અમદાવાદ વિકાસના પંથે આગળ વધી રહ્યું છે. ત્યારે કેટલાંક અસમાજિકક તત્વો દ્વારા શહેરમાં ગેરકાયદેસર દબાણ ઊભું કરવામાં આવી રહ્યું છે.જેના કારણે ટ્રાફિકની સમસ્યામાં વધારો થાય છે.એટલે અમદાવાદના કલેક્ટર વિક્રાંત પાંડેએ દબાણ દૂર કરવાનું ખાસ અભિયાન શરૂ કર્યુ છે. જે અંતગર્ત શહેરના વાસણા વિસ્તારમાં 21.25 કરોડના ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા છે.
અમદાવાદ જિલ્લા કલેક્ટરે વાસણા વિસ્તારમાં કરોડના ગેરકાયદેસર દબાણ દૂર કરાવ્યા અમદાવાદ કલેકટર દ્વારા શરૂ થયેલાં અભિયાન દ્વારા દબાણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વાસણા વિસ્તારમાં અંદાજિત 21.25 કરોડના ગેરકાયદેસર દબાણો દૂર કરાયા હતા.આ બાબતે જિલ્લા કલેકટર વિક્રાંત પાંડેએ જણાવ્યું હતું કે, સરકારી જમીન પર કરવામાં આવેલ દબાણની કાર્યવાહી ચાલુ કરવામાં આવશે. જ્યારે આ સરકારી જમીનની કિંમત 750 લાખ તથા 1375 લાખ આસપાસ છે. પાંડેએ વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદના વાસણા વિસ્તારમાં કુલ 1964 ચો.મી. જમીનને ખુલ્લી કરવામાં આવી છે. આ જમીન પર 24 જેટલા રહેણાંકના દબાણો અને પાંચ કોમર્શિયલ દબાણો હતા. આ દબાણો દૂર કરવા ગુજરાત હાઇકોર્ટમાં થયેલી પિટિશનના આધારે હાઇકોર્ટે આપેલી સમય મર્યાદામાં દબાણો દૂર કરવામાં આવ્યા છે. વાસણા વિસ્તારમાં કરવામાં આવેલી આ સરાહનીય કાર્યવાહીમાં પોલીસની મદદ લેવામાં આવી હતી. ત્યારે આવનાર સમયમાં શહેરના તમામ વિસ્તારમાં દબાણ દૂર કરવામાં આવશે તેવી ખાતરી જિલ્લા કલેક્ટર દ્વારા આપવામાં આવી હતી.