ETV Bharat / state

Ahmedabad News : અમેરિકાના રાજદૂત બન્યા હેરિટેજ સિટી અમદાવાદના મહેમાન, વ્યક્ત કર્યો અનુભવ - US Ambassador Eric Garcetti sabarmati ashram

અમેરિકાના રાજદૂત એરીક ગાસેંટીએ હેરિટેજ સિટી અમદાવાદની મુલાકાત લીધી હતી. જેમાં સવારે ગાંધી આશ્રમ અને બપોર બાદ ગિફ્ટ સિટીની મુલાકાતે પહોંચ્યા હતા. સવારે ગુજરાતી નાસ્તોનો સ્વાદ માણ્યો હતો. તેમજ અમદાવાદની મુલાકાતને લઈને પોતાનો અનુભવ વ્યક્ત કર્યો હતો.

Ahmedabad News : અમેરિકાના રાજદૂત બન્યા હેરિટેજ સિટી અમદાવાદના મહેમાન, વ્યક્ત કર્યો અનુભવ
Ahmedabad News : USAના એમ્બેસેડર હેરિટેજ સિટી મહેમાન બન્યા, વ્યક્ત કર્યો અનુભવ
author img

By

Published : May 15, 2023, 3:34 PM IST

Updated : May 15, 2023, 4:29 PM IST

અમેરિકાના રાજદૂત બન્યા હેરિટેજ સિટી અમદાવાદના મહેમાન

અમદાવાદ : ભારતના સંબંધો વિવિધ દેશો સાથે દિવસને દિવસે વધુ મજબૂત બની રહ્યા છે. ત્યારે અમેરિકાના રાજદુત તેમજ રાષ્ટ્રપતિ તરીકે કામ કરતા એરીક ગાસેંટી યુનેસ્કો ઓલ્ડ સીટી એટલે કે અમદાવાદ શહેરની મુલાકાત લીધી હતી. જેમાં હેરિટેજ, ધાર્મિક સ્થળો, સ્વરોજગાર મહિલા સંગઠનની મુલાકાત કરી હતી. અમદાવાદ ખાતે આવેલા મહાત્મા ગાંધીના આશ્રમની મુલાકાત લઇ રેટિયા પર પણ તેમણે હાથ અજમાવ્યો હતો.

આજે હું યુનેસ્કો દ્વારા હેરિટેજ સિટી તરીકે જાહેર કરેલા અમદાવાદ શહેરની મુલાકાત કરી છે. જેમાં હેરિટેજ ધાર્મિક સ્થળોની મુલાકાત બાદ સ્વરોજગાર મહિલા સંગઠન તેમજ ગાંધીનગર ખાતે તૈયાર કરવામાં આવેલા ગિફ્ટ સિટીમાં બિઝનેસ લીડર્સ સાથે જોડાઈ ગુજરાતના રાજકીય તેમજ સામાજિક નેતાઓ સાથે દ્વિપક્ષીય સંબંધો વિશે ચર્ચા કરવામાં આવશે. અમદાવાદની મુલાકાતે હોય અને વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમની મુલાકાત ન લવ તો મારો આ પ્રવાસ અધૂરો ગણાય.- એરીક ગાસેંટી

" class="align-text-top noRightClick twitterSection" data=" ">

14 જૂને વડાપ્રધાન અમેરિકા પ્રવાસે : વધુમાં જણાવ્યું હતું કે, સાબરમતી આશ્રમ ગાંધીજીના અહિંસાના સંદેશ અને ભારતની લોકશાહીના પાયાનું કાયમી પ્રતીક તરીકે આ ઉભો છે. રાજદૂત તરીકે નવી દિલ્હીની બહાર મારો આ પ્રથમ પ્રવાસ છે. આજની મારી આ અમદાવાદ શહેરની મુલાકાત અને યુનાઇટેડ સ્ટેટ માટે ભારતનું મહત્વ દર્શાવી રહી છે. આજ વિશ્વની સૌથી મોટો લોકશાહી યુનાઇટેડ સ્ટેટ અને વિશ્વની સૌથી મોટી લોકશાહી ભારત વચ્ચેનો સંબંધ આજ સમગ્ર વિશ્વ જોઈ રહ્યો છે. જૂન મહિનામાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરવા યુએસએ આવી રહ્યા છે. 14 વર્ષમાં યુનાઇટેડ સ્ટેટની આ ભારતની પ્રથમ સત્તાવાર રાજ્ય મુલાકાત હશે.

  1. Karnataka New Cm: કર્ણાટકના સીએમનો નિર્ણય દિલ્હીમાં, સિદ્ધારમૈયાએ લગાવી 2/3 ફોર્મ્યુલા
  2. કાયદાની મજાક! પૂર્વ મંત્રીની વિનંતી પર 2 કેદીઓ સત્યેન્દ્ર જૈનની સેલમાં શિફ્ટ થયા, એસપીને નોટિસ

ગાંધી આશ્રમ આવી શાંતિની અનુભૂતિ થઈ : વધુમાં જણાવ્યું હતું કે, મેં અત્યાર સુધી ગાંધીજી વિશે સાંભળ્યું હતું. પરંતુ આજે મેં ખુદ ગાંધી આશ્રમમાં આવીને અનુભવ્યું છે. યુએસએ અને ભારત વચ્ચે બે મિલિયન ડોલરનો વ્યાપાર હતો, પરંતુ હવે 200 મિલિયનનો વ્યાપાર થઈ રહ્યો છે. આ ઉપરાંત ભારતથી આવતા વિદ્યાર્થીઓ પર જણાવ્યું હતું કે, ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે જે ભારતથી અમેરિકા આવવા માંગે છે. યુએસએ આ મુદ્દા પર પણ ફોકસ કરી રહ્યું છે. ઘણી બધી કંપનીના સીઈઓ પણ ભારતીય છે. ભારતના વિદ્યાર્થીઓ અમેરિકા લાવવામાં આવે તો અમેરિકા માટે સારી વાત કહી શકાય છે.

Last Updated : May 15, 2023, 4:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.