મેટ્રો કોર્ટ દ્વારા ભાગેડું જાહેર કરવાની કાર્યવાહીમાં છાપામાં જાહેરનામું પ્રકાશિત કરવામાં આવ્યો છે. જેમાં આરોપી ઝહીર જલાલઉદીન રાણાને 30 દિવસમાં કોર્ટ સમક્ષ હાજર થવાનો હુકમ કરવામાં આવ્યો છે. આરોપી કોર્ટ સમક્ષ હાજર નહિ થાય તો તેને ભાગેડું જાહેર કરી શકાય છે. ઉલ્લેખનીય છે કે, ઝહીર રાણા પર એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં નરોલામાં પ્લોટ બુક કરવા મુદ્દે છેંતરપીડીની ફરિયાદ વર્ષ 2014માં દાખલ કરવામાં આવી હતી. મેટ્રો કોર્ટ દ્વારા CROCની કલમ 70 મુજબનું વોરન્ટ પરત આવ્યું હતું, જેની રિપોર્ટમાં આરોપી ત્યાં રહેતો ન હોવાથી ધરપકડ વોરન્ટની બજવણી ન થતાં જાહેરનામું બહાર પાડીને હાજર થવાનો આદેશ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, આરોપી ઝહીર રાણા પર MLM સ્કીમ હેઠળ એક કા તીન કરી લાખો રોકાણકારો પાસેથી 65 કરોડ રૂપિયાની છેંતરપીડીનો આક્ષેપ છે. આ ગુના હેઠળ CID ક્રાઈમ દ્વારા વર્ષ 2004માં રાણાની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં જામીન પર મુક્ત થયા બાદ ફરીવાર રાણાએ હજારો લોકોના કરોડો રૂપિયા ચાઉં કરી લીધા હતા. મુંબઈ ભાગી ગયા બાદ ત્યાં પણ આ પ્રકારના ગુનામાં રાણાના સામેલ હોવાની શંકા પોલીસ દ્વારા વ્યકત કરવામાં આવી રહી છે.