1995થી ભાજપનો ગઠ ગણાતો આ સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભાજપાને 2012માં કુલ 54 સીટો માંથી 35 પર વિજય થયો હતો. પરંતું 2017ના વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીને આમાથી 14 બેઠકો ગુમાવી પડી હતી, અને જ્યારે કોંગ્રસની બેઠકોનો આંકડો 16થી વધીને 32 થઇ ગયો હતો.
ડિસેમ્બર 2017માં વિધાનસભાની ચૂંટણીમાં આ વિસ્તારના જટકા સાથે, ભાજપ ત્રણ દાયકા પછી રાજ્યમાં સત્તા ગુમાવવાની નજીક આવી ગયું છે. રાજ્યની 182 સભ્યોની વિધાનસભામાં ભાજપને 99 બેઠકો મળી હતી, જે બહુમતી કરતા સાત બેઠકોથી વધુ હતી, જ્યારે છેલ્લી વિધાનસભાની ચૂંટણી કરતા 16 બેઠકો ઓછી હતી.
આ મોટા પરિવર્તનનું કારણ ખેડૂતોની હાલત, બેરોજગારીની સાથે- સાથે નોટબંદી અને GSTથી નાના વર્ગના ઉદ્યોગ, કારોબાર પર થએલી મોટી મારની આસર જોવા મળે છે.
વધુમાં જોઇએ તો ફાયરબ્રાન્ડ યુવા નેતા હર્દિક પટેલે તેમના પાટીદાર સમુદાય માટે આરક્ષણની માંગ અંગેના વિરોધને સૌરાષ્ટ્રમાં ગંભીર અસર પાડી હતી. કારણ કે આ વિસ્તારમાં પાટીદાર સમુદાયની વિશાળ વસતિ છે. મહત્વનું એ છે કે, હર્દિક હવે કોંગ્રેસમાં જોડાયા છે.
ત્યારે આ વખતે ભાજપે સૌરાષ્ટ્ર વિસ્તારમાં ચૂંટણી પ્રચાર અભિયાનમાં કોઈ કસર છોડી નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે આ વિસ્તારોમાં સાત રેલીઓનું આયોજન કર્યું હતું.
બીજી તરફ કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાજ્યમાં તેમની રેલીમાં ન્યાય યોજના પર ભાર મૂક્યો હતો, જેના હેઠળ દેશમાં 12 કરોદડ ગરીબ પરિવારોને ઓછામાં ઓછી 72,000 રૂપિયાની વાર્ષિક આવક પર ગેરેંટી આપવામાં આવી છે, અને કોંગ્રેસે તેના ચૂંટણી મેનિફેસ્ટોમાં આનો સમાવેશ કર્યો છે.