ETV Bharat / state

Phalgun Festival: અમદાવાદ ખાતે યોજાયેલા ફાલ્ગુન મહોત્સવમાં હોળી પર્વની ઉજવણી - બાપુનગરના વિધાયક

અમદાવાદ ખાતે યોજાયેલા ફાલ્ગુન મહોત્સવમાં હોળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત લોકસભા સાંસદ જર્નાદનસિંહ દ્વારા આ મહોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો હતો.આ મહોત્સવમાં નરોડા વિધાનસભા મહિલા વિધાયક પાયલબેન કુકરાણી અને બાપુનગરના વિધાયક દિનેશસિંહ કુશવાહ સહિત હિન્દી ભાષી મહાસંગના કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહી મહોત્સવમાં ભાગ લીધો હતો.

અમદાવાદ ખાતે યોજાયેલા ફાલ્ગુન મહોત્સવમાં હોળી પર્વની ઉજવણી

author img

By

Published : Mar 6, 2023, 12:42 PM IST

અમદાવાદ: ખાતે યોજાયેલા ફાલ્ગુન મહોત્સવમાં હોળી પર્વની ઉજવણીનો આનંદ લેવા હજારોની સંખ્યામાં લોકો એકઠા થયા હતા.જ્યાં એકબીજાને રંગ લગાડી આવનારા વર્ષની શુભેચ્છા આપી હતી. લોકોમાં એકબીજા સાથે પ્રેમ અને સંપ બને તે માટે આ મહાસંઘ હર હંમેશ તૈયાર રહેશે તેવી આશા વ્યકત કરી હતી.

મહોત્સવનું ભવ્ય આયોજન: હિન્દી ભાષી મહાસંગના અધ્યક્ષ ડોક્ટર મહાદેવ આર.ઝા નેતૃત્વમાં અમદાવાદ ખાતે હોળી મિલન સમારોહ એટલે કે ફાલ્ગુન મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું .જેમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત લોક સભા સાંસદ જર્નાદનસિંહ દ્વારા આ મહોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો હતો.આ મહોત્સવમાં નરોડા વિધાનસભા મહિલા વિધાયક પાયલબેન કુકરાણી અને બાપુનગરના વિધાયક દિનેશસિંહ કુશવાહ સહિત હિન્દી ભાષી મહાસંગના કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહી મહોત્સવમાં ભાગ લીધો હતો.

સંગઠન બનાવવામાં આવ્યું: આ મહોત્સવમાં પરપ્રાંતીય લોકોએ પણ હાજરી આપી હતી. હોળીના પાવન પર્વ અગાઉ યોજાયેલા આ કાર્યક્રમમાં બીજેપી લોકસભા સાંસદ જનાર્દનસિંહે મીડિયાને સંબોધન કરતા જણાવ્યું હતું કે હિન્દી ભાષી મહાસંઘ એક એવું સંગઠન છે. જેમાં જે તે રાજ્યમાં વસવાટ કરતા પરપ્રાંતીય લોકોની સુરક્ષા કરે છે. એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ધંધાર્થે વસવાટ કરતા પરપ્રાંતીય લોકોની મુશ્કેલીઓના નિવારણ માટે આ સંગઠન બનાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો Ahmedabad Crime : સોશિયલ મીડિયા પર ફોટો વિડીયો લાઈક કરી પૈસા કમાતાં ચેતજો, સાયબર ફ્રોડસ્ટરની નવી મોડ્સ ઓપરેન્ડી

લડવા તૈયાર બન્યું: થોડા વર્ષો ઈન પહેલા મહારાષ્ટ્રમાં વસતા પરપ્રાંતીય લોકોને મહારાષ્ટ્ર સરકાર દ્વારા હેરાન કરવામાં આવ્યા હતા.જોકે કેટલાક અસામાજીક લોકોએ તો હદ વટાવી હતી. ત્યારે આવા અસામાજીક લોકો સામે પરપ્રાંતીય લોકોને સાથ આપી નિર્દોષ લોકો પર થતા અત્યાચારની સામે આ સંઘ અડીખમ ઉભું હતું. આજે દેશના દરેક પરપ્રાંતીય ને થતા અત્યાચાર સામે લડવા હિન્દી ભાષી મહાસંઘ એકજૂટ બની લડવા તૈયાર બન્યું છે.

આ પણ વાંચો Ahmedabad News : નરોડાના લોકો વીફર્યાં, એએમસી ઉત્તર ઝોન કચેરીએ કર્યું વિરોધ પ્રદર્શન

કોરોના ખતમ: હિન્દી ભાષી મહાસંઘ દ્વારા દર વર્ષે ફાલ્ગુન મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. જોકે આ બે વર્ષ પછી આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ કોરોના ગાઇડલાઈનને કારણે યોજી શકાયો નહોતો. બે વર્ષ બાદ કોરોના ખતમ થતાં ફાલ્ગુન મહોત્સવની ધમાકેદાર ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં હિન્દી ભાષી મહાસંઘ દ્વારા વડીલ, સદગૃહસ્તો તેમજ મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવે છે.

દર વર્ષે ઉજવણી: જેમાં ગુજરાતના સીએમ ભુપેન્દ્રભાઈ પટેલને આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ કોઈ કારણવશ તેઓ કાર્યક્રમ સ્થળે પહોંચી ન શકતા, અન્ય ઉપસ્થિત રાજકીય આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની ઉત્સાહ અને ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. હોળીની શરૂઆતને ઉત્તર ભારતમાં નવા વર્ષની શરૂઆત માનવામાં આવે છે. વસંતઋતુના આરંભે નવા વર્ષને વધાવવા લોકો રંગોથી સ્વાગત કરી તહેવાર મનાવે છે. હિન્દુ વર્ષમાં હોળીનું ખૂબ જ મહત્વ છે. જેને લઇ હિન્દી ભાષી મહાસંઘ દ્વારા પણ આ ઉત્સવની દર વર્ષે ઉજવણી કરવામાં આવે છે.

વિશે માહિતી આપી: હિન્દી ભાષી મહાસંઘ દ્વારા આયોજિત ફાલ્ગુન મહોત્સવમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત લોક સભા સાંસદ જર્નાદનસિંહ દ્વારા આ મહોત્સવનો શુભારંભ કરી હિન્દી ભાષાના મહત્વ વિશે માહિતી આપી હતી. તેઓએ કહ્યું હતું કે આજે યોજાયેલો આ પ્રોગ્રામ ખૂબ જ મહત્વપૂર્ણ પ્રોગ્રામ છે. હિન્દી ભાષી મહાસંઘ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં દરેક પ્રકારના લોકો હજારોની સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. છે. તેના પરથી કહી શકાય કે દેશમાં હિન્દી ભાષા કેટલી મહત્વ પૂર્ણ છે. હિન્દી ભાષા લોકોને જોડવાનું કામ કરે છે. દેશમાં સૌથી વધુ હિન્દી ભાષા જ બોલવામાં આવે છે. જેથી હિન્દી ભાષાનું મહત્વ જાણવા હિન્દી ભાષા મહાસંઘ દ્વારા આવા કાર્યક્રમો થકી લોકોને એકજૂટ કરી મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.