ETV Bharat / state

આવાસ યોજનાથી બિલ્ડરોને લાભના આક્ષેપો સાથે જનરલ બોર્ડમાં VS હોસ્પિટલનો મુદ્દો ઉછળ્યો - Hospital in Ahmedabad

અમદાવાદ કોર્પોરેશનમાં મળેલા જનરલ બોર્ડની શારદાબેન હોસ્પિટલ તેમજ L.G ખાતમુહૂર્તની સાથે VS હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરવાની માંગ (vs Hospital issue in Ahmedabad) કરી હતી. સાથે જ વિપક્ષ નેતા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાથી બિલ્ડરોને લાભ આપવામાં આવી રહ્યો છે તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા. (Ahmedabad General Board)

આવાસ યોજનાથી બિલ્ડરોને લાભના આક્ષેપો સાથે જનરલ બોર્ડમાં VS હોસ્પિટલનો મુદ્દો ઉછળ્યો

author img

By

Published : Oct 22, 2022, 11:51 AM IST

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણી હવે ગમે તે સમયે જાહેરાત થઈ શકે છે. તેને ધ્યાનમાં લઈને અમદાવાદ કોર્પોરેશન દ્વારા છેલ્લા દસ દિવસમાં બીજું જનરલ બોર્ડ બોલાવવામાં આવ્યું હતું. જેથી અમદાવાદ શહેરમાં જે પણ (vs Hospital issue in Ahmedabad) વિકાસના કામો છે. તેના લોકાર્પણ કે ખાતમુહૂર્ત કરી શકાય તે અંતર્ગત જનરલ બોર્ડમાં વિપક્ષ દ્વારા VS હોસ્પિટલ અને આવાસ યોજનાના મકાનોને લઈને આકરા પ્રહાર કર્યા હતા. (Ahmedabad General Board)

VS હોસ્પિટલને લઈને વિપક્ષ દ્વારા સત્તા પક્ષ પર આક્ષેપો

1 લાખ 16 હજાર અરજી રિજેક્ટ વિપક્ષ નેતા શહેઝાદ ખાને બોર્ડમાં જણાવ્યું હતું કે, જ્યારે ચૂંટણી આવે છે. ત્યારે જ ઇમ્પેક્ટ ફી કેમ જનતાની વચ્ચે મૂકવામાં આવે છે. અમદાવાદ શહેરની જનતાને સમસ્યા ન પડે તે માટે ઓનલાઈન અરજીની સુવિધા ઉભી કરવામાં આવી હતી. પરંતુ જો અરજીની વાત કરવામાં આવે તો પશ્ચિમ ઝોનમાંથી 33,000 અરજી આવી હતી. જેમાંથી 23,000 અરજીઓ મંજૂરી મળી છે. દક્ષિણ ઝોનની વાત કરવામાં આવે તો 38,000 અરજીની સામે 28,000 અરજીને મંજૂરી, ઉત્તર ઝોનમાં 51 અરજીઓની સામે 26,000 અરજીને મંજૂરી, પૂર્વ ઝોનમાં 80,000 અરજીની સામે 36000 અરજીને મંજૂરી, જ્યારે મધ્ય ઝોનમાં 5,000 ની અરજી ની સામે 27,000 અરજીઓને મંજૂરી આપવામાં આવી છે. આમ અત્યાર સુધી એક લાખ સો હજાર જેટલી અરજીઓ રિજેક્ટ કરવામાં આવી છે.

