ETV Bharat / state

Rajya Sabha Election 2023 : ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં યોજાશે રાજ્યસભાની ચૂંટણી, રૂપાણી સરકારના પ્રધાનોને મળી શકે છે ટીકીટ - Three Seats In Gujarat

ગુજરાતમાં રાજ્યસભાની 3 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. વિદેશ મંત્રી એસ.જયશંકર, જુગલ ઠાકોર, દિનેશ અનાવડીયાની ટર્મ પૂર્ણ થવાની છે. ત્યારે આ વખતે પણ 3 બેઠકો પર ભાજપનું પ્રતિનિધિત્વ થશે. કેન્દ્રીય ચૂંટણી પંચે જે રાજ્યોમાં રાજ્યસભાના સભ્યોની ટર્મ પૂર્ણ થાય છે તે રાજ્યોને પત્ર લખ્યો છે.

rajya-sabha-elections-are-likely-to-be-held-in-august-for-three-seats-in-gujarat

author img

By

Published : Jun 6, 2023, 5:03 PM IST

Updated : Jun 6, 2023, 5:49 PM IST

ગાંધીનગર : ગુજરાતમાંથી રાજ્યસભામાં સાંસદ તરીકે નિયુક્ત થનારા 3 રાજ્યસભાના સંસદની ટર્મ જુલાઈ માસમાં પુરી થશે. ઓગસ્ટ માસના પ્રથમ અથવા બીજા અઠવાડિયામાં વિધાનસભાના 4 માળે રાજ્ય સભાની ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં વર્તમાન સાંસદ જુગલજી ઠાકોર અને દિનેશ અનાવડીયાની ટીકીટ રિપીટ નહીં થાય તેવી શક્યતાઓ છે જ્યારે વિજય રૂપાણીના સરકારના પ્રધાનોમાંથી 2 પૂર્વ પ્રધાનોને અથવા તો કોઈ નવા જ ચહેરાઓને રાજ્યસભાની ટીકીટ મળી શકે છે.

ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં યોજાશે રાજ્યસભાની ચૂંટણી

2 સંસદ સભ્યોની થશે બાદબાકી?: ગુજરાતની ત્રણ રાજ્યસભાની બેઠક ઉપર ઓગસ્ટમાં ચૂંટણી યોજાઈ તેવી તૈયારીઓ શરૂ કરવા માટે કેન્દ્રીય ચૂંટણી પંચે દ્વારા રાજ્ય ચૂંટણી પંચને પત્ર વ્યવહાર કરી દેવામાં આવ્યો છે. ગુજરાતની ખાલી પડી રહેલ ત્રણ બેઠકો એક બેઠકમાં કેન્દ્રીય વિદેશ પ્રધાનને ફરીથી રિપીટ કરવામાં આવશે જ્યારે અન્ય બે સાંસદો જેવા કે જુગલજી ઠાકોર અને દિનેશ અનાવડીયાને બાદબાકી કરીને ભાજપ અન્ય નેતાઓને રાજ્ય સભામાં સ્થાન આપશે.

રૂપાણી સરકારના પૂર્વ પ્રધાનો પર પસંદગી?: મળતી માહિતી પ્રમાણે રાજ્યસભાની ત્રણ બેઠકો પૈકી બે બેઠકો માટે ભાજપ ચહેરો બદલશે ત્યારે ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન રૂપાણી સરકારના પૂર્વ પ્રધાન ઉપર પસંદગીનો કળશ ઢોળવામાં આવશે. ઉલ્લેખનીય છે કે રાજ્યસભાની ચૂંટણીમાં વિજય રૂપાણી અને નીતિન પટેલનું નામ પણ અત્યારે ચર્ચામાં ચાલી રહ્યું છે પરંતુ વર્ષ 2024 માં આવનારી લોકસભાની ચૂંટણીમાં પણ વિજય રૂપાણી અને નીતિન પટેલ એ સંભવિત ઉમેદવારોમાં છે. રાજ્યસભાની ચૂંટણીમાં વિજય રૂપાણીની સરકારના પ્રધાનો જેવા કે પ્રદિપસિંહ જાડેજા, સૌરભ પટેલ, દિલીપ ઠાકોર અથવા તો વર્ષ 2022 ની વિધાનસભાની ચૂંટણીમાં જે એક જ નેતાઓને ટિકિટ નથી મળી તેવા નેતાઓને પણ રાજ્ય સભાનું મેન્ડેડ ભાજપ આપી શકે છે.

