ETV Bharat / state

Surat Rain Update : રાંદેરમાં હનુમાન ટેકરી ફ્લડ ગેટ બંધ કરાયો, કમિશનર શાલિની અગ્રવાલે રાઉન્ડ લીધો, રેવાનગરમાં સ્થળાંતર - કમિશનર શાલિની અગ્રવાલે

ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં ગઈકાલે રાતે 2.90 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. જેને પગલે તાપી નદી બંને કાંઠે વહેતી થઈ છે. ત્યારે રાંદેર વિસ્તારમાં હનુમાન ટેકરી ફ્લડ ગેટ અને કોઝવે ફ્લડ ગેટ બંધ કરાયો છે.

Surat Rain Update : રાંદેરમાં હનુમાન ટેકરી ફ્લડ ગેટ બંધ કરાયો, કમિશનર શાલિની અગ્રવાલે રાઉન્ડ લીધો, રેવાનગરમાં સ્થળાંતર

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 18, 2023, 8:16 PM IST

રેવાનગરમાં સ્થળાંતર કરાયું

સુરત : સુરતની લોકમાતા તાપી નદીમાં 2.90 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે જેને લઇને વહીવટી તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યાં છે. ચોમાસુ તેના આખરી તબક્કામાં છે ત્યારે દેશના મધ્યપ્રદેશ રાજ્યમાં ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં ગઈકાલે રાતે 2.90 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. જેને પગલે તાપી નદી બંને કાંઠે વહેતી થઈ છે.

પરિસ્થિતિનો અંદાજ લેવા માટે રાઉન્ડ : સુરત મહાનગરપાલિકા કમિશનર શાલિની અગ્રવાલ પરિસ્થિતિનો અંદાજ લેવા માટે રાઉન્ડ પર નીકળ્યા હતાં. સુરતના રાંદેર વિસ્તારમાં આવેલ હનુમાન ટેકરી ફ્લડ ગેટ અને કોઝવે ફ્લડ ગેટ બંધ કરાયો છે. ત્યારે બંને સ્થળોએ શાલિની અગ્રવાલ સાથે મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના પદાધિકારીઓ પણ સ્થળ મુલાકાત કરી રહ્યા છે. તમામ અધિકારીઓએ હનુમાન ટેકરી ફ્લડ ગેટની મુલાકાત લીધી હતી. સાથે પરિસ્થિતિ નિયંત્રણમાં રાખવા શહેરમાં પાણી ન પ્રવેશે તેની ખાસ તકેદારી રાખવા અધિકારીઓને સૂચના આપી છે.

  • સુરત જિલ્લાના સૌ નાગરિકોને જરૂરી સાવચેતી રાખવા તથા કોઇ પણ આપાતકાલીન પરિસ્થિતિ ઉદભવે તો નીચે દર્શાવેલ નંબર ઉપર કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા વિનંતી છે. @CMOGuj @SEOC_Gujarat pic.twitter.com/gk7ypw3NRp

    — Collector Surat (@collectorsurat) July 28, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

જળસપાટીનું સતત મોનિટરિંગ : ઉકાઈ ડેમમાંથી છોડવામાં આવી રહ્યું છે ત્યારે તેના પાણીનું સ્તર જાળવવા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. આ બાબતે સુરત મહાનગરપાલિકા કમિશનર શાલિની અગ્રવાલે જણાવ્યું કે, સુરત શહેરમાં વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં લેતા અને ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં જે પાણી છોડવામાં આવી રહ્યું છે. આ બંને વસ્તુને ધ્યાનમાં લેતા સુરત મહાનગરપાલિકાની વહીવટી અને ચૂંટાયેલી ટીમ દ્વારા બંને સંયુક્ત રીતે શહેરમાં કરવામાં આવતી તમામ કામગીરી કરવામાં આવી રહી છે.

સુરત શહેરના વિવિધ વિભાગો અને તેમાં ખાસ કરીને ઈરિગેશન વિભાગો સાથે સંકલનમાં રહીને ઉકાઈ ડેમમાંથી છોડવામાં આવી રહ્યું પાણીનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. તથા ગઈકાલથી જે ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે તેમાં વધારો પણ કરવામાં આવ્યો છે... શાલિની અગ્રવાલ(સુરત મહાનગરપાલિકા કમિશનર)

રેવાનગરમાંથી 48 લોકોનું સ્થળાંતર : શાલિની અગ્રવાલે વધુમાં જણાવ્યું હતું કે હાલમાં શહેરના પાંચ ફ્લડ ગેટ બંધ કરવામાં આવ્યા છે. ખાસ કરીને શહેરના નીચાણવાળા વિસ્તારોમાં સુરત મહાનગરપાલિકાની ટીમ દ્વારા આખી રાત સુધી વિઝીટ કરવામાં આવી છે. તે ઉપરાંત રેવાનગરમાંથી 48 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. તે સાથે જ સેન્ટ્રલ ઝોનના ડક્કા ઓવારા પાસેથી 100 જેટલા લોકોને સુરક્ષિત સ્થળ પર ખસેડવામાં આવ્યા છે. એની સાથે સુરત મહાનગરપાલિકા દ્વારા ફૂડ હેલ્થ, આરોગ્ય, સાફસફાઈ માટે તૈયાર છે.

તાપીના કિનારે ન જવા અનુરોધ : તેમણે વધુમાં જણાવ્યું કે, ગઈકાલે સવારે ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં 1.70 લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું હતું. ત્યારબાદ 2.70 લાખ જેટલું પાણી છોડવામાં આવ્યું હતું. અને આજરોજ 2.90 લાખ પાણી છોડવામાં આવ્યો છે.જેથી તમામ લોકોને એલર્ટ મોડ ઉપર રાખવામાં આવ્યાં છે. જેથી તમામને કહેવામાં આવ્યું છે કે તાપી નદીમાં પાણીનો પ્રવાહ વધારે હોવાથી તાપી કિનારા ઉપર અવરજવર ન કરે તે ઉપરાંત શહેરના તમામ ફ્લડ ગેટનું પણ મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.

સેન્ટ્રલ ઝોનમાંથી અન્યત્ર સ્થળાંતરિત : વધુમાં જણાવ્યું કે, રેવાનગર પાસે 11 ઘરોમાં પાણી ઘુસી ગયા છે. તેઓને કુલ 48 લોકોને સ્થાનિક સ્કૂલમાં સ્થળાંતર કરવામાં આવ્યા છે.તે ઉપરાંત અન્ય કોઈ સ્થળ પર આ રીતનો બનાવ બન્યો નથી. સુરક્ષાની દ્રષ્ટિએ લોકોને ધ્યાનમાં રાખીને સેન્ટ્રલ ઝોનમાંથી 100થી વધુ લોકો પોતપોતાના સંબંધીને ત્યાં જતા રહ્યાં છે.

  1. Gujarat Monsoon update : વરસાદથી ગુજરાત જળબંબાકાર, અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી
  2. Surat Rain Update : સુરતમાં તાપી નદીના પાણીમાં ત્રણ પૂજારી ફસાયાં, ફાયર ટીમ દ્વારા રેસ્ક્યુ કરાયું
  3. Ukai Dam: ઉકાઈ ડેમમાં પાણી છોડાતા તાપી નદી બે કાંઠે, આસપાસના ગામોમાં એલર્ટ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.