ETV Bharat / state

AMCના પૂર્વ કમિશ્નર વિજય નેહરા મામલે ભાજપમાં આંતરિક રાજકારણ ચરમસીમાએ - વિજય નેહરા

અમદાવાદના પૂર્વ મ્યુનિસિપલ કમિશ્નર વિજય નેહરા પર ભાજપ દોષનો ટોપલો ઢોળી રહ્યું હોવાનુંં સામે આવ્યું છે. ભાજપના નેતાએ વિજય નેહરા સામે નબળી કામગીરી તેમજ અમદાવાદને ભગવાન ભરોસે છોડી દેવા જેવા ગંભીર આક્ષેપો લગાવ્યા છે. એટલું જ નહીં, ભાજપના નેતાઓએ મીડિયાને પણ જવાબદાર ઠેરવવાનો પ્રયાસ કર્યો છે.

Vijay Nehra
Vijay Nehra
author img

By

Published : May 26, 2020, 2:05 PM IST

અમદાવાદ: રાજ્યમાં કોરોના વાઈરસે કાળો કહેર વર્તાવ્યો છે, અને તેમાં પણ હોટસ્પોટ અમદાવાદમાં વધતા કેસ અને કાબુ બહાર જઈ રહેલી કોરોનાની સ્થિતિ પર ભાજપના નેતાઓ અમદાવાદ મહાનગરપાલિકામા પૂર્વ કમિશ્નર વિજય નેહરાને જવાબદાર ઠેરવી રહ્યા છે. વિજય નેહરાની બદલી કર્યા બાદ મોટો હોબાળો મચી ગયો છે.

Municipal Commissioner Vijay Nehra
પૂર્વ મ્યુનિસિપલ કમિશ્નર વિજય નેહરાને લઈને રમાઈ રહી છે રાજનીતિ

વિજય નેહરા પર એવા ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે કે, તેમણે પબ્લિસિટી અને પ્રચારમાં જ સમયનો ઉપયોગ કર્યો હતો. અમદાવાદને ભગવાન ભરોસે છોડી દીધી હતુ. વિજય નેહરા પર દેવુસિંહ ચૌહાણે પોતાનું નિવેદન આપતા કેટલા આક્ષેપો કર્યા હતા. તેમનું કહેવું છે કે, વિજય નેહરા પ્રજાનું હિત જોઈ શકતા ન હતા. વિજય નેહરા પોતાના પ્રચારમાં રચ્યાપચ્યા રહેતા હતા. તેમણે અમદાવાદને ભગવાન ભરોસે છોડી દીધુ હતુ. આ અંગે તેમને ટ્વિટ કર્યું હતું. જો કે, તેમને પછીથી એ ટ્વીટ ડિલિટ પણ કરી દીધું હતું.

આ વિશે જ્યારે મેયર બિજલ પટેલને સવાલ કરતા તેમને જણાવ્યું કે, તેઓ માત્ર મેન્ગો ફેસ્ટીવલ અંગેના જ સવાલોનો જવાબ આપશે. તેના સિવાય કોઈ જવાબ નહીં આપે. શહેરમાં કોરોનાના કેસોમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. ત્યારે નેતાઓ પાસેથી હાલ જેવા જવાબો અને ઈમાનદાર અધિકારીઓ પર થતાં આક્ષેપ કોરોનાના ફ્રન્ટલાઈન વોરીયરનું મનોબળ તોડે તેવા છે.

સોશિયલ મીડિયામાં નેહરા વિરૂદ્ધ ટ્વીટ મુદ્દે ભાજપ પ્રવક્તાએ પણ એક નિવેદન આપ્યું છે. ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાએ ઋત્વિજ પટેલના ટ્વીટને વખોડી કાઢ્યું છે, અને સોશિયલ મીડિયાના કન્વીનરોને કોઈ પણ મુદ્દે વિચારી સમજીને ટ્વિટ કરવા તાકીદ કરી છે. ભરત પંડ્યાએ જણાવ્યું કે, અમે મીડિયા અને જનતાની સાથે છીએ.

વિજય નેહરા પર પંકજ શુક્લાએ પણ આક્ષેપ લગાવ્યા હતા. અમદાવાદમાં 8 લાખ કેસ થવાના ભ્રામક આંકડા આપ્યા હતા. વિજય નેહરાએ લોકોમાં ડર ઉભો કર્યો હતો. અમદાવાદને ભગવાન ભરોસે છોડી દીધુ અને વિજય નેહરા પોતે ક્વોરન્ટાઈન થઈ ગયા હતા.

આ બાબતે કોગ્રેસના નેતા જયરાજસિંહે જણાવ્યું કે, વિજય નેહરા ભાજપના રાજકારણનો ભોગ બન્યા હતા અને તેમની આંતરિક નીતિને કારણે જ તેમની હકાલપટ્ટી કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.