27 મે 2014ના રોજ ઉત્તરપ્રદેશ રાજ્યના બદાર્યુ જિલ્લાના કટારા સઆદગંજ ગામ ખાતે 2 બાળકીઓના ગેંગરેપનો કિસ્સો સામે આવ્યો હતો. આ ઘટનાને આધારે ફિલ્મ "ARTICLE 15" બનાવવામાં આવી છે. 27 મે 2019ના રોજ આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું.
જો કે આ ફિલ્મના ટ્રેલરમાં બ્રાહ્મણ સમાજ દ્વારા ડાલી યુવતીઓ પર દુષ્કર્મ આચરી અત્યાચાર ગુજારવામાં આવે છે તેવી સ્ટોરી બતાવવામાં આવી છે. જ્યારે વાસ્તવિક ઘટનામાં પીડિત દલિત નહિ પણ મોર્ય જાતિના હતા. જેના આરોપીઓ જે સાબિત થયા તેઓ બ્રાહ્મણ નહિ પણ યાદવ હતા.
જેમાં સંવિધાન મુજબ પીડિત પક્ષ અને આરોપી પક્ષ બંને OBC સમુદાયના હતા. આ સમગ્ર વાસ્તવિકતાને બદલીને પીડિત દલિત અને આરોપી બ્રાહ્મણ બતાવીને વર્ષો જૂની ભારતીય સંસ્કૃતિનો પાયો એવા સમગ્ર હિન્દુ સમાજને બદનામ કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.
અમદાવાદના વાઈડ એંગલ થિયેટર ખાતે હિન્દુ યુવાનો દ્વારા ફિલ્મનો વિરોધ કરવામાં આવ્યો હતો. તેમજ આ ફિલ્મને થિયેટરમાં રિલીઝ ન કરવાની અપીલ કરવામાં આવી હતી.