વિધાનસભામાં ભાજપ મજબૂત, કોંગ્રેસ નામનું: રાજ્યસભાની ચૂંટણીની વાત કરવામાં આવે તો ધારાસભ્યો રાજ્યસભાની ચૂંટણીમાં મતદાન કરતા હોય છે ત્યારે ઓગસ્ટ મહિનામાં આવનારી ત્રણ બેઠકો પર ચૂંટણીમાં ભાજપ પક્ષને જો ફાયદો થશે કારણકે ગુજરાત વિધાનસભામાં ભાજપ પક્ષના 156 ધારાસભ્યો છે. કોંગ્રેસના ફક્ત 17 જેટલા જ ધારાસભ્યો છે અને જો પાંચ જેટલા ધારાસભ્યો આમ આદમી પાર્ટી અને અન્ય પક્ષનું સમર્થન મળે તો પણ 25 જ ધારાસભ્ય કોંગ્રેસ તરફી જોવા મળે છે. આમ ફરીથી રાજ્યસભાની ત્રણેય બેઠકો ઉપર ભાજપનું જ પ્રતિનિધિત્વ જીતશે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

'રાજ્યસભાની ચૂંટણી અત્યારના જ સ્પષ્ટ છે અને ભાજપ ફરીથી ત્રણે ત્રણ બેઠકમાં જીત મેળવશે. કોંગ્રેસ ફક્ત હરીફાઈ માટે જ ઉમેદવારો જાહેર કરશે. 156 બેઠકોની બહુમતી હોવાથી ભાજપ દર વખતની જેમ આ વખતે પણ ઉમેદવારોની સરપ્રાઇઝ આપવામાં આવશે. 2024 ની ચૂંટણીને ધ્યાનમાં લઈને જ્ઞાતિ વાઇઝ અને વિસ્તાર પ્રમાણે ટિકિટ આપવામાં આવશે.' -દિલીપ ગોહિલ, રાજકીય વિશ્લેષક

45 ધારાસભ્ય હોવાનો નિયમ ફરજીયાત: રાજ્યસભાની ચૂંટણીમાં રાજકીય પક્ષ જોડે ઓછામાં ઓછા 45 ધારાસભ્ય હોવાનો નિયમ ફરજિયાત છે. ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ પક્ષ પાસે ફક્ત 17 જ ધારાસભ્યો છે જેથી કોંગ્રેસ ઉમેદવાર ઊભા રાખવા માટે પણ અનેક પ્રયત્નો કરશે. પ્રથમ વખત ઇતિહાસમાં એવું બનશે કે ગુજરાત કોંગ્રેસને રાજ્યસભાની ચૂંટણી લડવા નહીં મળે. ઉલ્લેખનીય છે કે આ બાબતે ગીત ભારતે અમિત ચાવડાને રાજ્યસભાની ચૂંટણી બાબતનો પ્રશ્ન કર્યો હતો પરંતુ રાજ્યસભાની ચૂંટણીની હજુ વાર છે અને સમય આવે ત્યારે જોયું જશે તેઓ પ્રતિઉત્તર આપ્યો હતો.

  1. Rajasthan Politics: આખરે શું થશે 11 જૂને? સચીને કહ્યું, માંગ નહીં સ્વીકારાય તો આખા રાજ્યમાં આંદોલન
  2. Bihar CM STATEMENT: નીતિશ કુમારે કહ્યું કે કોંગ્રેસની વિનંતી પર વિપક્ષની બેઠક મોકૂફ રાખવામાં આવી છે

Last Updated : Jun 6, 2023, 5:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.