ફાયર બ્રિગેડ ટીમની સરાહનીય કામગીરી, કુવામાં પડેલા મોરને બચાવ્યો - gujarati news
ગાંધીનગરઃ પાટનગરના કોલવડા પાસે સોનીપુર રોડ પર એક કુવામાં મોર પડી ગયો હતો, જેની જાણ થતાં તેને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા સલામત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો.
ફાયર બ્રિગેડ ટીમની સરાહનીય કામગીરી, કુવામાં પડેલા મોરને બચાવ્યો
પાટનગરના કોલવડા પાસે સોનીપુર રોડ પર 80 થી 90 ફૂટના કુવામાં મોર પડી ગયો હતો. જેને ગાંધીનગરના ફાયર બ્રિગેડ ટીમ દ્વારા સલામત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યાર બાદ મોરને ચેક કરતા પગમાં સામાન્ય ઇજા થયેલ હતી. જેથી મોરને વનચેતના ખાતે જંગલ ખાતાના અધિકારીઓને સોંપવામાં આવ્યો હતો.