ETV Bharat / state

Tapi River Pollution: સાબરમતી બાદ હવે તાપી નદીના પ્રદૂષણના મામલે હાઈકોર્ટમાં PIL, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને નોટિસ ફટકારાઈ - અમદાવાદ ટેક્સટાઇલ ઉદ્યોગ

તાપી નદીમાં પ્રદૂષિત પાણી છોડવાનો મુદ્દો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો છે. જાહેરહિતની અરજીમાં કહેવામાં આવ્યું છે કે આર્સેલર મિત્તલ દ્વારા તાપી નદીમાં પ્રદૂષિત પાણી (Tapi River Pollution) છોડવામાં આવે છે. પરીક્ષણ દરમિયાન પણ તાપીનું પાણી પ્રદૂષિત હોવાનું સામે આવ્યું હતું.

Tapi River Pollution: સાબરમતી બાદ હવે તાપી નદીના પ્રદૂષણના મામલે હાઈકોર્ટમાં PIL, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને નોટિસ ફટકારાઈ

author img

By

Published : Mar 28, 2022, 8:51 PM IST

અમદાવાદ: વધતા જતા પ્રદૂષણના લીધે હવે તાપી નદીના પ્રદૂષણ (Tapi River Pollution)નો મામલો પણ ગુજરાત હાઇકોર્ટમાં પહોંચ્યો છે. હાઇકોર્ટમાં થયેલી જાહેરહિતની અરજીમાં એવું કહેવામાં આવ્યું છે કે, આર્સેલર મિત્તલ (arcelormittal surat pollution) દ્વારા પ્રદૂષિત પાણી તાપી નદીમાં છોડવામાં આવે છે. આ મામલે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (Pollution Control Board)ને નોટિસ પણ ફટકારવામાં આવી છે.

અર્સેલર મિત્તલ કંપની દ્વારા પ્રદૂષિત તાપીમાં પાણી છોડવામાં આવે છે-હાઇકોર્ટમાં અરજદાર દ્વારા એવી રજૂઆત કરવામાં આવી છે જેમાં હાલ કંપનીને પર્યાવરણ વિભાગ (department of environment gujarat) અને વન વિભાગે (forest department gujarat) એન્વાયરમેન્ટ ક્લિયરન્સ સર્ટિફિકેટ (Environment Clearance Certificate) ઇસ્યુ કર્યું હતું. જેમાં શરત મૂકવામાં આવી હતી કે, આર્સેલર મિત્તલ કંપની કોઈપણ પ્રકારના દૂષિત પાણી તાપી નદીમાં નહીં છોડે. તેમ છતાં તેમણે શરતનું ઉલ્લંઘન કરીને અર્સેલર મિત્તલ કંપની દ્વારા પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જે ખૂબ જ નુકસાનકારક છે અને ટોક્સિકથી ભરપૂર પ્રદૂષિત પાણી તાપીમાં છોડવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: Tapi River Front Surat: સાબરમતી રિવર ફ્રન્ટને પણ ફિક્કો પાડશે તાપી રિવર ફ્રન્ટ, જાણો કેટલો થશે ખર્ચ

તાપી નદીના પાણીનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું- વર્ષ 2021માં અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી (Ahmedabad Textile Industry) દ્વારા તાપી નદીના અલગ અલગ વિસ્તારમાંથી સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેનુંઅમદાવાદ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ એસોસિએશન (Ahmedabad Industrial Research Association) દ્વારા પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં પરીક્ષણ દરમિયાન તાપીનું પાણી પ્રદૂષિત હોવાનું સામે આવ્યું હતું.

આ પણ વાંચો: સુરત શહેર સલામત રહે તેને ધ્યાનમાં રાખીને બેરેજની ડિઝાઇન તૈયાર કરવામાં આવી

આર્સેલર મિત્તલ કંપનીને 4 નોટિસ આપવામાં આવી- અત્રે એ નોંધનીય છે કે કંપની દ્વારા દૈનિક 17,250 મેટ્રિક લીટર પાણી છોડવામાં આવી રહ્યું છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આર્સેલર મિત્તલને છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ચાર નોટિસ ઈશ્યું કરવામાં આવી છે પરંતુ કંપની દ્વારા કોઈ જવાબ આપવામાં નથી આવી રહયો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.