- મહાશિવરાત્રીની દેશભરમાં ધામધૂમથી ઉજવણી
- દર વખત કરતાં આ વખતે ભાંગનું વેચાણ પણ ઘટ્યું
- ભાંગમાં પણ અનેક વેરાયટી જોવા મળી
અમદાવાદ: દેશભરમાં મહાશિવરાત્રીના પાવન પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. અમદાવાદમાં પણ ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી છે. કોરોનાને લઈને આ વખતે ભાંગની પ્રસાદી આપવામાં આવી નથી. તો લારીઓમાં વેચાતી ભાંગ લોકો પ્રેમથી પીવે છે. ગત વર્ષની તુલનામાં આ વર્ષે ભાંગનાં વેચાણમાં ઘટાડો નોંધાયો છે. જે 15થી 20 ટકાનો ઘટાડો નોંધાયો છે, ત્યારે મંદિર દ્વારા પ્રસાદી ન આપતા લોકોમાં નિરાશા જોવા મળી હતી.
આ વર્ષે ભાંગની કિંમતમાં બમણો ભાવ જોવા મળ્યો
આ વખતે ભાંગની ગોળીઓનું વેચાણ વધારે જોવા મળ્યું હતું. જેમાં ભાંગના ભાવમાં પણ વધારો જોવા મળ્યો હતો. એટલે કે ગત વર્ષની તુલનામાં આ વર્ષે ભાંગની કિંમતમાં બમણો ભાવ જોવા મળ્યો હતો.
આ પણ વાંચો : મહાશિવરાત્રીના તહેવાર પર જૂના અખાડામાં ગુરુદત્તની આરતી