અમદાવાદઃ મહાર સમુદાય સાથે સંકળાયેલા લોર્ડ બુધ્ધા ફાઉન્ડેશન દ્વારા હાઇકોર્ટમાં દાખલ કરાયેલી રિટમાં રજૂઆત કરવામાં આવી છે કે, ગુજરાત સરકાર વર્ષ 1960 પહેલા ગુજરાતની સીમામાં રહેતા મહાર સમુદાયના લોકોને જ અનુસૂચિત જાતિમાં સામેલ કરે છે જે જે સમુદાયના અધિકારોનું ઉલ્લંઘન છે. હાઇકોર્ટમાં દાખલ કરેલી રિટમાં ગુજરાત સરકારના ઠરાવને પડકારવામાં આવ્યો છે.
નોંધનીય છે કે વર્ષ 1960 પહેલા મહારાષ્ટ્ર અને વર્તમાન ગુજરાત રાજ્યમાં વસતા મહાર સમુદાયના લોકોને સરકાર દ્વારા અનુસૂચિત જાતિનો સ્ટેટ્સ આપવામાં આવ્યો હતો.