એક તો પાણીનું પ્રમાણ ઓછું છે તેમજ ફોર્સ ઓછો આવે, આ તો સામાન્ય રૂટિન તકલીફો હતી. તેમ છતાં પાણીમાં કેમિકલયુક્ત ક્ષાર અને તેનું પ્રમાણ વધતા ગામના લોકોને ચામડીના રોગો થવા એ તકલીફો પડી રહી છે.
ગામ લોકોમાં ખૂબ જ આક્રોશ છે કે, પીવાના પાણીમાં આટલા સમયથી તકલીફો હતી. તેમ છતાં આખા ગામને ચામડીના રોગો થવાથી દવાઓ આયુર્વેદિક, હોમિયોપેથી, એલોપેથી અને બધા પ્રકારની દવાઓ સિવિલ હોસ્પિટલથી માંડી વડોદરા આણંદ બોરસદ ગયા હતા. પરંતુ આ તકલીફનો કોઈ ઉકેલ આવતો નથી. ગ્રામજનોનું કહેવું છે કે, જો અમને પહેલાં બોરનું પાણી આવતું હતું તે જ આપવામાં આવે તો આ તકલીફ રહેશે નહીં.