AMC એફિડિવિટ છતાં ગેરકાયદેસર બાંધકામ વધુમાં જણાવ્યું હતું કે 2012માં ગુજરાત હાઇકોર્ટની અંદર AMC દ્વારા એફિડેટ દર્શાવવામાં આવ્યું હતું કે, પાંચ લાખ મકાનોમાં ગેરકાયદેસર બાંધકામ છે. ત્યારે હાલની વાત કરવામાં આવે તો પાંચ લાખથી પણ વધારે ગેરકાયદેસર બાંધકામ જોવા મળી રહ્યું છે. પરંતુ સત્તાપક્ષ દ્વારા બાંધકામની અરજીઓમાં તારીખ બદલાવવામાં આવે છે. જેથી સીધેસીધો બિલ્ડરોનો ફાયદો કરવામાં આવે છે. તેવા આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા.(vs hospital paldi ahmedabad)

SVP હોસ્પિટલમાં 2634 સ્ટાફ દર વખતે જનરલ બોર્ડની અંદર VS હોસ્પિટલ લઈને ચર્ચા કરવામાં આવતી હોય છે. ત્યારે આ વખતે VS હોસ્પિટલને લઈને વિપક્ષ દ્વારા સત્તા પક્ષ પર આક્ષેપો કરવામાં આવ્યા હતા. LG હોસ્પિટલ અને શારદાબેન હોસ્પિટલનું ખાતમુહૂર્ત (Shardaben Hospital Khatmuhurta) કરવામાં આવે છે. તો VS હોસ્પિટલનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. સાથે જ SVP હોસ્પિટલની નવી મોટી ઈમારત બનાવવામાં આવી છે. પરંતુ તેમાં દર્દીને લાભ મળતો નથી. આ હોસ્પિટલમાં 2634નો સ્ટાફ હાજર છે. તેમ છતાં તે હોસ્પિટલમાં રોજના 200 જેટલા દર્દીઓ દાખલ થઈ રહ્યા છે. (LG Hospital Khatmuhurta)

Dymc મોટી જવાબદારી સોંપવામાં આવે વિપક્ષ દ્વારા દસ દિવસમાં બીજું બોર્ડ બોલાવવામાં આવતા જણાવવામાં આવ્યું હતું કે, આવી રીતે કોરોના સમયમાં પણ ચર્ચા કરવા માટે મહિનામાં બે વખત બોર્ડ બોલાવી શકતા હતા. પરંતુ આ વખતે ચૂંટણી પહેલા ખાતમુહૂર્ત કરવાના હોવાથી બીજી વખત બોર્ડ બોલાવવામાં આવી રહ્યું છે. કોંગ્રેસ વિકાસના કામનો વિરોધ કરતો નથી. પરંતુ કોંગ્રેસ પક્ષ માગણી કરે છે કે, અમદાવાદ શહેરના જનતાના વિકાસને માટે અને સમસ્યાઓને હલ કરવા માટે મહિનામાં બે વખત બોર્ડ બોલાવવામાં આવે. સાથે જ જણાવ્યું હતું કે કોર્પોરેશન દ્વારા દરેક DYMC અને આસિસ્ટન્ટ DYMCના હાથ પગ કાપી નાખવામાં આવ્યા છે. કોંગ્રેસ પક્ષ માંગ કરે છે કે આવા સક્ષમ અધિકારીઓને BRTS અને AMTS જેવી મોટી જવાબદારી સોંપવામાં આવે જેથી સારી રીતે કામ કરી શકે છે. (General Board Opposition strikes)

શહેરમાં TDR SR અલગ અલગ હોય છે હાઉસિંગ કમિટીના ચેરમેન અશ્વિન પેથાણીએ જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર EWS અને EWS2 આવાસ યોજનાઓ થઈ રહી છે. તેની અંદર બિલ્ડરને ખૂબ ઓછા માર્જિનથી તેને બજેટ આપતા હોય છીએ. જેને ત્રણથી ચાર માળ સુધી મફતમાં બાંધકામ કરી આપવાનું હોય છે. ત્યારબાદ જે પણ બાંધકામ કરે છે તેની અંદર TDR અને SR લાભ જે પણ થાય તે તેનો હોય છે. અમદાવાદ શહેરની અંદર અલગ અલગ જગ્યા પર TDR અને SR ની કિંમતો જુદી જુદી છે. (Amdavad Municipal Corporation)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.