ETV Bharat / state

અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે વાયબ્રન્ટ નવરાત્રી-2019નો પ્રારંભ - વિજય રૂપાણી

અમદાવાદ: GMDC ગ્રાઉન્ડ ખાતે રવિવારે ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ અને ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ નવરાત્રી ફેસ્ટિવલ સોસાયટી દ્વારા 29 સપ્ટેબર થી 7 ઓક્ટોબર સુધી નવરાત્રી મહોત્સવ 2019નું આયોજન કરવામાં આવ્યું છે. જેનુ આજે સી.એમ. વિજય રૂપાણી દ્વારા લોકસંસ્કૃતિને પ્રોત્સાહન આપવાના હેતુથી નવરાત્રી મહોત્સવનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.

Ahmedabad
author img

By

Published : Sep 29, 2019, 10:24 PM IST

GMDC ખાતે રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા યોજાતા નવરાત્રી મહોત્સવ દર વર્ષે અલગ જ થીમ સાથે યોજાય છે, ત્યારે આ વર્ષે આદ્યશક્તિની સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 250થી વધુ કલાકારોએ ભાગ લીધો હતો. આ સાથે ગુજરાતની ઐતિહાસિક સાંસ્કૃતિક અને ધાર્મિક વારસાને ઉજાગર કરવા વિવિધ વિષયો પર આધારિત પ્રવેશદ્વારનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં વડનગરનું કીર્તિતોરણ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, દાંડી મેમોરિયલ, સોમનાથ મંદિર, ધોળાવીરા, ગીર નેશનલ પાર્ક અને અમદાવાદના ત્રણ દરવાજાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે વાયબ્રન્ટ નવરાત્રી-2019નો પ્રારંભ

વિવિધ થીમ પર આધારિત વિવિધ કક્ષાની સ્થાપના કરવામાં આવી છે. જેમાં વહીવટી અને પ્રચાર-પ્રસાર કળશને શાહીબાગ પેલેસનું સ્વરૂપ આપવામાં આવ્યું છે. જ્યારે સિક્યુરિટી કક્ષને જૂની સિવિલ હોસ્પિટલ અને તબીબ કક્ષને નગીના વાડીનો આકાર આપવામાં આવ્યો છે. જ્યારે વિશેષ કક્ષને દેશ અને દુનિયામાં પ્રસિદ્ધ તેમજ સુંદર રીતે કોતરણી કરવામાં આવેલ સીદીસૈયદની જાળીનું સ્વરૂપ આપવામાં આવ્યું છે.

આ વર્ષે પહેલી વાર નવરાત્રી મહોત્સવમાં સિવિક સેન્ટર ,પોલીસ સ્ટેશન અને ટીવી સ્ટુડિયોની થીમ પર બનાવવામાં આવેલી બાળ નગરી આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. જ્યાં બાળકોને મનોરંજન માટે અનેક પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું છે. ખેલૈયાઓ માટે ખાસ અહી ખાણીપીણી માટે ૨૫ જેટલા ફૂડ સ્ટોલની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાતી હસ્તકળા અને તેના કાર્યકરોની પ્રોત્સાહન આપવાના હેતુથી અહીં 75 સ્ટોલ લગાવવામાં આવ્યા છે. જેથી કારીગરોને પણ તેમના ઉત્પાદનોનું વેંચાણ કરવા માટે સારું પ્લેટફોર્મ મળી શકે.

વર્ષ 2018માં એક અંદાજ મુજબ ૬ લાખથી વધારે લોકોએ નવરાત્રિ મહોત્સવ જોવા ઉમટી પડ્યા હતાં. જેમાં 17 લાખ લોકો ગરબે ઘૂમ્યા હતાં, ત્યારે આ વર્ષે પણ રાજ્ય સરકારને આશા છે કે વરસાદી માહોલમાં ખેલૈયાઓ રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા યોજાયેલ આ નવરાત્રિ મહોત્સવમાં ગરબા રમવા મોટી સંખ્યામાં આવશે. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, પ્રવાસન પ્રધાન જવાહર ચાવડા રમત ગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના પ્રધાન ઈશ્વરસિંહ પટેલ તથા પ્રવાસન પ્રધાન વાસણભાઇ આહિર સહિતના ભાજપના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતાં.

ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમમાં અમદાવાદના મેયર બીજલ પટેલ, સંસદ સભ્ય હસમુખ પટેલ અને કિરીટ સોલંકી પણ ઉપસ્થિત રહ્યા હતાં. આ સાથે ઉદ્ઘાટન સમારંભમાં વિવિધ દેશોના રાજદૂતો અને પ્રતિષ્ઠિત મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતાં.

