ટેડિયમની કેપેસિટી 1.30 લાખ જેટલી પ્રેક્ષકોની કેપેસિટી છે, જેથી સ્ટેડિયમ ખાતે પ્રેક્ષકો માટે ખાસ વ્યવસ્થા પણ સ્ટેડિયમ મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવી હોવાની વિગતો હર્ષ સંઘવીએ આપી હતી.

  1. WORLD CUP 2023 SHUBMAN GILL : શુભમન ગિલ આજે અમદાવાદ જવા રવાના થશે, આગળની સારવાર BCCIની દેખરેખ હેઠળ થશે
  2. WORLD CUP 2023 IND VS AFG : રોહિત શર્મા પાસે આજે અફઘાનિસ્તાન સામે સચિન અને ડી વિલિયર્સનો આ મોટો રેકોર્ડ તોડવાની તક
  3. World Cup 2023 IND vs AFG 9th Match LIVE : અરુણ જેટલી સ્ટેડિયમમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ટક્કર થશે, ટોસ બપોરે 1.30 વાગ્યે થશે

Last Updated : Oct 11, 2023, 7:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.