અમદાવાદ : હાલમાં સમગ્ર વિશ્વ કોરોના નામની મહામારી સામે ઝઝૂમી રહ્યું છે. સમગ્ર વિશ્વમાં બે લાખથી વધુ લોકોના મૃત્યુ થઈ ચૂકયા છે, ત્યારે ભારતમાં પણ કોરોનાના રોગે ભરડો લીધો છે. અનેક લોકોના ટેસ્ટ પોઝિટિવ આવી રહ્યા છે અને કોરોના પીડિતોની સંખ્યા દિવસેને દિવસે વધતી જાય છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સમગ્ર ભારતમાં 21 દિવસ માટે લોકડાઉન કરાયુ છે. ગુજરાતના પોલીસ વડા શિવાનંદ ઝા દ્વારા કાયદો અને વ્યવસ્થાનું કડક અને ચુસ્તપણે અમલ કરાવવામાં આવી રહ્યો છે. આ સાથે લોકોને સદંતર બહાર ન નીકળવાની સૂચના પણ આપવામાં આવી છે. તેમ છતાં અમદાવાદમાં કોરોનાની ગંભીરતાને અવગણવામાં આવી રહી હોવાના દ્રશ્યો આજે જોવા મળ્યા છે.
વિક્ટોરિયા ગાર્ડન પાસે આવેલા રિવરફ્રન્ટમા લોકો બેરોકટોક અને બિન્દાસ્ત રીતે ટહેલતા જોવા મળ્યા હતા. અમદાવાદમાં કલમ 144 લાગુ હોવા છતાં પણ પોલીસ તંત્ર દ્વારા આટલી કડક પણે સુચના આપવામાં આવતી હોવા છતાં પણ લોકો કાયદાનો સરેઆમ ઉલ્લંઘન કરતા જોવા મળ્યા હતા.
આગામી દિવસોમાં પરિસ્થિતિ હદથી બહાર વણસી ઉઠે તેવી શક્યતાઓ રહેલી છે. તેમ છતાં પણ પ્રજા દ્વારા આટલી હદ સુધીનું લાપરવાહી વર્તવી તે સમગ્ર માનવજાત માટે જીવલેણ સાબિત થઈ શકે તેમ હોવા છતાં તંત્ર દ્વારા ક્યારે કોઈ ચુસ્ત અને કડક કાર્યવાહી થઈ શકે તે જોવાનું રહ્યું.