Intro:અમદાવાદ: જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આજે ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ અને ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ નવરાત્રી ફેસ્ટિવલ સોસાયટી દ્વારા 29 સપ્ટેબર થી 7 ઓક્ટોબર સુધી નવરાત્રી મહોત્સવ 2019 નું આયોજન કરવામાં આવ્યું છે.... આજે સીએમ વિજય રૂપાણી દ્વારા લોકસંસ્કૃતિ ને પ્રોત્સાહન આપવાના હેતુથી નવરાત્રી મહોત્સવનું ઉદઘાટન કરવામાં આવ્યું...જેમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પ્રવાસન મંત્રી જવાહર ચાવડા  રમત ગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના મંત્રી ઈશ્વરસિંહ પટેલ તથા પ્રવાસન મંત્રી વાસણભાઇ આહિર સહિતના ભાજપના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા... ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં અમદાવાદના મેયર બીજલ પટેલ ,સંસદ સભ્ય હસમુખ પટેલ અને કિરીટ સોલંકી પણ ઉપસ્થિત રહ્યા હતા... આ સાથે ઉદ્ઘાટન સમારંભમાં વિવિધ દેશોના રાજદૂતો અને પ્રતિષ્ઠિત મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.....

Body:જીએમડીસી ખાતે રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા યોજાતા નવરાત્રી મહોત્સવ દર વર્ષે અલગજ થીમ સાથે યોજાય છે.... ત્યારે આ વર્ષે આદ્યશક્તિની સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.... જેમાં અઢીસોથી વધુ કલાકારોએ ભાગ લીધો હતો... આ સાથે ગુજરાતની ઐતિહાસિક સાંસ્કૃતિક અને ધાર્મિક વારસાને ઉજાગર કરવા વિવિધ વિષયો પર આધારિત પ્રવેશદ્વારનું પણ નિર્માણ કરવામાં આવ્યું.... જેમાં વડનગરનું કીર્તિતોરણ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, દાંડી મેમોરિયલ, સોમનાથ મંદિર, ધોળાવીરા, ગીર નેશનલ પાર્ક અને અમદાવાદના ત્રણ દરવાજા નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.... વિવિધ થીમ પર આધારિત વિવિધ કક્ષની સ્થાપના કરવામાં આવી છે.... જેમાં વહીવટી અને પ્રચાર-પ્રસાર કળશને શાહીબાગ પેલેસ નું સ્વરૂપ આપવામાં આવ્યું છે.... જ્યારે સિક્યુરિટી કક્ષને જૂની સિવિલ હોસ્પિટલ અને તબીબ કક્ષને નગીના વાડી નો આકાર આપવામાં આવ્યો છે.... જ્યારે વિશેષ કક્ષ ને દેશ અને દુનિયામાં પ્રસિદ્ધ તેમજ સુંદર રીતે કોતરણી કરવામાં આવેલ સીદીસૈયદની જાળી નું સ્વરૂપ આપવામાં આવ્યું છે.....આ વર્ષે પહેલી વાર નવરાત્રી મહોત્સવમાં સિવિક સેન્ટર ,પોલીસ સ્ટેશન અને ટીવી સ્ટુડિયો ની થીમ પર બનાવવામાં આવેલી બાળ નગરી આકર્ષણનું કેન્દ્ર બની રહેશે....જ્યાં બાળકો ને મનોરંજન માટે અનેક પ્રવૃતિઓ નું આયોજન કરવામાં આવ્યું છે....  ખેલૈયાઓ માટે ખાસ અહી ખાણીપીણી માટે ૨૫ જેટલા ફૂડ સ્ટોલ ની પણ સ્થાપના કરવામાં આવી છે ...દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાતી હસ્તકળા અને તેના કાર્યકરોની પ્રોત્સાહન આપવાના હેતુથી અહીં 75 સ્ટોલ લગાવવામાં આવ્યા છે....જેના માધ્યમ થી નાગરિકોને ગુજરાતની  અનોખી હસ્ત કલા કારીગીરી થી લોકો વાકેફ થઈ શકે અને કારીગરોને પણ તેમના ઉત્પાદનોનું વેચાણ કરવા માટે સારું પ્લેટફોર્મ મળી શકે....

બાઈટ -: જવાહર ચાવડા - પ્રવાસન મંત્રી 

વર્ષ 2018 માં એક અંદાજ મુજબ ૬ લાખ થી વધારે લોકો એ નવરાત્રિ મહોત્સવ જોવા ઉમટી પડ્યા હતા... જેમાં 17 લાખ લોકો ગરબે ઘૂમ્યા હતા...  ત્યારે આ વર્ષે પણ રાજ્ય સરકારને આશા છે કે વરસાદી માહોલમાં ખેલૈયાઓ રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા યોજાયેલ આ નવરાત્રિ મહોત્સવમાં ગરબા રમવા મોટી સંખ્યામાં આવશે.......

નોંધ- ફીડ લાઈવકીટથી મોકલેલ છે...Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.