અમદાવાદ હવામાન વિભાગના ડિરેક્ટર જંયત સરકારે જણાવ્યું હતું કે, ઉતર-પૂર્વી હવાના મારાને લીધે રાજ્યમાં ત્રણ થી ચાર ડિગ્રીનો ઘટાડો જોવા મળી શકે છે. ખાસ કરીને કચ્છના નલિયા અને ઉતર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ઠંડીનું પ્રમાણ વધારે રહેશે. ગયા સપ્તાહ દરમિયાન સાયકલોનિક સર્કયુલેશનને લીધે કચ્છ, ઉતર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠા સાથે કરા પડયા હતા. જેને લીધે શિયાળાની સિસ્ટમને અસર થઈ હતી.
રાજ્યના વિવિધ સ્થળોનું લઘુતમ તાપમાન -
- અમદાવાદ - 13.3 ડિગ્રી
- વડોદરા - 14.1 ડિગ્રી
- ભાવનગર - 16.1 ડિગ્રી
- ભુજ - 13.4 ડિગ્રી
- ડીસા - 11.6 ડિગ્રી
- રાજકોટ - 14.3 ડિગ્રી
સાયકલોનિક સિસ્ટમ આગળ ધપી હોવાથી રાજસ્થાન, હરિયાણા, દિલ્હીમાં વરસાદની સંભાવના છે. જ્યારે ગુજરાતની સરહદ સાથે સંકળાયેલા મધ્યપ્રદેશ અને રાજસ્થાનના કેટલાક જિલ્લાઓમાં વરસાદ થશે. ગુજરાતમાં થયેલા માવઠાને લીધે ખેડૂતોને ભારે નુકસાન અને હાલાકીનો સામનો કરવો પડયો છે.