અમદાવાદ: કોરોના મહામારી દરમિયાન ડૉક્ટર્સ દ્વારા કોરોના વોરિયર બનીને જે સેવા આપવામાં આવી રહી છે એ ખરેખર પ્રશંસાને લાયક છે. ડૉક્ટર્સ અને હેલ્થ સ્ટાફની ટીમ જો સાચા અર્થમાં કાર્યરત ન હોત તો આપણે અમદાવાદમાં કોરોના પર કેટલીક હદ સુધી કાબૂ મેળવી શક્યા ન હોત. કોરોના મહામારીમાં જ્યારે લોકો અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. ત્યારે ડૉક્ટર અને મેડિકલ સ્ટાફ તેની સામે લડી સમાજની મદદ કરી છે.
ડૉક્ટર કે મેડિકલ સ્ટાફ પર હુમલા કરનાર લોકો વિશે ટિપ્પણી કરતાં હાઈકોર્ટે કહ્યું કે, ડૉક્ટર્સ પોતાના જીવને જોખમમાં મૂકીને બીજાના જીવને નવજીવન આપે છે ત્યારે ભૂલવું ન જોઈએ ડોક્ટર પણ કોઈના પુત્ર, પતિ, પત્ની કે સંતાન હોય છે. હાઈકોર્ટે કહ્યું કે મેડિકલ પ્રોફેશન ખૂબ જ દયાળું હોય છે તેવું સાંભળ્યું હતું તે આજે જોઈ લીધું છે.